________________
આગમસાર-પૂર્વાર્ધ
214 (૩) રોગોથી સુરક્ષિત રહેવા માટે રોગોત્પત્તિના નવ સ્થાનને સમજી તેનું ધ્યાન રાખવું જોઇએ- ૧. વધુ બેસી રહેવાથી, એકી સાથે વધુ ખાવાથી અથવા વારંવાર ખાતા રહેવાથી ૨. પોતાની અનુકૂળતાથી વિપરીત અથવા સ્વાસ્થના નિયમોથી વિપરીત આસને બેસવાથી અને વિપરીત ખાણી-પાણીથી ૩. વધારે સુવાથી કે નિદ્રા લેવાથી ૪. વધારે જાગવાથી પ૬િ. શરીરના કુદરતી આવેગ એટલે કે મળ-મૂત્ર વગેરેના વેગ રોકવાથી ૭. વધુ વિહારથી અર્થાત્ વધારે ચાલવાથી ૮. સમયે-અસમયે ખાવાથી કે ભૂખ્યા રહેવાથી ૯. ઇન્દ્રિયોનો અતિ ઉપયોગ કરવાથી કે અતિ કામ વિકાર સેવનથી. (૪) જંબૂદ્વીપમાં લવણ સમુદ્રમાંથી નવ યોજનના મચ્છ જંબૂઢીપમાં આવ-જા કરી શકે છે. અર્થાત્ એટલા મોટા પાણીના માર્ગ જંબુદ્વીપમાં અંદર સુધી હોય છે. (૫) વિગય અને મહાવિગય બંને મળી કુલ નવ વિગય છે. (૬) શરીરમાં નવ સ્રોત સ્થાન છે- બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા અને મૂત્રક્રિય. (૭) નિમિત્ત વિદ્યા, મંત્ર, વાસ્તુ વિદ્યા, ચિકિત્સા, કલા, શિલ્પ અને કુપાવચનિક સિદ્ધાંત આદિને પાપ ગ્રુતમાં બતાવેલ છે. અર્થાત્ કેવળ આત્મ કલ્યાણને અહિંસા પ્રધાન આગમ જ ધર્મ શાસ્ત્રમાં ગણવામાં આવે છે. આત્મ કલ્યાણ સાધના કરનાર માટે ઉપરોક્ત બધા પાપ શ્રત ત્યાજ્ય છે. તેને સ્વીકારનાર સાધક આત્મ-સાધનાથી દૂર થઈ જાય છે. (૮) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોના નવ ગણ હતાં. (૯) શ્રમણ નિગ્રંથોના નવ કોટિ શુદ્ધ આહાર હોય છે– ૧. જીવ હનન (ફળ યા બીજ વગેરેનું ભેદન) ૨. અગ્નિ વગેરેથી પકવવું ૩. કરાવવાથી અને અનુમોદન (પ્રશંસા કે ઉપયોગ)થી રહિત આહાર કરે છે.
પોતાના માટે કે અન્ય સાધર્મિક સાધુ-સાધ્વી માટે છેદન-ભેદન કરેલ, પકવેલ અને ખરીદેલ આહાર કરનાર શ્રમણ નવ કોટિથી અશુદ્ધ આહાર કરનાર હોય છે. (૧૦) ભગવાન મહાવીરના શાસનમાં નવ જીવોએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન ક્યું– ૧. શ્રેણિક ૨. સુપાર્થ ૩. ઉદાયી ૪. પોટિલ અણગાર ૫. દઢાયુ ૬. શંખ શ્રાવક ૭. શતક શ્રાવક ૮. સુલસા શ્રાવિકા ૯. રેવતી શ્રાવિકા. (૧૧) શ્રેણિક રાજાનો જીવ પ્રથમ નરકમાં ૮૪000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મહાપાના રૂપે જન્મ લેશે, ત્યાં તેના અનેક નામો. હશે. ત્યારબાદ ભગવાન મહાવીરની જેમ જ ૩૦ વર્ષમાં દીક્ષા અને ૪૨ વર્ષમાં કેવળજ્ઞાન થશે. ૭ર વર્ષની સંપૂર્ણ ઉમર થશે. પ્રથમ તીર્થકર બની સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ થશે. અહીં તેનું નવમાં ઠાણામાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. (૧૨) પ્રથમ કલકર “વિમળ વાહન' નવસો ધનુષ ઊંચા હતાં.
- તે સિવાય નવની સંખ્યાને સંબંધિત અન્ય અનેક વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે, જેમ કે આચારાંગના અધ્યયન, તીર્થકર, જીવ, ગતિ-અગતિ, દર્શનાવરણીય કર્મ, અવગાહના, જ્યોતિષ, બળદેવ-વાસુદેવ, નિધિ, શરીર, પુણ્ય, નિપુણતા, દેવ વર્ણન, નવ રૈવેયક દેવ, આયુષ્ય પરિણામ, પડિમા, પ્રાયશ્ચિત્ત, કૂટ, નક્ષત્ર, વિમાન ઊંચાઈ, શુક્ર ગ્રહ,નો કષાય, કુલ કોડી, પાપકર્મ ચય, પુદ્ગલ વગેરે.
દસમા સ્થાનનો સારાંશ (૧) સંસાર અને પાપકર્મ કયારેય સમાપ્ત નથી થતા, જીવ એ અજીવ નથી થતો અને અજીવ એ જીવ નથી બનતો, સ્થાવર અને ત્રસ જીવ બંને હંમેશા રહેશે. લોકની બહાર જીવ નથી અને આવન-જાવન પણ નથી. જીવ વારંવાર જન્મ અને મરણ કરતો રહે છે. દરેક દિશાઓના લોકાંતમાં પુગલ રૂક્ષ હોય છે, અને અન્ય આવનાર પુદ્ગલોને પણ અત્યંત રૂક્ષ ભાવમાં બદલી નાખે છે. તેના કારણે આગળ ગતિ થતી નથી, આ લોક સ્વભાવ છે. (૨) દસ કારણોસર પુદ્ગલ ચલાયમાન થાય છે. (૩) ક્રોધની ઉત્પત્તિ– ૧. મનોજ્ઞ વિષયોનો કોઈ વિયોગ કરે, અમનોજ્ઞ વિષયોનો સંયોગ કરે ૨. સમ્યક વ્યવહાર કરવા છતાં કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે તો ક્રોધ આવે. (૪) દસ સંવર- પાંચ ઇન્દ્રિય નિગ્રહ, ત્રણ યોગ નિગ્રહ, ઉપકરણ સંવર અને સૂઈ કુશાગ્ર સંવર. આ દશેયના પ્રતિપક્ષ અસંવર છે. (૫) પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ આ દશ સમાધિ સ્થાનો છે. (૬) દશ અભિમાનના પ્રકાર છે– ૧. દેવ આગમનનું ૨. વિશિષ્ટ અવધિજ્ઞાન તથા અન્ય જ્ઞાનનું ૩–૧૦. જાતિ વગેરે ૮ મદ છે. (૭) દીક્ષા લેવાના વિભિન્ન કારણો હોય છે– ૧. સ્વયંના વૈરાગ્ય ભાવોથી ૨. રોષના કારણોસર ૩. દરિદ્રતાના કારણે ૪. સ્વપ્ન નિમિત્તે ૫. પ્રતિજ્ઞા નિભાવવા માટે ૬. પૂર્વ-જન્મનું સ્મરણ થવાથી ૭. રોગના નિમિત્તથી ૮. અપમાનિત થઈને ૯. દેવ–સૂચનાથી ૧૦. પિતા, પુત્ર, મિત્ર વગેરેના નિમિત્તથી. (૮) દશ શ્રમણ ધર્મ– ૧ થી ૪. ગુસ્સો, અભિમાન, કપટ, લાલચ ન કરવા પણ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતાના ગુણ ધારણ કરવા પ. દ્રવ્ય-ભાવથી લઘુભૂત રહેવું ૬. સત્યભાષી તેમજ સત્યનિષ્ઠ ઈમાનદાર રહેવું. ૭. ઈન્દ્રિય- મનને વશમાં રાખવા ૮. યથાશક્તિ તપમાં વૃદ્ધિ કરતા રહેવું ૯. ત્યાગ–પ્રત્યાખ્યાન અને આહારાદિનું સંવિભાગદાન કરવું ૧૦. નિયમ–ઉપનિયમ સહિત શુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. (૯) આચાર્ય વગેરેની તેમજ રોગી, તપસ્વી, નવદીક્ષિત વગેરેની વૈયાવચ્ચ કરવી. (૧૦) ગાજ, વીજ, ધુમ્મસ વગેરે દશ આકાશ સંબંધી અસ્વાધ્યાય છે, હાડકાં-માંસલોહી–સૂર્યગ્રહણ વગેરે દશ દારિક અસ્વાધ્યાય છે. આવા અસ્વાધ્યાય પ્રસંગોમાં સૂત્ર પાઠ ન કરવો જોઈએ. (૧૧) ભરતક્ષેત્રમાં ૧૦ મહા નદીઓ ગંગા-સિંધુમાં મળે છે– ૧. જમુના ૨. સરયુ ૩. આપી ૪. કોશી ૫. મહી ૬. શત ૭. વિતસ્તા ૮. વિપાસા ૯. એરાવતી ૧૦. ચંદ્રભાગા.