________________
jainology |
213
આગમસાર
(૧૪) આહાર તેમજ ઉપકરણોમાંથી આચાર્ય, ઉપાધ્યાયને ઉત્તમ–મનોજ્ઞ ઉપકરણ તેમજ આહાર દેવામાં આવે છે. આ બંને અતિશય સહિત અહીં સાત અતિશય કહ્યા છે. પાંચમા સ્થાનમાં અને વ્યવહાર સૂત્રમાં પાંચ અતિશય કહેલ છે.
(૧૫) પ્રત્યેક લોકાંતિક દેવોમાં પ્રમુખ દેવ હોય છે અને સાતસો કે સાત હજાર સદસ્ય દેવો પણ હોય છે. તે સિવાય સામાન્ય દેવો હોય છે. (૧૬) ઇન્દ્રોની સાત સેના– ૧. હાથી ૨. ઘોડા ૩. મહિષ ૪. રથ ૫. પાયદળ ૬. નર્તક ૭. ગંધર્વ સેના અને તેમના અધિપતિ પણ હોય છે. પાયદળ સેનાની સાત કક્ષાઓ હોય છે.
(૧૭) પાપ રહિત નિર્દોષ પવિત્ર મન રાખવું, તેમજ નિર્દોષ વચન બોલવા તે પ્રશસ્ત મન–વચનનો વિનય છે. જતનાપૂર્વક બેસવું, સૂવું, પડખું બદલવું, ઉભા થવું, ચાલવું, ઉલ્લંઘન કરવું તેમજ બધી જ ઇન્દ્રિયોનું કાર્ય જતનાપૂર્વક કરવું પ્રશસ્ત કાય વિનય છે.
1
(૧૮) લોકોપચાર – વ્યવહાર વિનય– ૧. ગુરુ આદિની સમીપ રહેવું ૨. એમના અભિપ્રાય અનુસાર ચાલવું ૩. કોઈનું પણ કાર્ય કરી દેવું ૪. પ્રતિ–ઉપકાર કરવો ૫. કોણ દુઃખી છે, બીમાર છે, તેનું ધ્યાન રાખવું ૬. દેશ–કાળને જાણી યોગ્ય પ્રવૃત્તિ કરવી ૭. સર્વ પ્રકારે અનુકૂળ વર્તન કરવું.
(૧૯) તીર્થંકર પ્રરૂપિત અમુક સિદ્ધાંતો ખોટા છે, એવું કહીને કે માનીને ભિન્ન પ્રરૂપણા કરનારને 'નિદ્ભવ' કહેવામાં આવ્યા છે. ૭ પ્રવચન 'નિહ્નવ' ધર્માચાર્યના નામ આપેલ છે. જે મહાવીરના સમકાલીન કે તે પછીના સમયના છે.
અન્ય પણ અનેક સાત સંખ્યા સંબંધિત વિષયોનું કથન આ અધ્યયનમાં છે. યથા– યોનિસંગ્રહ, ગતિ—આગતિ, પ્રતિમા, આચાર–ચૂલા, અધોલોક સ્થિતિ, બાદર વાયુ, સંસ્થાન, ભય, ગોત્ર, કાય, કલેશ, ક્ષેત્ર, પર્વત, જીવ, ઉત્તમ પુરુષ દર્શનસૂત્ર, છદ્મસ્થ, કેવલી, સંયમ–અસંયમ, સ્થિતિ, અગ્રમહિષી, દેવ, નંદીશ્વર દ્વીપ, શ્રેણિઓ, વચન–વિકલ્પ, વિનયના ભેદ–પ્રભેદ, સમુદ્દાત, નક્ષત્ર–દ્વાર, પુદ્ગલ આદિ.
