________________
આગમસાર–પૂર્વાર્ધ
292
(૧) ઉપધિ– વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણોની પરસ્પર આપ-લે કરવી. (૨) શ્રુત– શાસ્ત્રની વાચના લેવી ને દેવી
=
(૩) ભક્તપાન– પરસ્પર આહાર પાણી કે ઔષધની લેતી દેતી કરવી.
(૪) અંજલી પ્રગ્રહ– સંયમ પર્યાયમાં જયેષ્ઠ સાધુઓની પાસે હાથ જોડીને ઊભા રહેવું કે તેઓ સામે મળે ત્યારે મસ્તક ઝુકાવીને હાથ જોડવા. (૫) દાન– શિષ્યની લેતી દેતી કરવી. (૬) નિમંત્રણ– શય્યા, ઉપધિ, આહાર, શિષ્ય અને સ્વાધ્યાય આદિને માટે નિમંત્રણ આપવું. (૭) અભ્યુત્થાન– દીક્ષા પર્યાયમાં કોઈ જયેષ્ઠ સાધુ આવે ત્યારે ઊભા થવું.
(૮) કૃતિકર્મ– અંજલિગ્રહણ, આવર્તન, મસ્તક ઝુકાવીને હાથ જોડવા અને સૂત્રોચ્ચારણ કરી વિધિ પૂર્વક વંદન કરવું.
(૯) વૈયાવૃત્ય– અંગ મર્દન આદિ શારીરિક સેવા કરવી, આહાર આદિ લઈ આવીને દેવાં, વસ્ત્રાદિ સીવી દેવા કે ધોવા, મલમૂત્ર આદિ પરઠવા અથવા આ સેવા કાર્ય અન્ય સાધુ પાસે કરાવવું.
(૧૦) સમવસરણ– એક જ ઉપાશ્રયમાં બેસવું, સૂવું, રહેવું આદિ પ્રવૃત્તિઓ કરવી.
(૧૧) સન્નિષદ્યા– એક આસન,પાટ ઉપર બેસવું અથવા બેસવા માટે આસન,પાટ આપવું.
(૧૨) કથા-પ્રબંધ– સભામાં એક સાથે બેસીને અથવા ઊભા રહીને પ્રવચન આપવું.
એક ગણના અથવા અનેક ગણના સાધુઓમાં આ બાર જ પ્રકારનો પરસ્પર વ્યવહાર હોય છે. તે પરસ્પર ‘સહભોગિક’ સાધુ કહેવાય છે. જે સાધુઓમાં ‘ભક્તપાન’ સિવાય અગિયાર વ્યવહાર હોય છે, તેઓ પરસ્પર અન્ય સહભોગિક સાધુ કહેવાય છે. આચાર-વિચાર લગભગ સમાન હોવાથી તેઓ સમનોશ સાધુ પણ કહેવાય છે.
સમનોજ્ઞ (શુદ્ધાચારી) સાધુઓની સાથે આ અગિયાર કે બાર પ્રકારનો વ્યવહાર કરાય છે. અમનોજ્ઞ અર્થાત્ પાર્શ્વસ્થ આદિ અને સ્વચ્છંદાચારીની સાથે આ બાર પ્રકારનો વ્યવહાર કરાતો નથી. લોક વ્યવહાર કે અપવાદ રૂપમાં ગીતાર્થના નિર્ણયથી તેની સાથે થોડો વ્યવહાર કરી શકાય છે, ત્યારે તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અકારણ ગીતાર્થ—બહુશ્રુત શ્રમણની આજ્ઞા વિના આ વ્યવહાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થની સાથે આ બાર વ્યવહાર હોતા નથી.
સાધુઓના સાધ્વીજીઓની સાથે ઉત્સર્ગ વિધિથી છ વ્યવહાર જ હોય છે અને છ વ્યવહાર આપવાદિક સ્થિતિમાં કરી શકાય છે.
ઉત્સર્ગ વ્યવહાર (૧) શ્રુત (બીજો) (૨) અંજલિ પ્રગ્રહ (ચોથો) (૩) શિષ્યદાન (પાંચમો) (૪) અભ્યુત્થાન (સાતમો) (૫) કૃતિકર્મ (આઠમો) (૬) કથા પ્રબંધ (બારમો)
અપવાદ વ્યવહાર
(૧) ઉપધિ(પહેલો) (૨) ભક્તપાન (ત્રીજો) (૩) નિમંત્રણ (છઠ્ઠો) (૪) વૈયાવૃત્ય (નવમો) (૫) સમવસરણ (દસમો) (૬) સન્નિષદ્યા (અગિયારમો)
પ્રાયશ્ચિત્ત :– આ બાર વ્યવહાર ગૃહસ્થોની સાથે કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સ્વચ્છંદાચારીની સાથે આ વ્યવહાર કરવાથી ગુરુ ચૌમાસી અને પાર્શ્વસ્થાદિની સાથે કરવાથી લઘુ ચૌમાસી કે લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
સાધ્વીજીઓની સાથે અકારણ આપવાદિક વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી અને ગીતાર્થની આજ્ઞા વિના કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
અન્ય સહભોગિક સમનોજ્ઞ સાધુઓની સાથે આહાર–પાણીનો વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
પરિશિષ્ટ-૭ : ગચ્છ પરિવર્તનની આજ્ઞા
[ઉદ્દેશક-૪ : સૂત્ર–૨૦થી ૨૮] : સૂત્ર પઠિત વાક્યોથી એ સૂચિત્ત કરેલ છે કે જ્યારે કોઈ સાધુ એમ જાણે કે આ સંઘમાં રહેતાં એક મંડલીમાં આહાર—પાણી અને અન્ય કૃતિકર્મ કરવા છતાં ભાવવિશુદ્ધિના સ્થાન પર સંક્લેશ વૃદ્ધિ થઈ રહી છે અને આ કારણથી મારા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની યોગ્ય સાધના થઈ શકતી નથી, ત્યારે તે પોતાને સંક્લેશથી બચાવવા માટે તથા જ્ઞાન–ચારિત્ર આદિની વૃદ્ધિને માટે અન્ય ગણમાં, જ્યાં ધર્મલાભની સંભાવના અધિક હોય ત્યાં જવાની ઇચ્છા કરે તો તે જેની નેશ્રામાં રહ્યા છે, તેની અનુજ્ઞા(સ્વીકૃતિ) લઈને જઈ શકે છે.
પરિશિષ્ટ-૮ : ઉદ્ગાલ(ઓડકાર) અને તેનો વિવેક
[ઉદ્દેશક-૫ ઃ સૂત્ર–૧૦] : જ્યારે કોઈપણ સાધુ માત્રાથી વધુ આહાર–પાણી કરી લે છે ત્યારે તેને ઉદ્ગાલ(ખાધેલું પાછું) આવે છે અને પેટમાંથી અન્ન અને પાણી મુખમાં આવી જાય છે.એટલા માટે ગુરુજનોનો ઉપદેશ છે કે સાધુએ માત્રાથી ઓછું ખાવું–પીવું જોઇએ
કદાચિત્ સાધુથી અધિક માત્રામાં આહાર-પાણી થઈ જાય અને રાતમાં યા સંધ્યાકાલમાં ઘચરકો આવી જાય તો તેને સૂત્રોક્ત વિધિ અનુસાર વસ્ત્ર આદિથી મુખને શુદ્ધ કરી લેવું જોઇએ. ઘચરકામાં આવેલા આહાર પાણીને પાછું ગળી જાય તો તે પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે એક રૂપક આપ્યું છે. જેમ કે—