________________
આગમસાર–પૂર્વાર્ધ
264
જવી જોઇએ, કારણ કે કહેનારા પ્રાયઃ પોતાના સમય શક્તિને નિરર્થક વ્યય કરવારૂપ પાગલ દિમાગવાળા તો નથી હોતા. માટે પોતાના માન– સંસ્કારને અલગ રાખીને વિચારવું જોઇએ.
જો કોઈ ભૂલ ધ્યાનમાં ન આવે તો પણ ‘પોતાના ઉપરથી ભાર હટાવી દઉ' આવું વિચારીને કોઈને જવાબ ન દેવો, બચાવ ન કરવો, પરંતુ ભાવ અથવા વચનથી આદર સહિત તેના વચનને સાંભળીને રહી જાવું, જેમ કે– હા ભગવાન! હા જી, ઠીક, સારું, ઘ્યાનમાં રાખવાનો ભાવ, ‘આવું કરવું,’ ‘સારું,’ ધ્યાન રાખ્યું આપે,’ આગળ આવું ધ્યાન રાખવાની કોશિશ કરીશ, ઇત્યાદિ અથવા સ્મિત માત્રથી સાંભળીને સામે વાળી વ્યક્તિને કોઈપણ પ્રકારથી અપમાનિત ન કરવું.
જો કહેનાર પુરુષ કંઈ જવાબની આશાથી કહેતો હોય, કોઈ જાણકારી (સ્પષ્ટીકરણ) સાંભળવા ઇચ્છતો હોય તો તેને ઉપકારી, હિતેચ્છુ સમજીને, તેના પર નારાજ ન થતાં, તેના પ્રત્યે પ્રસન્નતાનો ભાવ રાખતાં, તેની વાતનો આદર કરતાં, એવા ઉચિત્ત અને સીમિત શબ્દોમાં કહેવું કે તેને સમજમાં પણ આવી જાય અને તે કોઈપણ પ્રકારના અપમાનનો અનુભવ ન કરે. તે સિવાય તેના કથનને મૂળથી જ ઉખેડી ફેંકી દેવાની કોશિશ થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઇએ નહિ, અન્યથા બંનેને અશાંતિ થવાનો સંભવ રહે છે.
જો સામે વાળો જવાબ ન ઇચ્છે અને પોતાને જાણકારી કરાવવી હોય તો ઉપર કહેલ સૂચનાઓને ધ્યાનમાં રાખતાં મર્યાદિત અથવા શાંત શબ્દોમાં જાણકારી આપી શકાય. જો કહેવાવાળી વ્યક્તિનો આત્મા તે સમયે શાંતિમાં ન હોય તો બીજા સમયે અવસર જોઈને એકાંતમાં પ્રેમથી અને આત્મીયતાની સાથે, યોગ્ય શબ્દોથી, નમ્રતાની સાથે કહી શકાય. યોગ્યતા જ ન હોય કે સાંભળવા જ ઇચ્છતો ન હોય તો સંતોષ રાખી તેની ઉપેક્ષા કરી દેવી જોઇએ. માધ્યસ્થ ભાવ રાખીને તે વિષય અથવા કાર્યને બદલી નાખવું જોઇએ અથવા પ્રસન્ન મુદ્રાયુક્ત, ક્ષમાયાચના યુક્ત, અનુનયના શબ્દોથી પોતે અલગ થઈ જવું અથવા તેને અલગ થવાનું કહી દેવું જોઇએ, પરંતુ જરાપણ અવિવેક કે આવેશને પ્રગટ થવા દેવો નહિ.
તેની શિક્ષા, ઠપકો અથવા આક્ષેપ વચનોને નિરાધાર કરવાને માટે વિસંવાદ કરવો જોઇએ નહીં. કારણ કે તેમ કરવું પોતાની અયોગ્યતા તેમજ અશાંતિનું જ પ્રતીક બને છે. ઉત્તર સાંભળવાની તેની ઇચ્છા હોય તો પોતાનો ભાવ અથવા સ્પષ્ટીકરણ શાંતિથી કહેવું જોઇએ. અન્યથા સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવું તે જ પર્યાપ્ત છે. એવું કરવાથી પોતાનું ભવિષ્ય ઉન્નત તેમજ શાંત બને છે. બધાને ખુશ રાખવા અથવા પોતાનો આશય સમજાવી દેવો આવી ઠેકેદારી ક્યારેય પણ ન રાખવી જોઇએ પરંતુ પોતાના વચન વ્યવહારથી કોઈને પણ અપમાનિત અથવા અશાંત ન થવું પડે તેવું ધ્યાન રાખવું તથા એને પોતાનું કર્તવ્ય સમજી લેવું જોઇએ.
વ્યક્તિઓમાં ઘણું કરીને ગુણ તેમજ અવગુણ અનેક હોય છે; પરંતુ જેની જે સમયે જેવી દષ્ટિ હોય છે, જેવું પોતાનું ઉપાદાન હોય છે, તથા જેવી પોતાની યોગ્યતા હોય છે તે અનુસાર તેને અનુભવ થઈ શકે છે તેથી દરેક વ્યક્તિના ગુણ સમૂહને પોતાના મગજમાં સંગ્રહિત રાખવાથી તેના પ્રત્યે અશાંતભાવ ઉત્પન્ન થવાનો અવસર જ આવતો નથી.
