________________
291
jainology
આગમસાર જે સ્થાનોમાં પુરુષ કે સ્ત્રી કોઈ પણ સ્વપક્ષનો નિવાસ હોય ત્યાં અગ્નિ અને પાણી તો રહે જ છે, કારણ કે તેઓ પીવા માટે પાણી રાખશે અને અન્ય કાર્ય માટે સમય પર અગ્નિ અને દીપક જલાવે, તે સ્વાભાવિક છે. તેઓને પીવાનું પાણી અલગ વિભાગમાં રહે છે અને તેઓના દીપક અને અગ્નિ પણ અલગ વિભાગમાં રહે છે, અથવા અલ્પકાલીન હોય છે, સંપૂર્ણ દિવસ રાત જલનારા નથી.
હોતા.
ભાષ્યકારે અગ્નિ અને દીપક સંબંધી થનારા જે દોષ બતાવ્યા છે, તે વધારે ખુલ્લા દીપકમાં ઘટિત થાય છે તથાપિ વર્તમાનની વિજળીમાં પણ કંઈક તો ઘટિત થાય છે, અર્થાત્ ત્રસ જીવોની વિરાધના અને પ્રકાશનો ઉપયોગ લેવાના પરિણામ કે પ્રવૃત્તિ થવી તેમા પણ સંભવ છે.
નિષ્કર્ષ આ જ છે કે ગૃહસ્થની નિશ્રાવાળા અલગ વિભાગમાં પાણી રહે કે અલ્પ સમય માટે ક્યાંય પણ અગ્નિ દીપક જલે તો સાધુને રહેવામાં બાધા નથી, પરંતુ રાત આખી અગ્નિ કે દીપક સળગે અને સાધુની નેશ્રાવાળા વિભાગમાં દિવસ રાત પાણી રહે તો ત્યાં ન રહેવું જોઇએ; અન્ય સ્થાનના અભાવમાં એક બે રાત્રિ રહી શકે છે.
પાણીના નિષેધ વિષે સૂત્રમાં અચિત્ત જલનું જ કથન છે. તથાપિ સચિત્ત જલની વિરાધના થવાનો સંભવ હોય તો ત્યાં પણ ન રહેવું જોઇએ.
પરિશિષ્ટ-પ: દસ કલ્પ અને તેના વિકલ્પો [ઉદ્દેશક-૪ સૂત્ર-૧૯] જે સાધુ અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત થાય છે અને પંચયામ રૂપ ધર્મનું પાલન કરે છે? એવા પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને કલ્પસ્થિત કહે છે.
જે અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત નથી પરંતુ અમુક જ કલ્પોમાં સ્થિત છે અને ચાત્યામ રૂપ ધર્મનું પાલન કરે છે એવા મધ્યવર્તી બાવીશ તીર્થકરોના સાધુ અકલ્પસ્થિત કહેવાય છે.
જે આહાર ગૃહસ્થોએ કલ્પસ્થિત સાધુઓને માટે બનાવ્યો છે, તેને તેઓ ગ્રહણ કરી શકતા નથી. પરંતુ અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે. તેમજ જે આહાર અકલ્પસ્થિત સાધુઓ માટે બનાવ્યો હોય તેને અન્ય અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે અને બધા કલ્પસ્થિત સાધ ગ્રહણ કરી શકતા નથી. દસ કલ્પ(સાધના આચાર) આ પ્રકારે છે૧. અચલકલ્પ– અમર્યાદિત વસ્ત્ર ન રાખવા પરંતુ મર્યાદિત વસ્ત્ર રાખવા. રંગીન વસ્ત્ર ન રાખવા પરંતુ સ્વાભાવિક રંગના અર્થાત્ સફેદ રંગના વસ્ત્ર રાખવા. મૂલ્યવાન ચમકતા વસ્ત્ર ન રાખવા પરંત અલ્પ મૂલ્યના સામાન્ય વસ્ત્ર રાખવા. ૨. ઔદેશિક કલ્પ– અન્ય કોઈ પણ સાધર્મિક કે સાંભોગિક સાધુઓના ઉદેશ્યથી બનાવેલા આહાર આદિ દેશિક દોષવાળા હોય છે. એવો આહાર ગ્રહણ ન કરવો. ૩. શય્યાતરપિંડ કલ્પ– શય્યાદાતા(મકાન માલિક)ના આહારાદિ ગ્રહણ ન કરવા. ૪. રાજપિંડ કલ્પ– મુકુટ અભિષિક્ત, રાજાઓના આહારદિન લેવા. ૫. કૃતિકર્મ કલ્પ– રત્નાધિકને વંદન આદિ વિનય વ્યવહાર