________________
jainology
287
આગમસાર
એનાથી વિપરીત અર્થાત્ છેદન–ભેદન કરવાથી કે અગ્નિ આદિમાં પકવવાથી પણ અર્ધપક્વ હોવાની દશામાં તેમાં સચિત્ત રહેવાની સંભાવના હોય તો તે ભાવથી અપક્વ અર્થાત્ શસ્ત્ર-અપરિણત કહેવાય છે અને તે અગ્રાહ્ય હોય છે.
વનસ્પતિના વિભાગોની સજીવ અવસ્થાઓઃ આગમ ચિંતન વનસ્પતિની જાતિઓ અને વિભાગ:
આગમોમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ કહ્યા છે– (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય.
પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર છે. જેમ કે– (૧) વૃક્ષ (૨) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વેલ (૬) તૃણ (૭) વલય (૮) પર્વ (૯) કુહણા (૧૦) જલરૂહા (૧૧) ધાન્ય (૧૨) હરિત.- ઉત્તરા સૂત્ર અ. ૩૬ તથા પ્રજ્ઞાપના પદ–૧.
બાર પ્રકારની તે પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ બધી વનસ્પતિઓના દસ વિભાગ હોય છે. જેમ કે- (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) કુંપળ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. વિભાગોમાં જીવોની સંખ્યા :- તે દશ વિભાગોમાં પણ પ્રારંભિક કાચી અવસ્થામાં અમુક-અમુક લક્ષણ મળી જાય તો તે દસે વિભાગ મૂળથી લઈને બીજ પર્યતમાં અનંત જીવ હોઈ શકે છે અને ત્યારપછી લક્ષણ પરિવર્તન થતાં અનંત જીવ રહેતા નથી.
બટેટા આદિ જે પદાર્થો સાધારણ વનસ્પતિ છે, તેના પણ મૂળ કંદ યાવત્ બીજ પર્યત ૧૦ વિભાગ હોય છે. તેમાં સૂચિત્ત કરેલા નામથી જે કંદ કે મૂળ વિભાગ છે, તે તો અચિત્ત ન થાય ત્યાં સુધી અનંતકાય(અનંત જીવો જ રહે છે, એવું સમજવું જોઇએ અને શેષ ૮ વિભાગ(બીજ પર્યત)માં સત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય ૨
I સૂત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય રહી શકે છે. જ્યારે લક્ષણ ન મળે તો તે વિભાગ અનંત કાય નથી રહેતા, અસંખ્યાતજીવી અથવા પ્રત્યેક કાર્ય થઈ જાય છે.
આ પ્રકારે સાધારણ વનસ્પતિના કંદ કે મૂળ સિવાયના વિભાગ પ્રત્યેક કાર્યો થઈ શકે છે અને પ્રત્યેક વનસ્પતિના દસ વિભાગમાં કાચી પ્રારંભિક અવસ્થામાં અનંત જીવ પણ રહી શકે છે. (અનંત કાયના લક્ષણ માટે જુઓ, અહિંજ આગળ.) વૃક્ષોમાં જીવ સંખ્યા :- અનંતકાયના લક્ષણોના અભાવમાં પ્રત્યેક વનસ્પતિકાય મૂળ કન્દ આદિ દસ વિભાગ યુક્ત સંપૂર્ણ વૃક્ષ અસંખ્યજીવવાળા કે સંખ્યાત જીવવાળા એમ બે પ્રકારના હોય છે તથા તેના મૂળ કદ યાવત્ બીજ પર્યતનો વિભાગ અસંખ્યાત કે સંખ્યાત અથવા એક જીવી પણ હોય છે અને કોઈ વિભાગ નિર્જીવ પણ થઈ જાય છે. વૃક્ષનો મુખ્ય જીવ - વૃક્ષનો મુખ્ય જીવ એક સ્વતંત્ર હોય છે. જેના આત્મ પ્રદેશ વૃક્ષના દસે વિભાગો સુધી રહે છે. આખા વૃક્ષની અવગાહના તેની અવગાહના કહેવાય છે. તે જીવનું આયુષ્ય સમાપ્ત થઈ જવા પર “પઉટ્ટપરિહાર' ન હોય તો આખું વૃક્ષ ધીરે—ધીરે સુકાઈને સૂંઠું બની જાય છે. જો મુખ્ય જીવના મરણ પછી પટ્ટિપરિહાર થઈ જાય અર્થાત્ બીજો જીવ આવીને કે તે જ જીવ પુનઃ આવીને મુખ્ય જીવ પણે ઉત્પન્ન થઈ જાય તો વૃક્ષની સ્થિતિ નવા