________________
આગમસાર–પૂર્વાર્ધ
218
અશુદ્ધાચારી—શિથિલાચારી શ્રમણ સમુદાયની સાથે તથા ભિન્ન લિંગી જૈન સાધુઓની સાથે એ અગિયાર વ્યવહારોમાંથી ક્ષેત્ર–કાળને યોગ્ય કોઈપણ સભ્ય વ્યવહાર બહુશ્રુત શ્રમણના કે આચાર્યના નિર્ણયથી તાત્કાલિક અને દીર્ઘકાલિક બંને પ્રકારે રાખી શકાય છે.
(૪) કૃતિ કર્મનો અર્થ છે— વિધિપૂર્વક ઉત્કૃષ્ટ વંદન. તેમાં બે વાર ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. જેમાં ૧૨ આવર્તન હોય છે, ચાર વખત મસ્તક ઝુકાવવું. (ત્રણ–ત્રણ આવર્તન પછી એક વખત) બે વખત નમન (નમસ્કાર).
( અણુજાણહ મે મિ ઉગ્ગર્હ ) ઉચ્ચારણની સાથે, બે વાર પ્રવેશ (બેસવું), એકવાર નીકળવું (ઉભા થવું), ૧ ઉકડૂ આસન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું; એ ૨૫ વંદનાના અંગ છે. આ ઉત્કૃષ્ટ વંદના પ્રતિક્રમણના સમયે જ કરવામાં આવે છે. બાકીના સમયમાં ત્રણ આવર્તન યુક્ત વંદન કરવાનું જ વર્ણન આગમોમાં અનેક સ્થળે જોવા મળે છે. તીર્થંકરો તેમજ સાધુઓને પ્રતિક્રમણ સિવાયના સમયોમાં ત્રણ આવર્તન(પ્રદક્ષિણા)થી વંદન કરવા જોઇએ. (૫) કૃષ્ણજીના ભાઈ બલરામજીની ઉંમર ૧૨૦૦ વર્ષની હતી. (૬) નાનામાં નાનો દિવસ અથવા રાત ૧૨ મુહૂર્તની હોય છે અર્થાત્ નવ કલાક, ૩૬ મિનિટ. (ભરતક્ષેત્રના પ્રથમ ખંડના મધ્યકેન્દ્ર સ્થાનની અપેક્ષા આ કાળમાન છે એવું સમજવું. બીજી જગ્યાએ તેનાથી પણ નાનો દિવસ હોવાનો સંભવ છે.) (૭) સર્વાર્થ સિદ્ધ વિમાનથી સિદ્ધ શિલા બાર યોજન ઉ૫૨ છે. તેના ૧૨ નામ છે.
(૮) તેર ક્રિયા સ્થાન છે, પ્રથમ દેવલોકમાં તેર પાઘડા(પ્રતર) છે, તિર્યંચમાં ૧૩ યોગ હોય છે.
(૯) કુલ કોડી, પૂર્વ, સૂર્ય મંડલ, આદિના ૧૩ની સંખ્યાથી કથન છે.
(૧૦) જીવના ૧૪ ભેદ, ૧૪ પૂર્વ, ૧૪ ગુણસ્થાન, ૧૪ ચક્રવર્તીના રત્ન હોય છે. ભગવાન મહાવીરની ૧૪ હજારની સાધુ સંપદા હતી. જંબુદ્વીપમાં ૧૪ મોટી નદીઓ છે. જે લવણ સમુદ્રમાં મળે છે.
(૧૧) પરમાધામી દેવની ૧૫ જાતિ છે. ધ્રુવ રાહુ હંમેશાં ચંદ્રની સાથે રહે છે. મનુષ્યોને ૧૫ યોગ હોય છે. નક્ષત્ર યોગ, દિવસ–માન, પૂર્વવસ્તુ સંખ્યા આદિ ૧૫-૧૫ની સંખ્યામાં કથન છે.
(૧૨) સોળ કષાય છે. સૂત્રકૃતાંગના ૧૬ અધ્યયન છે. મેરુ પર્વતના ૧૬ નામ છે. પાર્શ્વનાથ ભગવાનની ૧૬ હજાર સાધુ સંપદા હતી. લવણ સમુદ્રનું પાણી સમભૂમિથી ૧૬ હજાર યોજન ઊંચું છે.
(૧૩) સત્તર પ્રકારનો સંયમ અને અસંયમ છે. લવણ સમુદ્રને પાર કરનારા જંઘાચારણ આદિને ૧૭ હજાર યોજન ઉપર ઉડવું પડે છે.
