________________
આગમસાર–પૂર્વાર્ધ
286
સૂત્ર−૧૮–૨૧ : સાધ્વીજીએ વસ્ત્ર રહિત હોવું, પાત્ર રહિત હોવું, શરીરને વોસીરાવીને રહેવું, ગામની બહાર આતાપના લેવી કલ્પતી નથી, પરંતુ સૂત્રોક્ત વિધિથી તે ઉપાશ્રયમાં આતાપના લઈ શકે છે.
સૂત્ર-૨૨-૪૫ : સાધ્વીજીએ કોઈપણ પ્રકારના આસનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈને રહેવું કલ્પતું નથી. પ્રતિજ્ઞા વિના કોઈ પણ આસન કરી શકે છે.
સૂત્ર-૪૬-૪૮ : સાધુ-સાધ્વી રાતના રાખેલા આહાર પાણી ઔષધ કે લેપ્ય પદાર્થોને પ્રબલ કારણ વિના ઉપયોગમાં લઈ ન શકે, પ્રબલ કારણથી તે પદાર્થોને બીજા દિવસે ઉપયોગમાં લઈ શકે છે.
સૂત્ર-૪૯ : પરિહાર તપ વહન કરનારા સાધુ સેવાને માટે વિહાર કરતાં માર્ગમાં પોતાની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરી લ્યે તો તેને સેવા કાર્યથી નિવૃત્ત થવા પર અતિ અલ્પ પ્રાયશ્ચિત્ત દેવું જોઇએ.
સૂત્ર-૫૦ : અત્યંત પૌષ્ટિક આહાર આવી ગયા પછી સાધ્વીએ અન્ય આહારની ગવેષણા ન કરવી જોઇએ પરંતુ તે આહારથી નિર્વાહ ન થઈ શકે એટલો અલ્પ માત્રામાં જ આહાર હોય, તો ફરીથી ગોચરી લેવા માટે જઈ શકે છે.
છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ
સૂત્ર-૧ : સાધુ-સાધ્વીજીએ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઇએ (૧) અસત્ય (૨) હીલિત (૩) પ્રિંસીત (૪) કઠોર વચન (૫) ગૃહસ્થના સંબોધન (૬) ક્લેશ ઉત્પાદક વચન.
સૂત્ર-૨ : કોઈપણ સાધુ પર અસત્ય આરોપ ન લગાવવો જોઇએ કારણ કે પ્રમાણના અભાવમાં સ્વયંને જ પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું પડે છે. સૂત્ર–૩–૬ : સાધ્વી પગમાંથી કાંટો કાઢવા કે આંખમાં પડેલ રજ આદિ કાઢવા શ્રાવિકાની મદદ લઈ શકે છે. સાધુએ અન્ય સાધુથી ન નીકળે તો શ્રાવકની મદદ લઈ યથા યોગ્ય આલોચના, પ્રાયશ્ચછિત લેવું જોઇએ. સૂત્ર-૭–૧૮ : સંઘાડાથી વિખૂટી પડી ગયેલી સાધ્વી કે ઉન્મત્ત, પાગલ, ભયાક્રાંત, અશાંતચિત્ત આદિ સાધ્વીને સહારો સામાન્ય સંજોગમાં તો અન્ય સાધ્વીઓજ આપી શકે. વિશેષ પરિસ્થિતિમાં શ્રાવિકા કે ગ્રહસ્થી(માતાપિતા)ની સહાય લેવી જોઇએ, એજ વિવેક અને નીતી છે.લોકનિંદા થાય તેવું કોઈ કાર્ય કરવું ન જોઈએ. ઓપરેશન વગેરે કોણ કરે તે મહત્વનું નથી કારણકે ત્યારે વેદનીય કર્મના ઉદયને કારણે અશાતાજ ભોગવવાની હોય છે. અને પ્રાયઃ ડોકટરો કોઈ પણ હોઈ શકે છે. તેમાં લોકનિંદાનું કારણ નથી . સૂત્ર-૧૯ : સાધુ-સાધ્વી સંયમ નાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. (૧) અસ્થિર કાય રાખવી (૨) ચક્ષુ લોલુપ હોવું (૩) વાચાલ હોવું (૪) તણતણાટ કરવો (૫) ઇચ્છાઓને આધીન થવું (૬) નિદાનકારી થવું.
સૂત્ર-૨૦ : સંયમ પાલન કરનારાઓને વિવિધ સાધનાની અપેક્ષાથી છ પ્રકારની આચાર મર્યાદા હોય છે. સ્થવિરકલ્પ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધ કલ્પ, સામાયિક ચારિત્ર (ઈત્વરીક અને યાવતજીવન), છેદોપસ્થાપનીય (નિરઅતિચાર અને સઅતિચાર). ઈત્વરીક સામાયિક ચારિત્રીને પછી નિરઅતિચાર છેદોપસ્થાપનીય હોય છે.
