________________
245
jainology
આગમસાર આચારાંગ સૂત્ર શ્ર.-૨, અ–૧માં એષણો શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેના વિશેષ વિધાનો આ પ્રમાણે છે
(૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ અન્યત્ર આહાર ન મળે તેવી પરિસ્થિતિમાં, દાન દેવાઈ જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી. લઈ શકાય છે. (૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્ધો ભાગ, ચોથો ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૫૬) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં જનઆકીર્ણતા (લોકોનો સમુહ) હોય ત્યાં ગોચરી ન જવું. (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે (ફૂમેજ) દોષ. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે (વીએ) દોષ. ભગવતી સૂત્ર શતક-૭, ઉદ્દેશા-૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગેષણ સંબંધી દોષો આ પ્રમાણે છે–
(so) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈગાલ દોષ(અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણો અંગારા સમાન થઈ જાય છે. (૬૧) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવતાં, આંખ, મખ વગેરે બગાડતાં, મનમાં ખિન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે છે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. (૨) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, જેવા કે– મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યકતા કરતાં વધારે આહાર કરે, ઠાંસી-ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિક્રાંત દોષ છે. (૬૪) સૂર્યોદય પૂર્વ કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તેને ક્ષેત્રાતિકાંત દોષ કહ્યું છે.(ખરેખર એ રાત્રિ ભોજન દોષ છે.) (૬૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિક્રાંત દોષ છે. (૬૬) વિહાર વગેરેના પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર–પાણી લઈ જાય અને વાપરે, તે માર્ગીતિક્રાંત દોષ છે. (૬૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો આહાર(દુષ્કાળ ભક્ત) ન લેવો. (૬૮) દીન દુઃખીઓ માટે બનાવેલો (કિવિણ ભક્ત) આહાર ન લેવો. (૯) બીમારો માટે બનાવેલો કે અપાતો(ગિલાણ ભક્ત) આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો(અનાથ પિંડ) આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો(બલિયા ભક્ત) આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલા ફળના ટુકડા કે રસ, અથવા ટુકડા કરીને મેવા વગેરે તેમજ વાટીને, મથીને તૈયાર કરેલો આહાર વહોરાવે; તો તે રચિત્ત દોષવાળા કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતર કરીને આપે તે પણ રચિત્ત દોષ છે. (૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણ પિંડ દોષ છે. અનાગ્રહ ભાવે સાધુને નિવેદન કરવું કે ભાવના ભાવવી તે સુપાત્રદાનની લાગણી કહેવાય છે. તેમાં પણ અનાગ્રહ ભાવોનો અને નિર્દોષતાનો વિવેક હોવો જરૂરી છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ અહિંસા સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિનિષેધ છે, તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે
(૭૪) મુનિ ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી પોતાના હાથે લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે. – આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭૬) આહાર કરતાં પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. (૭૯) આહાર કરતાં મુખથી ચવ–ચવ કે સુડ–સુડનો અવાજ કરતાં અર્થાત્ સબડકા લઈને આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે
(૮૦) આ વાસણમાં શું છે? પેલા વાસણમાં શું છે? તેમ પૂછી-પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત (૮૨) મુનિ પહેલાં કંઈપણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત (૮૪) મુનિ પાસસ્થા-શિથિલાચારી સાધુને આહાર દે કે તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુપ્સિત અને નિંદિત ગહિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત (૮૬) મુનિ શય્યાદાતા (રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલી(સહાય)નો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.(નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ ક્ય છે.) દશવૈકાલિક સૂત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે
(૮૮) વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય ત્યારે મુનિ ગોચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય (૮૯) જે ગૃહસ્થ પોતાના ઘરે આવવાની ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. વળી પછીથી નિમંત્રે તો માનકષાયથી અભિભૂત થયા વગર પોતાના અવસરે જવું.(૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. વરંડાનો ઝાંપો કે દરવાજો આજ્ઞા વગર ખોલવો નહિં. પ્રાઇવેટ રસ્તાઓ, ગલીઓ વગેરે પણ આજ્ઞા વગર ઓળંગવા નહિં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા કે અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૨) ફૂલ, બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનું લીધેલું કે ધોયેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૯૫) શુચિધર્મી(ચોખ્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. અન્ય ઘરોમાં પણ ગૃહસ્થ આમંત્રે ત્યા સુધીજ વિવેક જાળવીને જવું. (૯૬) વહોરાવવા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સ્પર્શ(સંઘટ્ટો) કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૭) ગોચરી વહોરાવવાના પહેલાં કે પછી