(૧૪) પર્વતોની ઊંચાઈ, ઉત્પાત પર્વત, તિગિચ્છકૂટ, કર્મપ્રકૃતિ બંધ આદિ ૧૭ની સંખ્યાથી વર્ણિત છે.
(૧૫) સત્તર પ્રકારના કુલ મરણ કહ્યા છે– ૧. આવીચિ મરણ(સમયે-સમયે મરણ) ૨. અવિધ મરણ ૩. આત્યંતિક મરણ(ફરી તે સ્થાનમાં ઉત્પન્ન ન થવું) ૪. ગળું મરડી ,દબાવીને મરવું ૫. દુઃખથી હાય–વોય કરતા મરવું અથવા વિયોગ સંયોગના નિમિત્તે છાતી, માથું કૂટીને મરવું ૬. તીર, ભાલા વગેરે થી મરવું ૭. કાશી કરવત લેવી ૮. બાળમરણ ૯. પંડિત મરણ ૧૦, બાલપંડિત મરણ ૧૧. છદ્મસ્થ મરણ ૧૨. કેવળી મરણ ૧૩. ફાંસીએ લટકીને મરવું ૧૪. ગીધ આદિથી ખવાઈને મરવું ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન અનશન ૧૬. ઈંગિત મરણ અનશન ૧૭. પાદોપગમન અનશન.
(૧૬) ૧૮ પ્રકારના બ્રહ્મચર્ય(દેવસંબંધી અને મનુષ્ય સંબંધી) છે. ૧૮ સંયમ સ્થાન છે. ૧૮ લિપિઓ છે. મોટામાં મોટા દિવસ–રાત ૧૮ મુહૂર્તના હોય છે(મધ્ય ભરતક્ષેત્રના કેન્દ્રસ્થાનની અપેક્ષાએ). પૂર્વ વસ્તુ, સૂત્રપદ, નરક પૃથ્વીપિંડ આદિ ૧૮ સંખ્યાથી કહેલા છે.
(૧૭) જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયન છે. સૂર્ય ઉત્કૃષ્ટ ૧૯ સો યોજન ઉપર–નીચે તપે છે. ૧૯ તીર્થંકરોએ રાજ્ય ભોગવ્યા બાદ દીક્ષા
લીધી હતી.
(૧૮) વીસ સંયમના અસમાધિસ્થાન છે અર્થાત્ સામાન્ય દોષ છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું કાળ—ચક્ર થાય છે. બધી નરક પૃથ્વીપિંડની નીચે ઘનોદધિ ૨૦ હજાર યોજનનો છે.
સમવાય : ૨૧ થી ૩૩
(૧) સંયમના એકવીસ સબળ દોષ છે અર્થાત્ પ્રબળ દોષ છે, તેનાથી સંયમની વધારેમાં વધારે વિરાધના થાય છે. (૨) ચારિત્ર મોહનીયની ૨૧ કર્મ પ્રકૃતિ છે.
(૩) ઉત્સર્પિણી કાળનો પહેલો, બીજો આરો અને અવસર્પિણી કાળનો પાંચમો, છઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષનો હોય છે.
(૪) એકવીસથી તેત્રીસ પલ્યોપમ, સાગરોપમની નારક, દેવોની સ્થિતિ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, ૨૧ સાગરોપમથી ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિના વિશિષ્ટ વિમાન તેમજ ૨૧ થી ૩૩ ભવ કરીને મોક્ષે જનારાઓનું વર્ણન આ સમવાયોમાં છે.
(૫) બાવીસ પરીષહ છે. બાવીસ પુદ્ગલ પરિણામ છે, જેમાં ૨૦ વર્ષાદિ, ૨૧મો અગુરુ—લઘુ સ્પર્શ, ૨૨મો ગુરુ—લઘુ સ્પર્શ. (૬) સૂત્રકૃતાંગના બંને શ્રુતસ્કંધના ૨૩ અધ્યયન છે. ત્રેવીસ તીર્થંકરોને પૂર્વાન્સમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં અગિયાર અંગના જ્ઞાતા હતા, ઋષભદેવ સ્વામી ચૌદપૂર્વી હતા. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, પ્રથમ તીર્થંકર પૂર્વભવમાં ચક્રવર્તી હતા.(૭) ૨૪ તીર્થંકર છે. ૨૪ દેવો છે. જેમાં ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧ વૈમાનિક. (૮) સૂર્ય પ્રથમ મંડલમાં હોય છે ત્યારે ૨૪ અંગુલની પોરિષી છાયા હોય છે.
(૯) ક્ષેત્ર, પર્વતની જીવા, નદી પ્રવાહ અને વિસ્તાર ૨૪ની સંખ્યાથી કહેવાયા છે.(૧૦) પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ છે.