॥ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ સંપૂર્ણ
પરિશિષ્ટ-૧ : તાલ–પ્રલંબ સૂત્ર પર વિચારણા
[ઉદ્દેશક-૧, સૂત્ર–૧–૫] સૂત્ર પઠિત ‘તાલ પ્રલમ્બ’ પદ બધા ફળોનું સૂચક છે. એકને ગ્રહણ કરવા પર બધા સજાતિય ગ્રહણ કરી લેવાય છે. એ ન્યાય અનુસાર ‘તાલપ્રલમ્બ’ પદથી તાલ—ફલ સિવાય કેળા, કેરી,આદિ ફળ પણ ગ્રહણ કરવા અભીષ્ટ છે.
એવી રીતે ‘પ્રલમ્બ’ પદને અંતઃદીપક(અન્તના ગ્રહણથી આદિ અને મધ્યનું ગ્રહણ) માનીને મૂળ, કન્દ, સ્કન્ધ આદિ પણ
ગ્રહણ ર્યા છે.
પહેલા, બીજા સૂત્રમાં ‘આમ’ પદનો અપકવ અર્થ અને ‘અભિન્ન’ પદનો શસ્ત્ર અપરણિત અર્થ અને ‘ભિન્ન’ પદનો શસ્ત્ર પરિણત અર્થ છે.
ત્રીજા, ચોથા અને પાંચમાં સૂત્રમાં અભિન્ન પદનો અખંડ અર્થ અને પકવ પદનો શસ્ત્ર પરિણત અર્થ અભીષ્ટ છે. ભાષ્યમાં ‘તાલ પ્રલમ્બ’ પદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કરેલ છે. યથા—
(મૂલે કંદે ખંધે તયા ય સાલે પવાલ પત્તે ય . પુલ્ફે ફલે ય બીએ, પલંબ સુત્ત િદસ ભેયા) —બૃહત્ક્ષ ઉર્દૂ. ૧, ભાષ્ય ગા. ૮૫૪ આ પાંચ સૂત્રોનો સંયુક્ત અર્થ એ છે કે સાધુ અને સાધ્વીઓ પકવ કે અપકવ ૧. મૂળ ૨. કંદ ૩. સ્કંધ ૪. ત્વક્ ૫. શાલ ૬. પ્રવાલ ૭. પત્ર ૮. પુષ્પ ૯. ફળ અને ૧૦. બીજ; અશસ્ત્ર પરિણત હોય તો તેને ગ્રહણ કરી શકતા નથી. પરંતુ જો તે શસ્ત્ર પરિણત હોય તો તેને સાધુ–સાધ્વી ગ્રહણ કરી શકે છે.
આ સૂત્રોમાં પ્રયુક્ત ‘આમ, પકવ, ભિન્ન અને અભિન્ન’, આ ચારે પદોની ભાષ્યમાં દ્રવ્ય અને ભાવથી ચોભંગીઓ કરીને એ બતાવ્યું છે કે ભાવથી પકવ કે ભાવથી ભિન્ન અર્થાત્ શસ્ત્રપરિણત તાલપ્રલમ્બ હોય તો સાધુએ ગ્રહણ કરવું કલ્પે છે. પ્રથમ સૂત્રમાં કાચા તાલપ્રલંબ શસ્ત્રપરિણત ન હોય તો અગ્રાહ્ય કહ્યા છે અને બીજા સૂત્રમાં તેઓને શસ્ત્ર પરિણત(ભિન્ન) થવા પર ગ્રાહ્ય કહ્યા છે.
જેવી રીતે બીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન થવા પર કાચા તાલ પ્રલમ્બ ગ્રાહ્ય કહ્યા છે, એવી રીતે ત્રીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ સાધુને માટે ગ્રાહ્ય કહ્યા છે.
જે ફળ સ્વયં પાકીને જાડ પરથી નીચે પડી ગયું છે અથવા પાકી જવા પર વૃક્ષ પરથી તોડી લેવામાં આવે છે, તેને દ્રવ્ય પકવ કહેવાય છે. તે દ્રવ્યપક્વ ફળ પણ સચિત્ત, સજીવ અને બીજ ગોટલી આદિથી સંયુક્ત હોય છે. તેથી જ્યારે તેને શસ્ત્રથી સુધારીને ગોટલી આદિ દૂર કરી લ્યે અથવા જેમાં અનેક બીજ હોય તો તેને અગ્નિ આદિમાં પકાવીને, ઉકાળીને કે શેકીને સર્વથા અસંદિગ્ધ રૂપથી અચિત્ત–નિર્જીવ કરી લીધુ હોય તો તે ભાવપક્વ શસ્ત્ર પરિણત કહેવાય છે અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય છે.