________________ jainology 335 આગમસાર જીવ અરિહંતપ્રણીત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મનો આરાધક બને છે.. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનું જ્યારે અવલોકન કરીએ છીએ અને તેમના વિકાસક્રમની ગતિનો વિચાર કરીઍ છીએ ત્યારે સમજાય છે કે કેટલો બધો કાળ જ્યારે પસાર થઈ જાય ત્યારે જીવ વિકાસનું એકાદ પગથિયું ઉપર ચડે છે. વળી, કેટલાયે જીવો થોડે ઉપર ચડી પાછા નીચે પડતા હોય છે. જૈન દર્શન પ્રમાણે જીવ સૂક્ષ્મ નિગોદ(અવ્યવહારરાશિ)માંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, ઇન્દ્રિપણું, ચઉરિન્દ્રિયપણું એમ પ્રાપ્ત કરતાં કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. એમ કરતાં કેટલી બધી મુશ્કેલીથી જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે ! આમ ઉત્તરોત્તર એક એક તબક્કામાંથી પસાર થઈ ઉપર ચડવું એ જ ઘણું દુર્લભ છે અને તેમાં મનુષ્યપણું પ્રાપ્ત કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે. વળી, મનુષ્યપણું પ્રાપ્ત થયું એટલે બધું જ આવી ગયું એવું નથી. મનુષ્યપણામાં રાજ્ય મળવું કે ચક્રવર્તીપદ મેળવવું એટલું દુર્લભ નથી જેટલું બોધિબીજ મેળવવું દુર્લભ છે. મનુષ્યપણું મળ્યા પછી આર્યદેશમાં જન્મ, સંસ્કારી કુટુંબમાં જન્મ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણનો યોગ, ધર્મબોધ થવો, ધર્મમાં ઉદ્યમ કરવાના સંયોગ સાંપડવા ઇત્યાદિ ઉત્તરોત્તર દુર્લભ થતાં જાય છે. એટલા માટે જ કહેવાયું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जंतुणो। माणुसतं सुई सदा संजमम्मि च वीरि। જીિવોને માટે ચાર મુખ્ય બાબતો અત્યંત દુર્લભ છે : (1) મનુષ્યપણું, (2) કૃતિ (ધર્મશ્રવણ), (3) ધર્મમાં શ્રદ્ધા અને (4) સંયમમાં વીર્ય (ત્યાગવૈરાગ્ય માટેનો પુરુષાર્થ)... “ઉત્તરાધ્યયન'ના “દૂમપત્તય” નામના દસમા અધ્યયનમાં ઉત્તરોત્તર એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે : लद्धणं वि माणुसत्तणं आयरियत्तं पुणरावि दुल्लहं। वहवे दसुया मिलखुया समयं गोयम, मा पमायए।।