________________
આગમચાર-પૂર્વાર્ધ
248
રાખનું ધોવણ પાણી આગમોમાં સૌથી મોટો લાભ શયાતરને(ઉપાશ્રય આપનારને), ત્યાર પછી પાણીના દાતારને અને તેના પછી આહારના દાતારનો ક્રમ બતાવ્યો છે.પરંત ધોવણ પાણીના લાભથી અજાણ ભાઇબહેનો આહારના દાનને વધારે મહત્વનું સમજે છે.
ગરમીના દિવસોમાં સંતો વિહાર કરીને પધારે ત્યારે આહાર તો ઘણા ઘરોમાં મળી શકે છે પણ પાણીના અભાવમાં એ આહારનો ઉપયોગ કેમ કરે? તેથી પહેલા નિર્દોષ પાણીની ગવેષણા કરશે, અને પાણી મળે તોજ આહાર કરશે. તે સમયે જો નિર્દોષ
લબ્ધ થાય તો મહાન કર્મ નિર્જરાનું કારણ થઇ શકે. શ્રેષ્ટ નિર્દોષ અચિત પાણી રાખથી વાસણ ધોવાથી ઉપલબ્ધ થાય છે. તેથી રાખનું ધોવણ પાણી પીવું બધા જૈન પરિવારો માટે અતિ આવશ્યક છે. રાખનું ધોવણ પાણી પોતાના માટે જ બનાવવાનું છે. તેમાં સંત-સતિજીઓ નીમીત ન બને તેનું પૂરેપુરુ ધ્યાન રાખવું.
રાખનું પાણી આલ્કલાઇન પાણી છે. જે તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે. કાર્બન(ભસ્મ) શરીરમાં સ્કુર્તી લાવે છે. મનને શાંત કષાય રહીત રહેવામાં મદદગાર થાય છે. આલ્કલાઇન પાણીથી શરીરમાં એસીડીટી વધતી નથી, જેથી ઘણા રોગો શાંત થઇ જાય છે.
રાખનાં ધોવણ પાણીમાં નવા પાણીના જીવો ઉતપન્ન થતાં નથી. સાબુપાવડરથી વાસણ ધોવાથી સાબુનો અંશ પેટમાં જાય છે. સાબુનો અંશ નખમાં જતાં નખ વિકૃત થઈ જાય છે. નખમાં પરુ થાય છે અને નખ પાકી જાય છે. સાબુ પેટને પણ નુકશાન કર્તાજ છે. તેને બદલે રાખનો અંશ પેટમાં જાય તો, નુકશાન ન કરતાં શરીરને લાભકારી જ થાય છે. નખ, હાથ પણ તંદુરસ્ત રહે છે.
- આજે પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં છાણાથી રસોઇનો ચુલો સળગાવાય છે. તપાસ કરતાં શુધ્ધ છાણાની રાખ મળવી મુશકેલ નથી. રાખનો પ્રચાર અને મફત વિતરણ કરતી સંસ્થાઓ પણ છે. રાષ્ટ્ર માટે પાના નં-૨. પરના કોઈ પણ નંબર પર ફોન
કરો.
પરિશિષ્ટ–૨: તેત્રીસ બોલ વિસ્તાર પહેલા બોલથી છઠ્ઠા બોલ સુધી પ્રચલિત અને સરલ બોલ છે. તે આવશ્યક સૂત્ર સારાંશમાં પૃષ્ઠ.૧૬૫ અને ૧૭૯માં આપી દીધા છે. બાકીના બોલોમાંથી કેટલાંક બોલોનો વિસ્તાર અહીં આપ્યો છે. તે દરેક સંયમ સાધકે જાણવા અને કંઠસ્થ કરવા બહુ ઉપયોગી છે ભયનાં સાત સ્થાન - ભય એ મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. તેના પ્રભાવથી થતાં આત્મ પરિણામને ભય કહેવાય છે. તે સાત પ્રકારના છે૧. ઈહલોક ભયઃ સજાતીય ભય. મનુષ્યને મનુષ્યથી થતો ભય. ૨. પરલોક ભય : વિજાતીય ભય. તિર્યંચ, દેવ આદિથી થતો ભય. ૩. આદાન ભયઃ ધન આદિના અપહરણનો ભય. ૪. અકસ્માત્ ભય : બાહ્ય નિમિત્તો વિના પોતાના જ સંકલ્પોથી થતો ભય. ૫. રોગ-વેદના ભય: પીડા આદિથી ઉત્પન્ન થતો ભય. ૬. મરણ ભય: મરણનો ભય. ૭. અપયશ ભય: અપકીર્તિનો ભય. આઠ મદ:- ૧. જાતિમદ ૨.