________________ jainology 305 આગમસાર ઉલ્લેખ જ નથી. માટે સાધુએ પોતાનાં બધા ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવું જોઈએ. એક વાર પ્રતિલેખનને શિથિલાચાર તેમજ ઉસૂત્ર પ્રરૂપણા સમજવી જોઈએ. (14) શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ શ્વેતાંબર તેરાપંથી સાધુ સમાજ પણ બે વાર પાત્ર પ્રતિલેખન કરવાના સિદ્ધાંતને માન્ય કરે છે. આવી રીતે એકવાર પ્રતિલેખન કરવાનો વાસ્તવમાં કોઈ સિદ્ધાંત નથી; પ્રમાણ પણ નથી અને સમજ પણ નથી, માટે તે વ્યક્તિગત શિથિલાચારનો આગ્રહ માત્ર છે. શંકા-સમાધાનઃ- (1) પાત્ર રાત્રિમાં કામ આવતા નથી, માટે સાંજે પ્રતિલેખન ન કરવું જોઈએ. ઉત્તર:- કોઈપણ શાસ્ત્રમાં, ટીકામાં, ભાષ્યમાં, ચૂર્ણિમાં, વિવેચનમાં કોઈપણ આચાર્યે એવું નથી લખ્યું કે સાંજે પાત્ર પડિલેહણ ન કરવું. પૂર્વાચાર્યોએ પ્રમાણ નં. 2 અને 3 માં તેનાથી વિપરીત લખેલ છે કે રાત્રે અને દિવસે ક્યારેય પણ કામ ન આવનારા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ અને પ્રમાણ નં. 4 નિશીથમાં બતાવેલ છે કે ચોથો પ્રહર શરૂ થાય ત્યારે પહેલાં જ પાત્રોની પ્રતિલેખના કરવી અને પછી બાકીનાં ઉપકરણોની પ્રતિલેખના કરીને સ્વાધ્યાય કરવો. આ રીતે નક્કર પ્રમાણોની સમક્ષ એવા તર્કનું કોઈ મહત્ત્વ નથી. પ્રવૃત્તિની દષ્ટિથી પણ આ તર્ક બરાબર લાગતો નથી. કોઈ સાધુ અનેક વસ્ત્રો રાત્રિમાં કામમાં લેતા નથી. બાંધીને રાખી દે છે. કંબલ પણ આઠ મહિના બાંધીને રાખી દે છે. કોઈ સ્થિરવાસવાળા સ્થવિરો કે બીમાર સાધુઓનાં રજોહરણ પંજણી વગેરે ઉપકરણો કાંઈ કામમાં આવતા નથી; “જમીન પોંછણા' રાત્રિએ કામમાં આવતા નથી. તે બધાની બે વાર પ્રતિલેખનની પ્રવૃત્તિ અને પ્રરૂપણા ચાલુ છે. મુહપતી એક જ પ્રાયઃ કામ આવે છે, બાકીની 2-3 અલગ રાખે છે. તો પણ એ બધાનું માત્ર એકવાર પ્રતિલેખન કરવામાં આવતું નથી. સાર:- સાધુએ પોતાની નિશ્રામાં બધા ભંડોપકરણોનું સવાર-સાંજ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ, ન કરવા પર અથવા એક વાર કરવા પર સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. પરઠવાની ભૂમિને દિવસે જોઈને પરઠી શકાય છે અને રાત્રે પરવા માટે સંધ્યા સમયે પ્રતિલેખન કરવાનું વિધાન છે. શયન સ્થાન વગેરે ઉપયોગમાં આવનારા ઉપાશ્રયોના વિભાગોનું બંને સમય પ્રમાર્જન, પ્રતિલેખન કરવું જોઇએ. પુન - સાંજે ચોથા પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરવું અને પાત્રનું બે વાર પ્રતિલેખન કરવું; તેવું અનેક જગ્યાએ લેખિત પ્રમાણ છે. પરંતુ પાત્ર પ્રતિલેખન એક વાર કરવું કે સાંજે પાત્ર પ્રતિલેખન ન કરવું અથવા અવિધિથી સંક્ષેપમાં જ સાંજે પાત્ર પ્રતિલેખન કરવું, એવું ક્યાંય લખ્યું નથી અર્થાત્ તેનું કોઈ લેખિત પ્રમાણ નથી. માટે ભૂલ સુધારીને સાચો નિર્ણય કરવો જોઈએ. સાંજે પાત્ર પ્રતિલેખન ન કરવાથી અને અવિધિથી કરવાથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન સમજીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તથા એવી પ્રરૂપણા કરવાથી આગમ વિપરીત પ્રરૂપણાનો મહાદોષ માનવો જોઈએ. પ્રતિલેખન સંબંધી જાણવાલાયક વાતોઃ (1) સૂર્યોદય થવા પર પ્રતિલેખન શરૂ કરવું (2) સૌ પ્રથમ મુહપત્તી પ્રમાર્શનિકા(ગુચ્છા)નું પ્રતિલેખન કરવું અને તે પછી બાકી બધી ઉપાધિનું પ્રતિલેખન કરવું (3) પાત્રની પ્રતિલેખના પોણી પોરસી આવ્યા પછી કરવી પરંતુ નવકારશીમાં ગોચરી જવું હોય તો સવારે જ પ્રતિલેખન કરવું (4) ચોથો પહોર શરૂ થતાં પાત્ર પ્રતિલેખન કરી બાંધી દેવા. પરંતુ સાંજે વાપરવાનું હોય તો તેવી વ્યવસ્થાથી કરવું (5) સવાર-સાંજ પોતાના ગોચરી વાપરવાના સ્થાનનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવું (6) સાંજે સૂર્યાસ્તના પહેલાં પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું (7) પ્રતિલેખન મૌનપૂર્વક એકાગ્રચિત્તથી કરવું. શાંતિથી શાસ્ત્રોક્ત વિધિવત્ જ પ્રતિલેખન કરવું. અન્ય જાણકારી દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં જુઓ.] પ્રકરણ–૧૦: અનુકંપામાં દોષ–ના ભમ્રનું નિવારણ [ઉદ્દેશક–૧૨ઃ સૂત્ર 1-2) કોલુણ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા થાય છે. જેમ કે– કોલુણં– કારુણ્ય અનુકંપા - ચૂર્ણિ, બંધાયેલા પશુ બંધનથી મુક્ત થવા માટે તડપે છે. તેને બંધનથી મુક્ત કરી દેવા અથવા સુરક્ષા માટે છૂટા પશુને નિયત સ્થાન પર બાંધી દેવા. આ પશુ પ્રત્યે કરુણા ભાવ છે. - પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય અથવા આકુલ–વ્યાકુલ થાય તો જઘન્ય હિંસા દોષ લાગે છે. તેનું બંધન ખોલવાથી, તેને કોઈપણ નુકસાન કરે, તે બહાર નીકળી ક્યાંક ખોવાઈ જાય; જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં બીજા પશુ જો તેને ખાઈ જાય અથવા મારી નાંખે તો પણ દોષ લાગે છે. પશુ આદિને બાંધવા, ખોલવા આદિ કાર્ય સંયમ સમાચારમાં વિહિત નથી. આ કાર્યતો ગૃહસ્થનું કાર્ય છે. માટે તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ કાર્ય કરવાવાળા પ્રાયશ્ચિત્તના બરાબર ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે, પરંતુ અનુકંપાના ભાવની મુખ્યતા હોવાથી અહીં તેનું ગુરુ પ્રાયશ્ચિત્તને બદલે લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનુકંપા ભાવ રાખવો એ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ છે. તો પણ ભિક્ષુ આવા અનેક ગૃહસ્થ જીવનના કાર્યોમાં લાગી ન જાય માટે એના સંયમ જીવનની અનેક મર્યાદા છે. ભિક્ષુની પાસે આહાર અથવા પાણી આવશ્યકતાથી અધિક હોય તો તેને પરઠવાની સ્થિતિમાં કોઈ ભૂખ્યા અથવા તરસ્યા વ્યક્તિને માંગવાથી અથવા ન માંગનારાને પણ દેવું કલ્પતું નથી. કેમ કે આ પ્રકારની દેવાની. પ્રવૃત્તિથી અથવા પ્રસ્તુત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી ક્રમશઃ ભિક્ષુ અનેક ગૃહસ્થ કર્તવ્યમાં; સંયમ સાધનાના મુખ્ય લક્ષ્યથી દૂર થઈ જાય છે. ઉત્તરાધ્યયન અ. 9, ગા.૪૦ માં નમિરાજર્ષિ શક્રેન્દ્ર દ્વારા થયેલી દાનની પ્રેરણાના જવાબમાં કહે છે કે (તસાવિ સંજમો. સેઓ અદિતસ્સ વિ ઈકચણું) અર્થાત્ કાંઈ પણ દાન ન કરવા છતાં, મહાન દાન આપનાર ગૃહસ્થ કરતાં મુનિનો સંયમ શ્રેષ્ઠ છે. અનુકંપા ભાવ યુક્ત પ્રવૃત્તિમાં પણ સામાન્ય પરિસ્થિતીના પ્રાયશ્ચિત્તમાં તેમજ વિશેષ પરિસ્થિતિના પ્રાયશ્ચિત્તમાં અંતર હોય છે. જે પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના નિર્ણય પર નિર્ભય હોય છે.