આવેલા જીવની ઉમર સુધી રહે છે અને તે નવા આવેલ જીવની પર્યાપ્તિ પૂર્ણ થતાં જ પૂર્ણ વૃક્ષની અવગાહના જેવડી અવગાહના થઈ જાય છે. વિભાગોના મુખ્ય જીવ - વૃક્ષના દસ વિભાગોમાં મુખ્ય જીવ અલગ–અલગ હોય છે. એક પત્ર' માં મુખ્ય જીવ એક જ હોય છે. શેષ વિભાગોમાં મુખ્ય જીવ એક કે અનેક કે અસંખ્ય પણ હોઈ શકે છે. વિભાગોના મુખ્ય જીવોના આશ્રયે રહેલા જીવો – આ બધા મુખ્ય જીવોના આશ્રયે અમુક લક્ષણ અવસ્થાઓમાં અનંત, અસંખ્ય કે સંખ્ય જીવ પણ રહી શકે છે. અર્થાત્ અનંતકાયના લક્ષણ હોય ત્યાં સુધી અનંત જીવો, પૂર્ણ કાચી અથવા લીલી અવસ્થામાં રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને અર્ધ પક્વ અથવા પક્વ અવસ્થામાં સંખ્યાતા જીવ તથા અનેક જીવ અને પૂર્ણ પક્વ(પાકી) તથા શુષ્ક અવસ્થામાં અનેક કે એક જીવ હોય છે અને કોઈ વિભાગ સુકાઈ જતાં નિર્જીવ પણ થઈ જાય છે. જીવ સંખ્યા નિષ્કર્ષ :- આ પ્રકારે અનેકાન્ત દષ્ટિથી મૂળથી લઈને બીજ સુધીના બધા વિભાગ કોઈ સ્થિતિમાં અનન્ત જીવ, અસંખ્યાત જીવ, સંખ્યાતા જીવ, અનેક જીવ, એક જીવ અને નિર્જીવ પણ હોઈ શકે છે. સ્થિતિઓ:- વૃક્ષના દસ વિભાગોની ભિન્ન-ભિન્ન ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ ભગવતી સૂત્ર શતક ૧૧ તથા શતક–૨૧, ૨૨, ૨૩ માં બતાવી છે.
કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તો તે તે સ્થિતિ પર્યત તેટલા વિભાગ જીવ યુક્ત અર્થાત્ સચિત્ત રહે છે તથા કોઈ વ્યાઘાત થવા પર, તેના પહેલાં પણ તે અચિત્ત થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. મધ્યમ સ્થિતિ હોય છે. વ્યાઘાત બે પ્રકારના છે જેમ કે– (૧) સ્વાભાવિક આયુષ્ય પૂરું થવા પર (૨) શસ્ત્રથી છેદન-ભેદન થવા પર. બીજ અને ફળોની અવસ્થા - વૃક્ષના મૂળથી લઈને પુષ્પ પર્વતના આઠ વિભાગોનું સચિત્ત અચિત્ત હોવાનો નિર્ણય પ્રાયઃ નિર્વિવાદ છે, અર્થાત્ તે વિભાગ સુકાઈ જતાં કે શસ્ત્ર પ્રયોગ થતાં અચિત્ત થાય છે અને જ્યાં સુધી ભીના હોય કે અગ્નિ આદિથી પૂર્ણ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. ફળ - વનસ્પતિનો નવમો વિભાગ ફળ છે, તે પણ સુકાઈ જવાથી કે અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત થવાથી અચિત્ત થઈ જાય છે અને પુરું પાકુ ફળ તો બીજ અને ડીંટીયાથી અલગ થવાથી સ્વાભાવિક જ અચિત્ત છે, સુકાઈ જવાથી કે અગ્નિ પર શસ્ત્ર પરિણત થવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પણ આ ફળ વિભાગ બીજ કે બીજોથી સંબંધિત હોય છે તે કારણે પૂર્વના આઠ વિભાગોની સમાન તેની નિર્વિવાદ અચિત્તતા સ્વતંત્ર નથી. કેટલાંક ફળો વિવાદસ્પદ છે અને તેથી તથ્ય કેવલી ગમ્ય છે. એક બીજવાળા ફળ – કોઈ ફળમાં એક બીજ(ગોટલી) હોય છે. તે ફળની સાથે જ પૂર્ણ પાકી જાય છે અને સરલતાથી ફળથી અલગ પણ થઈ જાય છે. એવા પાકા ફળોની શેષ અંશની અચિત્તતા નિર્વિવાદ છે, તો પણ ફળનું ડીટીયું સ્વસ્થ છે અર્થાત્ સડી નથી ગયું તો તે સચિત્ત છે, સાથે પાકા ફળોની છાલ પણ સચિત્ત અચિત્ત બંને અવસ્થામાં રહે છે. ૧. તાજા ચમકદાર અને સખત સ્પર્શવાળા સચિત્ત છે.