SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ jainology 339 આગમસાર સરસ દૃષ્ટાન્તો આપતાં કહ્યું છે : લોહકીલકને કારણે, યાન જલધિમાં ફોડે રે ? ગુણકારણ કોણ નવલખો હાર હીરાનો ત્રોડે રે ?' એક લોઢાના ખીલા ખાતર આખું વહાણ કોણ દરિયામાં ડુબાવી દે ? ઘેરો જોઈતો હોય તો એટલા માટે નવલખો હાર કોણ તોડી નાખે? બોધિરવણ ઉવેખીને કોણ વિષયારસ દોડે રે ? કંકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે ?' બોધિરત્નને ઉવેખીને વિષયારસ પાછળ, ભૌતિક સુખ પાછળ કોણ દોડે ? કાંકરો અને મણિ એ બંનેને સરખાં કોઈ ગણે? ગધેડાના બદલામાં હાથીને કોણ વેચી દે ? વિનયવિજયજી મહારાજ બોધિદુર્લભ ભાવનાના ગેયાષ્ટકમાં અંતે ભલામણ કરતાં કહે છે : एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमबोधिरत्नं सकलगुणनिधानम्। कर गुरुप्राज्यविनयप्रसादोदितं शान्तरससरसपीयूषपानम् / / હે જીવ! આ રીતે અત્યંત દુર્લભથી દુર્લભ એવું તથા સકલ ગુણના ભંડારરૂપ બોધિરત્ન મેળવીને, ઊંચા પ્રકારના વિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાન્ત રસરૂપી સરસ અમૃતનું તું પાન કર.' બોધિની દુર્લભતાનું ચિંતન-મનન કરતાં કરતાં, એ ભાવનાનું સેવન કરતાં કરતાં જીવ ધર્મગતિ અણગાર કે શ્રેણિક રાજાની જેમ ઊંચી અધ્યાત્મદશા પ્રાપ્ત કરે છે. આમ, વૈરાગ્યની અને આત્મચિંતનની બાર ભાવનાઓમાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. છે મિચ્છામી દુક્કડમ | જીન માર્ગથી ઓછું– અધિક– વિપરીત લખવાની કોઈ ઇચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ–કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ– મિચ્છા–મી-દુક્કડમ. સંપર્ક:- મુલુંડ(ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા. ગામ - ગુંદાલા. 09969974336. ભૂલ-ચૂક અને સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી. પ્રભાવના માટે કોપીઓ મળશે. F F E F T F T F F
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy