________________
આગમસાર–પૂર્વાર્ધ
244 પ્રકારે અદત્ત દોષ છે. (૧૬) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે
(૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે. (૧૮) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ-દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૨૧) મુનિ ભિખારીની જેમ દિનતાપૂર્વક માંગી–માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળરૂપ આશીર્વચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનપક દોષ છે. (૨૨) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે. (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે હું ભિક્ષા લઈને જ રહીશ” એમ કહીને પછી ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાનીપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે. (૨૫) રૂ૫ અથવા વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈ પણ પ્રકારે માયા-કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઇચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રામાં આહારાદિ લઈ લે અથવા ઇચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે, આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ છે. (૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (૨૯) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩૨) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહરૈષણાના)૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે
(૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત છે કે નહીં? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ(સંઘટ્ટો) થયો છે કે નહીં? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે. (૩૪) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તેને લેવી તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, દાતા તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ય વ્યક્તિ, પૂરા મહીનાવાળી ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં-કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ, જેમ કે– મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તેમજ ધોવણ પાણી અથવા ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી વગેરે પૃથ્વી- કાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેના દ્વારા ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે આહાર કોઈ પણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે
(૪૩) આજ્ઞા લીધા વગર અર્ધા ખલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સ્પર્શ-સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા માટે એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ લાગે છે તેને (મંડીપાહુડ્યિા) દોષ કહેવાય છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે (બલિ પાહુડ્યિા) દોષ છે. (૪૭) ઠવણા પાહુડિયાએ (ભિખારીને માટે રાખેલ)(૪૮)સંકિએ-સંકા જવા છતા લીધુ હોય (૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ છે. તેમજ આહાર વાપરતા સમયે કે આહાર ર્યા પછી મનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરહે તો તે પરિસ્થાનિકા દોષ છે. (૫૦) માંગી–માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે (અવભાસણ) દોષ છે.(આ ૪૨ દોષ માંહેનો વનીમગ દોષ છે.) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને ૨૪માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે
(૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (૫૨) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે, જેમ કે- ૧. સુધાવેદનીયના ઉપશમ માટે, ૨. આચાર્યાદિની સેવા માટે, ૩. ઈર્ષા સમિતિના શોધન માટે અર્થાત્ ગમનાગમનના વિવેક માટે, ૪. સંયમ નિર્વાહ માટે, ૫. દસ પ્રાણોને ધારણ કરવા માટે, ૬. ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર છોડી દે, જેમ કે– ૧. વિશિષ્ટ રોગચંતક થાય ત્યારે ધૈર્ય રાખી આહારનો ત્યાગ કરવો. ૨. ઉપસર્ગ આવે ત્યારે આહારના પ્રત્યાખ્યાન કરવા. ૩. બ્રહ્મચર્યનાં પાલન-સુરક્ષા માટે આહાર છોડી તપસ્યા કરવી. ૪. જીવ દયા માટે અર્થાત્ વરસાદ વરસતો હોય કે ત્રસ જીવોની વધારે ઉત્પતિ થઈ જાય તો ગોચરી ન જવું. ૫. તપશ્ચર્યા કરવા માટે . અનશન (સંથારો) કરવા માટે આહારનો ત્યાગ કરે.