કુળમદ ૩. બળમદ ૪. રૂપમદ ૫. તપમદ ૬. સૂત્રમદ ૭. લાભમદ ૮. ઐશ્વર્યમદ – પ્રજ્ઞાપના સૂત્ર. બ્રહ્મચર્યની નવગુપ્તિઓ(નવ વાડ):- ૧. વિવિક્ત શય્યા: સ્ત્રી, પશુ રહિત શય્યા- ઉપાશ્રયનું સેવન કરવું. ૨. સ્ત્રી સંબંધી કથા, વાર્તા, ચર્ચા આદિ ન કરવાં. ૩. સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું અને તેના ઉઠયા પછી પણ તે સ્થાન પર થોડા સમય(કેટલોક વખત) સુધી બેસવું નહીં. ૬. પૂર્વ અવસ્થામાં ભોગવેલાં ભોગોની સ્મૃતિ કરવી નહીં.(ચિંતન કરવું નહીં.) ૭. સદા પ્રણીત રસ એટલે અતિ સરસ આહાર કરવો નહીં. ૮, અધિક માત્રામાં આહાર કરવો નહીં. ૯. વિભૂષાવૃત્તિ: સ્નાન શૃંગાર(શણગાર) કરવો નહીં. ૧૦. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં તથા યશકીર્તિ પ્રશંસામાં આસક્ત થવું નહીં. નોધ:- આ દસમો બોલ ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૧૬માંથી લેવામાં આવ્યો છે. દશ પ્રકારનો શ્રમણધર્મ (સાધુધર્મ):- ૧. શાન્તિ-ક્ષમા. ક્રોધનો વિવેક (ત્યાગ) ૨. મુક્તિ-અકિંચન-લોભનો વિવેક(ત્યાગ) ૩. આર્જવ-જુતા. માયાનો વિવેક(ત્યાગ) ૪. માર્દવ-મૃદુતા. માનનો વિવેક(ત્યાગ) ૫. લાઘવ- લઘુતા. હલકાપણું–અપ્રતિબદ્ધતા ૬. સત્ય-મહાવ્રત આદિ પાલનમાં સત્યનિષ્ઠા ૭. સંયમ-ઈન્દ્રિય નિગ્રહ આદિ ૮. તપ-અનશન આદિ ૯. ત્યાગ-સાધર્મિક સાધુઓને ભોજન આદિ દેવું. ૧૦. બ્રહ્મચર્યવાસ–નિયમ, ઉપનિયમ અને દસ સમાધિયુક્ત બ્રહ્મચર્યનું પાલન. અગિયાર શ્રાવક પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાર ભિક્ષુની પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. તેર ક્રિયા સ્થાન– ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં તે પ્રવૃત્તિઓનું સંકલન છે કે જે કર્મબંધના હેતુભૂત છે. સૂત્રોમાં ક્રિયાઓના વિવિધ પ્રકારના વર્ગીકરણ મળી આવે છે. અહીં પૂર્ણતઃ સૂયગડાંગ સૂત્ર અનુસાર તેર ક્રિયાઓનો ઉલ્લેખ છે. માટે ત્યાં જુઓ. જીવના ચૌદ ભેદ:- પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. પરમાધામીના પંદર ભેદ:- પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. સૂયગડાંગ સૂત્રના સોળ અધ્યયન – સૂત્ર કૃતાંગ સૂત્રમાં જુઓ. સત્તર પ્રકારનો અસંયમ:- ૧. પૃથ્વીકાય અસંયમ ૨. અપ્લાય અસંયમ ૩. તેઉકાય અસંયમ ૪. વાઉકાય અસંયમ ૫. વનસ્પતિકાય અસંયમ ૬. બેઇન્દ્રિય અસંયમ ૭. તે ઇન્દ્રિય અસંયમ ૮, ચૌરેન્દ્રિય અસંયમ ૯. પંચેન્દ્રિય અસંયમ ૧૦. અજીવકાય અસંયમ ૧૧. પ્રેક્ષા અસંયમ ૧૨. ઉપેક્ષા અસંયમ ૧૩. અપહત્ય અસંયમ ૧૪. અપ્રમાર્જના અસંયમ ૧૫. મન અસંયમ ૧૬. વચન અસંયમ ૧૭. કાયા અસંયમ. સ્પષ્ટીકરણ – પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનું મન, વચન, કાયાથી સંઘટન આદિ કરવું. તેને પીડા પહોંચાડવી એ તે જીવો પ્રત્યે કરાતો અસંયમ છે. અજીવ વસ્તુઓ જે નિરંતર કામમાં લેવામાં આવે છે, તેના વ્યવહારમાં જે પ્રમાદ થાય છે, તે અજીવકાય અસંયમ છે.(અજીવ વસ્તુઓનું નિર્માણ પણ સજીવોની હિંસા વગર થતું નથી.)