કરવો. ૬. વ્રત કલ્પ- પાંચ મહાવ્રતોનું પાલન કરવું અથવા ચાર યામનું પાલન કરવું, ચાર યામમાં ચોથા અને પાંચમા મહાવ્રતનું સમ્મિલિત નામ (બહિદ્દાણ) છે. ૭. જ્યેષ્ઠ કલ્પ– જેની વડી દીક્ષા(ઉપસ્થાપના) પહેલા થઈ હોય છે, તે જ્યેષ્ઠ કહેવાય છે. તેઓને જ્યેષ્ઠ માનીને સર્વ વ્યવહાર કરવો તે જ્યેષ્ઠ કલ્પ કહેવાય છે. સાધ્વીઓને માટે બધા સાધુ યેષ્ઠ હોય છે, તેથી તેઓને જ્યેષ્ઠ માનીને વ્યવહાર કરવો, તે પુરુષ
જ્યેઠ કલ્પ કહેવાય છે. ૮. પ્રતિક્રમણ કલ્પ– નિત્યનિયમિત રૂપથી દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરવું. ૯. માસ કલ્પ– હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં વિચરણ કરતા થકાં કોઈ પણ પ્રામાદિમાં એક માસથી અધિક ન રહેવું તથા એક માસ રહ્યા પછી બે માસ સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું, સાધ્વીને માટે એક માસના સ્થાન પર બે માસનો કલ્પ સમજવો. ૧૦. ચાતુર્માસ કલ્પ– વર્ષા ઋતુમાં ચાર માસ સુધી એક જ પ્રામાદિમાં સ્થિત રહેવું ,વિહાર ન કરવો. ચાતુર્માસ પછી તે ગામમાં ન રહેવું અને આઠ માસ(અને પછી ચાતુર્માસ આવી જવાથી બાર માસ) સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું.
આ દસ કલ્પનું પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓએ પાલન કરવું આવશ્યક હોય છે. મધ્યમ તીર્થકરોના સાધુ સાધ્વીઓએ ચાર કલ્પનું પાલન કરવું આવશ્યક હોય છે, શેષ છ કલ્પોનું પાલન કરવું તેઓને આવશ્યક નથી.
ચાર આવશ્યક કલ્પ– (૧) શય્યાતરપિંડ કલ્પ (૨) કૃતિકર્મ કલ્પ (૩) વ્રત કલ્પ (૪) જ્યેષ્ઠ કલ્પ. છ ઐચ્છિક કલ્પોનું સ્પષ્ટીકરણ:(૧) અચેલ– અલ્પ મૂલ્ય કે બહુમૂલ્ય તેમજ અલ્પ કે અધિક પરિમાણમાં ઈચ્છાનુસાર જે મળે તેવા વસ્ત્રો રાખવા.
વયંના નિમિત્તે બનાવેલ આહારાદિ ન લેવા પરંત અન્ય કોઈ સાધર્મિક સાધને માટે બનાવેલ આહારાદિ ઇચ્છાનુસાર લેવા. (૩) રાજપિંડ– મુર્ધાભિષિક્ત રાજાઓનો આહાર ગ્રહણ કરવામાં ઈચ્છાનુસાર કરવું. (૪) પ્રતિક્રમણ– નિયમિત પ્રતિક્રમણ ઈચ્છા હોય તો કરવું પરંતુ પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. (૫) માસ કલ્પ- કોઈપણ ગ્રામાદિમાં એક માસ કે તેનાથી અધિક ઇચ્છાનુસાર રહેવું કે ગમે ત્યાં આવીને રહેવું. (૬) ચાતુર્માસ કલ્પ– ઇચ્છા હોય તો ચાર માસ એક જગ્યાએ રહેવું અથવા ન રહેવું પરંતુ સંવત્સરી પછી કારતક સુદ પુનમ સુધી એક જ જગ્યાએ રહેવું. ત્યાર પછી ઇચ્છા હોય તો વિહાર કરવો, ઈચ્છા ન હોય તો ન કરવો.
પરિશિષ્ટ–૬: બાર સહભોગ અને તેનો વિવેક [ઉદ્દેશક–૪: સૂત્ર–૨૦થી ૨૮] સાધુ મંડલીમાં એક સાથે બેસવું, ઉઠવું, ખાવું, પીવું તથા અન્ય દૈનિક કર્તવ્યોનું એક સાથે પાલન કરવું સહભોગ કહેવાય છે. સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાં સહભોગના બાર ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે