SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર–પૂર્વાર્ધ 334 મન અને પાંચ ઇન્દ્રિયો એ જેમ મનુષ્યજન્મની મોટામાં મોટી સિદ્ધિઉપલબ્ધિ છે તેમ એ જ મન અને પાંચ ઇન્દ્રિયો કેટલાયે જીવો માટે મનુષ્યજન્મની મોટામાં મોટી ક્ષતિરૂપ નીવડવા સંભવ છે. મનુષ્યને દુર્ગતિની ખીણમાં ગબડાવી દેવાની શક્તિ પણ તેમાં રહેલી છે. માણસ જો પોતાની આ પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો ઉપર વિજય મેળવી શકે. કષાયો શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે. ચિત્ત ઉપર વિજય મળતાં મન:શુદ્ધિ થાય છે. મન:શુદ્ધિ થતાં રાગ અને દ્વેષ પાતળા પડવા લાગે છે. એથી નિર્મમત્વ આવવા લાગે છે. નિર્મમત્વ માટે અનિત્યાદિ ભાવનાઓનું સેવન આવશ્યક છે. નિર્મમત્વ આવતાં સમતા-સમત્વ આવવા લાગે છે. માટે જ કહ્યું છે : साम्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावना श्रयेत्। આમ, સમતાનું બીજ ભાવનાઓમાં રહેલું છે. શ્રી સૂત્રકતાંગ સૂત્ર’ (૧૫૫)માં કહ્યું છે : भावनावेग सुद्धप्पा जले नावा व आहिया। नावा व तीरसंपन्ना सव्वदुक्खा विमुच्चइ।। ભિાવનાયગથી શુદ્ધ થયેલો આત્મા જલમાં નાવની જેમ તરે છે. જેમ નાવ કિનારે પહોંચે છે, તેવી રીતે શુદ્ધાત્મા સર્વ દુઃખોમાંથી મુક્ત થઈને લક્ષ્યસ્થાને પહોંચે છે.] અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિએ કહ્યું છે : चित्त बालक ! मा त्याक्षीरजस्त्रं भावनौषधिः / यत्त्वां दुनिभूता न छलयन्ति छलान्विष / / હિં ચિત્તરૂપી બાળક ! તું ભાવના રૂપી ઔષધિનો ક્યારેય ત્યાગ કરતો નહી, જેથી છળને શોધનારા દુર્ગાનરૂપી ભૂતપિશાચો તને છેતરી શકે નહિ. ભાવનાઓનું કેવું ફળ હોય છે તે દર્શાવતાં “ઉત્તરાધ્યયનસૂત્ર' (29 ૫૦)માં ભગવાન મહાવીરે કહ્યું છે : भावसच्चेण भावविसोहिं जणयई। भावविसोतेहिएवदृमाणो अरिहंतपन्नतस्स धम्मस्स आराहणयाए अबुढेइ / अबुढेइत्ता परलोग धम्मस्स आराहए भवई। [ભાવસત્યથી જીવ ભાવની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ ભાવનાવાળો
SR No.009126
Book TitleAgamsara Purvarddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy