________________
* અન્યત્વભાવનાની ક્થા
સુખ-માષ મુનિ
J
voCA
નગર બહારના ઉદ્યાનમાં મુનિરાજ પધારતાં લોકોના ટોળેટોળા તેમનાં દર્શન કરવા માટે ઊમટ્યા છે. શિવભૂતિ પણ તે પૈકીના એક છે. અત્યંત ભીંજાયેલ હૃદય ધરાવતા શિવભૂતિની આત્મજિજ્ઞાસા એકદમ તીવ્ર છે. આત્મહિતની ઉદાત્ત ભાવના અને પરમપદની પ્રાપ્તિનું ધ્યેય તેનાં જીવન સાથે વણાયેલ છે. મુનિરાજના દર્શન કરી અત્યંત આનંદ પામેલા શિવભૂતિ કાંઇક ધર્મોપદેશ સાંભળવાની ભાવના ધરાવે છે. શિવભૂતિની ઉત્કટ આત્મલગની અને વૈરાગી મુખમુદ્રા નિહાળી મુનિરાજ અન્યત્વભાવનાનો ઉપદેશ આપતા કહે છેઃ
૫. અન્યત્વભાવના
“હે વત્સ ! પોતાનો અખંડ, અભેદ, એરૂપ, ત્રિકાળ શુદ્ધાત્મસ્યભાવ એ જ પોતાનું સ્થ છે અને તે સિથાય તેની સાથે સંકળાયેલ જોકર્મ દ્રવ્યકર્મ–ભાષકર્મ–ભેદભાવ એ સઘળું પર છે. સ્થ–પરની સાચી સમજણ વડે પરવું પ્રયોજન છોડી
સ્વનું પ્રયોજન સાધવું એટલે કે પરાર્થપણું મટાડી સ્વાર્થપણું સાધવું એ જ સકળ સિદ્ધાંતનો સાર છે.
જગતમાં સ્વાર્થી માણસને લુચ્ચો માનવામાં આવે છે અને પરાર્થી માણસને પરમાર્થી માગમાં આવે છે. પણ વાસ્તવમાં સ્વાર્થમાં જ પરમાર્થ સમાયેલો છે. થળી સ્વાર્થ વિના
પરાર્થ પણ થઇ શક્તો નથી. એટલે કે જે પોતાનું કાંઇ ભલુ કરી શકતો નથી તે બૉજાનું પણ કાંઇ ભલું કરી શકતો નથી. જે પોતાની ઠયા પાળી શકતો નથી તે બીજાની ઠયા પણ પાળી શકતો નથી. તેથી પરનું કામ કરવા માટે પણ પહેલાં સ્વનું કામ કરવું જરૂરી હોય છે. થળા સંસારી જીયોસ્વભાવથી જ સ્વાર્થી હોય છે. અને આ સ્વાર્થમાં કાંઇ ખોટું પણ નથી. ખોટું માત્ર એ છે કે, અજ્ઞાની જીયો પરને જ પોતાનું સ્વ માની તે પરની પળોજણમાં ખુવાર થઇને પોતાનું જીવન વ્યર્થ ભેડૉ નાંખે છે.”
૧૦૩