અશાંતિ(ગુસ્સે) થવામાં મુખ્ય બે કારણ થાય છે– ૧. નિંદા આદિ પ્રવૃત્તિઓથી પોતાના માનનો ભંગ થવા પર, ૨. બીજાઓની ભૂલના ચિંતનનો વેગ મગજમાં વધી જવા ૫૨.
સમાધાન ઉપાય :– (૧) પોતાની ભૂલો અથવા અવગુણોના સમૂહને સ્મરણમાં રાખતો થકો અંતઃકરણમાં ૨હેલ માનસંજ્ઞાને મરેલી જેવી પ્રાયઃ નાબૂદ કરી રાખવી તથા પોતાનાથી વધારે ગુણોવાળાને યાદ રાખીને પોતાને અત્યંત નાના માનતા રહેવું જોઇએ. (૨) બીજાઓના (સંપર્કમાં આવવા વાળાના) ગુણ સમૂહથી પોતાના મગજને સ્વસ્થ રાખવું અને બીજાઓની ભૂલોને પોતાના મગજમાં રાખવી જ નહિ. જોયેલા, સાંભળેલા બધાને ન જોયા, ન સાંભળ્યા કરી દેવા. ઉપેક્ષાના ચિંતનોને ઉપસ્થિત રાખવા. જેમ કે— અલગ–અલગ ક્ષયોપશમ હોય છે, જુદો જુદો સ્વભાવ અને વિવેક હોય છે, સંસારના ભોળા પ્રાણીઓથી શું શું સંભવ નથી ? જેની જેવી ભવિતવ્યતા, મારે કોઈના પણ કઠોર વ્યવહારથી પોતાના આત્માને ભારે બનાવવો નથી. (ગિરિ સર દીસે મુકુરમાં, ભાર ભીજવો નાય) અરીસામાં પહાડનું પ્રતિબિંબ આવે કે સમુદ્રનું, તે તેનાથી ભારે અથવા ભીનો થતો નથી. એવી રીતે મારે સાવધાન રહેવું છે. બીજાઓની ભૂલને વિચારવામાં તેમજ ચર્ચા વાર્તા કરવામાં કોઈપણ ફાયદો, શાંતિ, સમાધિ, ઉન્નતિનો સંભવ નથી; ઇત્યાદિ આ રીતે બીજાઓના ભૂલ રૂપી કચરાને જલ્દીથી એક બાજુ અલગ કરી દેવો અને પોતાની નાની એવી ખામીને શોધીને સાવધાન રહેવું અને વિચારવું કે ઉપાદાન કારણ તો કંઈ પણ વ્યવહારથી મેં જ બગાડ્યું હશે, તેને જ શોધવું કે વિચારવું જોઇએ; સાથે જ ગંભીર તથા શાંત રહેવું જોઇએ. પોતાની પ્રસન્નતાને ક્યારેય પણ ગુમાવવી જોઇએ નહીં, અશાંત બનાવવી જોઇએ નહીં, તે જ પોતાની સમસ્ત સાધનાનો સાર છે.
જ્ઞાની વ્યક્તિ અવગુણોથી દૂર રહીને પોતાની રક્ષા કરે છે. પોતાની રક્ષાની સાથે બીજાને પણ અવગુણો, કર્મબંધનોથી બચાવી શકે છે. જ્ઞાની ક્યારેય પણ અસમાધિ, સંક્લેશ કે માનસિક દુઃખનો અનુભવ કરતા નથી. હંમેશાં શાંત, પ્રસન્ન તેમજ ગંભીર રહે છે. ચંદન વૃક્ષ તો સુગંધથી ભરેલુ હોય છે, કાપવા છતાં પણ સુગંધ આપે છે. કોઈ દ્વેષથી કાપે તો પણ તે જ વ્યવહાર રાખે છે. તેવી જ રીતે જ્ઞાની આત્મા હંમેશાં શાંતિ–શાંતિ જ પ્રસરાવે છે, અશાંતિ અપ્રસન્નતા તેનામાં હોવી જ ન જોઇએ, ત્યારે જ જ્ઞાનાદિ સાધનાઓની સાચી સફળતા છે.
જે કોઈ જ્ઞાની થઈને પણ અશાંત અથવા અસમાધિમાં રહેતા હોય છે, તો તેની જ્ઞાન આરાધના વાસ્તવમાં સફળ નથી; વિધિથી પ્રાપ્ત નથી, વિધિથી તેનું આત્મ પરિણમન થયું નથી અથવા તેનો વિધિપૂર્વક ઉપયોગ કરવાની તેને ખબર પડતી નથી. જેમ કૂતરાના ગળામાં રત્નોનો હાર, ગધેડા પર ચંદનનો ભાર, તેને માટે ઉપયોગી થતું નથી, ઉલટું(ઊંધું) ગ્રહણ કરેલું શસ્ત્ર પોતાનેજ અહિતકર થઈ જાય છે; તેવી રીતે તેનું જ્ઞાન તેને લાભદાયક ન થતાં નુકસાનકારી પણ થઈ જાય છે, માન અને અશાંતિને વધારનાર થઈ જાય છે. માટે પોતાને સુપાત્ર બનાવીને સમાધિમય, શાંત તેમજ પ્રસન્ન જ રહેવું જોઇએ, પરંતુ પોતે અપાત્ર જ્ઞાનીની ગણતરીમાં ન આવે, એનું ધ્યાન રાખવું જોઇએ. ઉત્તરા૦ અ૦ ૨૯માં કહ્યું છે કે શ્રુતજ્ઞાનની આરાધના કરવાવાળા ક્યારેય પણ સંક્લેશને પામતા નથી.