________________
વજ્રનાભિ ચક્રવર્તીએ જિનદીક્ષા ગ્રહણ કરતા સમયે ભાવેલી
અશુચિભાવનાના કેટલાંક સારભૂત પદો
(ભગવાન ઋષભદેવ પૂર્વના ત્રીજાભવમાં વજ્રનાભિ નામના ચક્રવર્તી હતા. પિતા વજ્રસેન તીર્થંકરના સમવસરણમાં દિવ્યધ્વનિ વડે અશુચિભાવનાનો ધર્મોપદેશ સાંભળી ચક્રવર્તી વજ્રનાભિ મહાવૈરાગ્ય પામ્યા. વજ્રનાભિએ પોતે પણ અશુચિભાવનાનું ચિંતવન કરી વૈરાગ્યને દૃઢ બનાવ્યો. તેના પરિણામે તેમણે તીર્થંકર સમીપે મુનિદીક્ષા અંગીકાર કરી અને તીર્થંકર નામકર્મનું પણ ઉપાર્જન કર્યુ. મુનિદીક્ષા અંગીકાર કરતા સમયે વજ્રનાભિ ચક્રવર્તીએ ભાવેલી અશુચિભાવનાના કેટલાંક સારભૂત પદો અહીં પ્રસ્તુત છે.)
(છંદ : નરેન્દ્ર અથવા જોગીરાસા) देह अपावन अथिर धिनावन, यामें सार न कोई । सागर के जलसों शुचि कीजै, तो भी शुद्ध न होई ।। सप्त कुधातु भरी मल मूरत, चाम लपेटी सोहै । अन्तर देखत या सम जग में, और अपावन को है ।। नव मल द्वार सर्वे निशिवासर, नाम लिये धिन आवै । व्याधि उपाधि अनेक जहां तहं, कौन सुधी सुख पावे || पोषत तो दुःख दोष करे अति, सोषत सुख उपजावे । दुर्जन देह स्वभाव बराबर, मूरख प्रीति बढ़ावै ।। राचन जोग स्वरुप न याको, विरचन जोग सही है । यह तन पाय महा तप कीजे, यामैं सार यही है ।।
માવાર્થ : અનિત્ય, અપવિત્ર અને ધૃણાસ્પદ મૅમાં કોઇ સાર નથી. સ્વભાવથી જ મલિન એવા શરીરને સમુદ્રના સંપૂર્ણ જળથી ધોવામાં આવે તોપણ તે નિર્મલ થઇ શકતું નથી.
સાત પ્રકારની ધાતુઓ અને મળથી ભરેલ મૂર્તિ સમાન શરીર બહારથી ચામડીથી લપેટાયેલું શોભે છે પણ તેને અંદરથી જોવામાં આવે તો તેના સમાન બીજી કોઇ અપવિત્ર ચીજ નથી.
જેનું નામ લેતા પણ ઘૃણા આવે તેવા અળ શરીરના નવ દ્વારોમાંથી ત્રિ-દિવસ નિરંતર ઝસ્તાં રહે છે. અનેક પ્રકારની વ્યીિઓ અને ઉપાધિઓના રહેઠાણ દેહમાં કોણ સુબુદ્ધિ જીવ સુખ માને
દેહ સ્વભાવથી જ દુર્જન જેવું છે. તેથી દેહનું જેટલું વધુ પોષણ કરવામાં આવે તેટલા વિષયવિકાર વધુ વકરે છે અને તેથી તે ઘણાં પ્રકારના દોષ એન દુઃખનું જ કારણ બને છે. પરંતુ આ દેહનું સમ્યક પ્રકારે સંયમનું સાધન બનાવાવથી તે સુખનું કારણ બની શકે છે.
તેથી આ દેહનું સ્વરૂપ જ એવું છે કે એમાં રાગ કરવા યોગ્ય નથી. તેના પ્રત્યે તો વૈરાગ્ય ધરાવવો જ યોગ્ય છે, દેહના પ્રત્યે વૈરાગ્ય ધરાવી મૅના સાધન વડે મહા તપનું આચરણ કરવું તેમાં જ તેની સાર્થકતા છે. (પં. ભૂધરદાસકૃત વજ્રનાભિ ચક્રવર્તીની વૈરાગ્યભાવનામાંથી)