________________
219
jainology
આગમસાર (૧૧) આચારાંગ સૂત્રના કુલ ૨૫ અધ્યયન છે. નિશીથસૂત્ર આચારાંગની ચૂલિકા રૂપ અધ્યયન છે. તેને જોડીને આચારાંગના ૨૫ અધ્યયન કહ્યા છે. (અર્થાત્ “વિમુક્તિ” અધ્યયન ગણવામાં આવતું નથી, આથી આ નિશીથ સૂત્રને અલગ ર્યા પછી અધ્યયન સંખ્યા પૂર્તિને માટે જોડવામાં આવેલ હોવાની સંભાવના છે.)(૧૨) ત્રણ છેદ સૂત્ર(દશા–કલ્પ–વ્યવહાર)ના ૨૬(૧૦+૪+૧૦) ઉદ્દેશક છે (૧૩) સાધુના ૨૭ ગુણ કહ્યા છે. નક્ષત્ર માસ ૨૭ દિવસનો હોય છે.(૧૪) પ્રાયશ્ચિત્ત આરોપણા રૂપ આચાર પ્રકલ્પ ૨૮ છે. (૧૫) મતિજ્ઞાનના અવગ્રહાદિ ૨૮ ભેદ છે, મોહનીય કર્મના ૨૮ ભેદ છે. (૧૬) ૨૯ પાપ સૂત્ર છે. આષાડ આદિ મહિના ૨૯ દિવસના હોય છે. (૧૭) ત્રીસ મોહનીય(મહામોહનીય) કર્મબંધના સ્થાન છે. (૧૮) એક દિવસના ૩૦ મુહૂર્ત હોય છે, તેના અલગ-અલગ નામ છે. (૧૯) ત્રેવીસમા, ચોવીસમા તીર્થકર ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા. (૨૦) સિદ્ધોના ૩૧ ગુણ છે. (૨૧) અંતિમ મંડલમાં સૂર્યનો ચક્ષુસ્પર્શ ૩૧૮૩૧.૫ યોજન હોય છે. (૨૨) ૩ર યોગ સંગ્રહ છે તેનું આચરણ કરવાથી સંયમની આરાધના સારી રીતે સંપન્ન થાય છે. (૨૩) બત્રીસ પ્રકારના નાટક કહ્યા છે. રેવતી નક્ષત્રના ૩ર તારા છે. (૨૪) ગુરુની ૩૩ પ્રકારે આશાતના થાય છે. (૨૫) ચમરચંચા રાજધાનીના એક દ્વારની દ્વાર શાખા પર ૩૩-૩૩ ભવન છે. તે સિવાય વિમાનાવાસ,નરકાવાસનો વિસ્તાર,કર્મ પ્રકૃતિના ભેદ અથવા બંધ,તીર્થકર વગેરેની અવગાહના આદિ, પૂર્વોની વસ્તુ સંખ્યા આદિ વિષય પણ યથા સ્થાન આ સમવાયોમાં છે
સમવાયઃ ૩૪ થી ૭૦ (૧) તીર્થકરના ચોત્રીસ અતિશય :- ૧. કેશ, મૂછ, રોમ, નખનું મર્યાદામાં વધવું, પછી ન વધવું ૨. રોગ રહિત શરીર તેમજ નિરુપલેપ નિર્મળ શરીર ૩.રક્ત માંસ સફેદ ૪. શ્વાસોશ્વાસ સુગંધી ૫. આહાર-વિહાર અદશ્ય, પ્રછન્ન ૬. ચક્ર ૭. છત્ર ૮. ચામર ૯. સિંહાસન ૧૦. ધર્મધ્વજ ૧૧. અશોકવૃક્ષ ૧૨. ભામંડલ ૧૩. વિહારમાં સમભૂમિ ૧૪. કાંટાનું અધોમુખ થવું ૧૫. ઋતુ પ્રકૃતિનું શરીરને અનુકૂળ થવું ૧૬. એક યોજન ભૂમિ પ્રમાર્જન ૧૭. જલસિંચન ૧૮. પુષ્પોપચાર ૧૯. અમનોજ્ઞ શબ્દાદિનો અપહાર ૨૦. મનોજ્ઞનો પ્રાદુર્ભાવ ૨૧. યોજનગામી સ્વર રર. એક ભાષામાં ધર્મોપદેશ ૨૩. જીવોનું પોત પોતાની ભાષામાં પરિણમન ૨૪. સમવસરણમાં દેવ, મનુષ્ય, જનાવર બધા વેર ભૂલીને ધર્મશ્રવણ કરે ૨૫. અન્ય તીર્થિકો દ્વારા વંદન ૨૬. નિરુત્તર થવું ૨૭. ૨૫ યોજન સુધી ઉપદ્રવ શાંતિ ૨૮. મારી-મરકી આદિ બિમારી ન હોય ૨૯. સ્વચક્રના ભયનો અભાવ ૩૦. પરચક્રના ભયનો અભાવ ૩૧. અતિવૃષ્ટિ ન હોય ૩૨. અનાવૃષ્ટિ ન હોય ૩૩. દુર્ભિક્ષ, દુષ્કાળ ન હોય ૩૪. પહેલાં ઉત્પન્ન થયેલા વ્યાધિ, ઉપદ્રવની શાંતિ. (૨) જંબૂદ્વીપમાં ચક્રવર્તી, વિજય, વૈતાઢય પર્વત, ઉત્કૃષ્ટ તીર્થકર ૩૪-૩૪ હોય છે. અમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાસ છે. (૩) તીર્થકરના પાંત્રીસ સત્ય વચનાતિશય હોય છે. જેમ કે- ૧ થી ૭ શબ્દ સૌંદર્યના અતિશય છે ૮. મહાન અર્થવાળા વચન ૯. પૂર્વાપર અવિરોધી ૧૦. શિષ્ટ વચન ૧૧. અસંદિગ્ધ ૧૨. દૂષણ નિવારક ૧૩. હૃદયગ્રાહી ૧૪. અવસરોચિત્ત ૧૫. વિવક્ષિત તત્ત્વના અનરૂ૫ ૧૬. નિરર્થક વિસ્તાર રહિત ૧૭. પરસ્પર અપેક્ષિત વાક્ય ૧૮. શાલીનતા સૂચક ૧૯. મિષ્ટ વચન ૨૦. મર્મ રહિત ૨૧, અર્થ, ધર્મને અનુકુળ ૨૨. ઉદારતા યુક્ત ૨૩. પરનિંદા, સ્વપ્રશંસા રહિત ૨૪. પ્રશંસનીય વચન ૨૫. વ્યાકરણ દોષોથી. રહિત ૨૬. કસ્તૂહલ યુક્ત આકર્ષણવાળા ૨૭. અદૂભત વચન ૨૮. ધારા પ્રવાહી ૨૯. મનના વિક્ષેપ, રોષ, ભય આદિથી રહિત ૩૦. અનેક પ્રકારે કથન કરનાર ૩૧. વિશેષ વચન ૩૨. સાકાર ૩૩. સાહસ પૂર્ણ ૩૪, ખેદ રહિત ૩૫. વિવક્ષિત-કહેવા ધારેલ અર્થની સિદ્ધિ કરનાર વચન.(૪) કુંથુનાથ તીર્થકર, દત્ત વાસુદેવ, નંદન બળદેવ ૩૫ ધનુષ ઊંચા હતા. (૫) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયન છે. ભગવાન મહાવીરનાં ૩૬ હજાર સાધ્વીઓ હતાં. (૬) કુંથુનાથ ભગવાનના ૩૭ ગણ અને ૩૭ ગણધર હતા.(૭) પાર્શ્વનાથ ભગવાનનાં ૩૮ હજાર સાધ્વીઓ હતાં. (૮) સુલ્લિકા વિમાન પ્રવિભક્તિ સૂત્રમાં દ્વિતીય વર્ગના ૩૮ ઉદ્દેશક છે. (૯) તીર્થકર સંબંધી કથન, પર્વત, પોરિસી છાયા, ભવનાવાસ, નરકાવાસ, પર્વતોનો વિસ્તાર વગેરે વર્ણન આ સમવાયોમાં છે. (૧૦) નામ કર્મની ૪૨ પ્રકૃતિઓ છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, ૪૨ ચંદ્ર છે. (૧૧) મહતુ વિમાન પ્રવિભક્તિ સૂત્રના પ્રથમ વર્ગના ૪૧, દ્વિતીય વર્ગના ૪૨, ત્રીજા વર્ગના ૪૩, ચોથા વર્ગના ૪૪, પાંચમા વર્ગના ૪૫ ઉદ્દેશક છે. (૧૨) ઋષિભાષિત સૂત્રના ૪૪ અધ્યયન છે.(૧૩) બ્રાહ્મી લિપિના ૪૬ માતૃકા પદ મૂળાક્ષર છે. (૧૪) ચક્રવર્તીના ૪૮ હજાર પાટણ હોય છે.(૧૫) પંદરમા તીર્થંકરના ૪૮ ગણધર હતા. (૧૬) કેટલાક ક્ષેત્ર કાળમાં યુગલિક ૪૯ દિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. તેઈદ્રિયની ઉત્કૃષ્ટ ઉમર ૪૯ દિવસની હોય છે. તિમિસ્રા ગુફા અને વૈતાઢય પર્વત પચાસ યોજનાના છે. ગોધૂભ આવાસ પર્વતનું અંતર અહીં ૪૨ થી પર, ૫૭, ૫૮ સમવાયોમાં કહેલ છે. (૧૭) આચારાંગસૂત્રના ૯ અધ્યયનોના ૫૧ ઉદ્દેશક છે.(૧૮) મોહનીય કર્મના બાવન નામ છે. (૧૯) ભગવાન મહાવીરના ૫૩ સાધુ એક વર્ષની દીક્ષા પાળીને પાંચ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨૦) ઉત્તમ પુરુષ ચોપન હોય છે. (૨૪+૧૨+૯+૯) ઊ ૫૪. (૨૧) એક દિવસ એક આસન પર જ શ્રમણ ભગવાન મહાવીરે પ૪ વાર (વાગરણા)-ઉપદેશ આપ્યો. (૨૨) શ્રમણ ભગવાન મહાવીરે અંતિમ દિવસે પ૫ દુઃખ વિપાકની અને પ૫ સુખ વિપાકની ધર્મકથાઓ કહી અને મોક્ષ પધાર્યા. (૨૩) અમુક ક્ષેત્ર કાળમાં ત્રેસઠ દિવસે યુગલિક મનુષ્ય યૌવન પ્રાપ્ત કરી લે છે. (ર૪) નિષધ પર્વત પર ૬૩ સૂર્યોદય થાય છે. (૨૫) દધિમુખ પર્વત ૬૪ હજાર યોજનાના લાંબા, પહોળા અને ઊંચા છે. (૨૬) ચક્રવર્તીનો હાર ૬૪ સર વાળો હોય છે. (૨૭) પાર્શ્વનાથ તીર્થકરની દીક્ષા પર્યાય સિત્તેર વર્ષની હતી.