________________
ભાવના
90
લોકભાવના
કોઇ ચોક્કસ જાતિ કે વર્ગના સમુદાયને લોક કહે છે. લોકનાં નિવાસસ્થાનને પણ લોક કહે છે. છ દ્રવ્યોનો સમુદાય અને આકાશમાંનું તેનું નિવાસસ્થાન તે લોક છે. પોતાના આત્મા માટે તે પરલોક છે અને તેથી તે ૉય છે.પોતાનો વાસ્તવિક વસવાટ પોતાના શુદ્ધસ્વરૂપી ચૈતન્ય-લોકમાં છે. પોતાના આત્મા માટે તે નિજલોક છે અને તેથી તે ઉપાદેય છે. આ પ્રકારની વારંવાર વિચારણા થવી તે લોકભાવના છે.
કોઈ ચોક્કસ પ્રકારની જાતિનો સમૂહ તે લોક કહેવાય છે. જીવ, પુદ્ગલ, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ પ્રકારનાં ચોક્કસ જાતિના દ્રવ્યો આ વિશ્વમાં છે. આ છયે પ્રકારના દ્રવ્યોના સમૂહને લોક કહેવાય છે.
આ ઉપરાંત આ છ દ્રવ્યો જેમાં વસે છે તેને પણ લોક કહેવાય છે. છ દ્રવ્યો આકાશનાં અમુક માગમાં રહે છે. તેને લોકાકાશ કે લોક કહેવાય છે. પોતાના આત્મા વ્યવહારથી લોકાકાશમાં અને નિશ્ચયથી પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં વસે છે. પોતાના આત્મા માટે લોકાકાશ અને અન્ય દ્રવ્યો એ પરલોક છે. અને પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ચૈતન્યલોક એ નિજલોક છે.
પોતાના માટે પરલોક હોય છે અને નિજલોક ઉપાદેય છે એ પ્રકારનું ચિંતવન એ લોકભાવના છે.
૧૦. લોકભાવના
----------------al
લોકના અનેક પ્રકાર
米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米米
ચોક્કસ જાતિના સમુદાય અને તેનાં વસવાટનાં સ્થાનને લૉક કહેવાય છે.
મૂળભૂતપણે છ દ્રવ્યોનો સમુદાય તે લોક છે. આ છ વ્યસ્વરૂપ લોકમાં અનંત જીવોના સમૂહને જીવલોક કહેવામાં આવે છે. જીવલોકમાં તેની પેટાજાતિ પ્રમાણે દેવલોક, મનુષ્યલોક જેવા પ્રકારો પડે છે.
છ દ્રવ્યો આકાશમાં ચૌદ રાજૂ ઊંચા પુરુષાકાર માગમાં રહે છે તેને લોકાકાશ કે ભિૌગોલિક સ્વરૂપી લોક કહે છે. આ ભિૌગોલિક સ્વરૂપી લોક્ના ઉપરના માગને ઊર્ધ્વલોક, વચલા ભાગને મધ્યલોક અને નીચેના ભાગને અઘોલોક કહે છે. ઊર્ધ્વલોકના સૌથી ઉપરના ટોચના મિાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધોનો સમૂહ વસે છે તેને સિદ્ધેશ્ર્લોક કહે છે. ઊર્ધ્વલોકના જે મિાગમાં વૈમાનિક દેવો રહે છે તેને સ્વર્ગલોક કહે છે.
આ પ્રકારે જયોતિષીંદવોના સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા જેવા નિવાસસ્થાનને જ્યોતિર્લોક કહે છે. એક રાજૂ લાંબા, એક રાજૂ પહોળા અને એક લાખ ૪0 યોજન ઉંચા મધ્યલોક્ને તિર્યક્લોક પણ કહે છે. મધ્યલોકના વચ્ચેનાં અઢી દ્વીપના વિસ્તારમાં મનુષ્યો વસતાં હોવાથી તે મનુષ્યલોક તરીકે ઓળખાય છે. આ રીતે નીચેના અઘોલોક્માં નારકીઓના નિવાસ હોય તે નરક્લોક કહેવાય છે.
૧૮૯