________________
૧૧. બોધિદુર્લભભાવના
બોધિ એટલે સમ્યજ્ઞાન. અનાદિ સંસારમાં આ જીવે બીજુ બધું જ પ્રાપ્તિ કર્યું છે. તેથી તે સુલભ છે. પરંતુ સમ્યજ્ઞાનરૂપ બોધિ કચારેય પ્રાપ્ત કરી નથી. તેથી તે દુર્લભ છે. દુર્લભ એવી બોધિ પ્રાપ્ત ક૨વાની સાનુકુળતા અને સુયોગ્યતા વર્તમાન મનુષ્યજીવનમાં છે. તે બોધિ પ્રાપ્ત ક૨વાના ઉપાયની વાંરવાર વિચારણા થવી તેને બોધિદુર્લભભાવના કહે છે.
શુદ્ધાત્માની સાચી સમજણરૂપ સમ્યજ્ઞાનને બોધિ કહે છે. જે બાબત મહાભાગ્યે કે મહાÒક્યારેક જ પ્રાપ્ત
થાય તેને દુર્લભ કહે છે. અનાદિ સંસારણ્યમાં ઘુમતા આ
જીવે બોધિ સિવાયની સઘળી બાબતો અનેકવાર પ્રાપ્ત
કરી છે. જગતમાં દુર્લભ મનાતા ભોગ-ઉપભોગ, સત્તાસંપત્તિ, માન-સન્માન, રાજ-પાઢ વગેરે અનેકવાર પ્રાપ્ત કર્યા છે. નિગોદથી માંડીને અમિન્દ્ર સુધીના અવતારો અનેકવાર ઘારણ ર્યા છે. લોકાકાશના દરેક પ્રદેશે અનેકવાર જન્મ-મરણ પ્રાપ્ત કર્યા છે. અનંત પુદ્ગલોના ગ્રહણ-ત્યાગ ર્યા છે. કલ્પકાળના દરેક સમયે જન્મ લીધો છે. સઘળાં પ્રકારના સંયોગો અને સંયોગીભાવોને
સંપ્રાપ્ત કર્યા છે. સમ્યાનરૂપ બોધિની પ્રાપ્તિ ન કરી તો આ બધી બાબતો હજુ પણ મળી જ રહેવાની છે. તેથી તે સુલભ છે. પરંતુ આ સઘળી ચીજો આત્માને જરાય સુખ કે શાંતિ આપી શક્યા નથી. શાશ્વત સુખ અને શાંતિ માટે સમ્યજ્ઞાનરૂપ બોધિ જ જરૂરી છે. પરંતુ આ બોધિની પ્રાપ્તિ આજ સુઘીમાં ક્યારેય થઈ નથી. તેથી તે
દુર્લભ છે. તોપણ આ દુર્લભ બોધિની પ્રાપ્તિ વર્તમાન
મનુષ્યજીવનમાં સુલામ છે. બોધિ માટે જરૂરી અનુકૂળતા અને યોગ્યતા અત્યાર જીવનમાં છે. આ બોધિની પ્રાપ્તિ
કરવા માટેના ઉપાયની વિચારણા કરી તે માટેના પુરુષાર્થને પ્રેરવો તે બોધિદુર્લભમાવના છે.
૧૧. બોધિદુર્લભભાવના
બોધિમાં સમ્યક્ત્વપ મોક્ષમાર્ગનો સમાવેશ છે
બોધિનો અર્થ સમ્યજ્ઞાન છે. પરંતુ સમ્યજ્ઞાન સાથે સમ્યગ્દર્શન સંકળાયેલું છે. વાસ્તવમાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન એક સાથે ઉત્પન્ન થાય છે. તેથી સમ્યજ્ઞાન હોય તેને સમ્યગ્દર્શન પણ હોય જ છે. સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વકસમ્યક્થારિત્ર પણ અવશ્ય હોય જ છે. તેથી બોધિમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેયનો
સમાવેશ છે. જેને ટૂંકમાં સમ્યક્ત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના એકત્વથી જ મોક્ષમાર્ગ હોય છે. તેથી બોધિમાં સમ્યક્ત્વરૂપ મોક્ષમાર્ગનો સમાવેશ છે.
બોધિનું મહત્વ
આત્માના દરેક દોષો, અવગુણો, સમસ્યાઓ અને આધિ-વ્યાધિ-ઉપાધિનું કારણ બોધિની અપ્રાપ્તિ છે.બોધિની પ્રાપ્તિ થવાથી આ બઘાનો અંત આવે છે અને આત્માના અનંતગુણો અને આત્મિક આનંદની ઉત્પત્તિ થાય છે. સમગ્ર સંસાર અને તેનાં દુઃખોનું એક માત્ર કારણ બોધિનો અભાવ છે. બોધિનો સદ્ભિાવ થતાં સંસાર અને તેનાં દુ:ખોનો અંત આવી મોક્ષમાર્ગ અને
તેનાં સુખની પ્રાપ્તિ થાય છે. બોધિ પોતે જ સમ્યક્ત્વરૂપ મોક્ષમાર્ગ છે. બોધિની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગની શરૂઆત થાય છે અને આ બોધિ જ તેની પૂર્ણતા એટલે કે
મોક્ષદશાની પ્રાપ્તિ કરાવે છે.
૨૦૯