આઠમા સ્થાનનો સારાંશ
(૧) પ્રમુખ બની વિચરણ કરનાર માટે છઠ્ઠા સ્થાનમાં કહ્યા પ્રમાણે શ્રદ્ધા, સત્ય, બુદ્ધિમતા વગેરે છ ગુણ અને (૭) ધૈર્યવાન (૮) ઉત્સાહશીલ, આ આઠ ગુણ એકલા વિહાર કરનાર સાધુમાં હોવા જોઇએ. ત્યારે જ તે એકલવિહાર માટે યોગ્ય થાય છે. તાત્પર્ય એ છે કે ભોળા ભદ્રિક, ક્રોધી, ઘમંડી, કલહશીલ, ઉત્સાહહીન, ધૈર્યહીન, અબહુશ્રુત વ્યક્તિ એકલવિહાર માટે યોગ્ય હોતા નથી. (૨) અંડજ, પોતજ, જરાયુજ, ૨સજ, સંસ્વેદજ, સંમૂર્છિમ, ઉદ્ભિજ્જ, ઔપપાતિક, એ આઠ પ્રકારના જીવ યોનિ–સંગ્રહ છે. (૩) આઠ સમિતિઓ છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ.
(૪) આલોચના સાંભળવા માટે યોગ્ય− ૧. આચાર સંપન્ન ૨. અતિચારોના અનુભવી ૩. પાંચ વ્યવહારના ઉપયોગના અનુભવી ૪. આલોચનામાં સાહસ ઉત્પન્ન કરનારા ૫. શુદ્ધિ કરાવવા માટે યોગ્ય ૬. કોઈની પણ પાસે કોઈ પણ રૂપમાં દોષને પ્રગટ ન કરનાર ૭. દેવામાં આવેલ પ્રાયશ્ચિત્તને વહન કરાવી શકે અથવા સામર્થ્યના જ્ઞાતા ૮. દોષ સેવન તેમજ પ્રાયશ્ચિત્તને ભંગ કરવાથી આવતા ખરાબ પરિણામો માટે સમજાવવામા સમર્થ.
(૫) ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. શરીર રહિત જીવ. ૫. શબ્દ ૬. ગંધ ૭. હવા ૮. પરમાણુ પુદ્ગલને આંખોથી જોઈ શકાતા નથી. કેવલી તેને પૂર્ણ રૂપે જાણે છે અને જુવે છે. (૬) ભરત ચક્રવર્તીના રાજ્ય પર બેસનાર આઠ રાજા ક્રમશઃ મોક્ષે સિધાવ્યા.
(૭) ભગવાન મહાવીરની પાસે દીક્ષિત થનારા રાજાઓની સંખ્યા કુલ આઠ થઈ. (૮) દરેક લોકાંતિક દેવોની આઠ સાગરોપમની સ્થિતિ(આયુષ્ય) હોય છે.
=
(૯) ત્રણ અસ્તિકાય અને જીવના, આઠ મધ્ય(રુચક) પ્રદેશ કહેવામાં આવેલ છે.(૧૦) ૧ યોજન – આઠ હજાર ધનુષ પ્રમાણ. (૧૧) ભિક્ષુ નીચેના બોલનો ઉધ્યમ કરવામાં પ્રયત્નશીલ રહે- ૧. નહીં સાંભળેલા ધર્મ તત્ત્વોને સાંભળવામાં—જાણવામાં ૨. સાંભળેલા બોલને ધારણ કરવામાં ૩. નવા કર્મ—બંધ રોકવામાં ૪. તપ દ્વારા પૂર્વ કર્મ ક્ષય કરવામાં ૫. નવા–નવા યોગ્ય મુમુક્ષુઓ – આત્માર્થીઓને સંયમ ગ્રહણ કરાવવામાં. ૬. નવદીક્ષિતોની યથાયોગ્ય સંભાળ રાખવામાં ૭. રોગી વૃદ્ધ સાધુની સેવા કરવામાં ૮. ક્લેશને શાન્ત કરવામાં.
(૧૨) કેવળી સમુદ્દાત આઠ સમયનો હોય છે. તે દરેક કેવળીને નહિ પરંતુ કોઈ કોઈ કેવળીને હોય છે.
અન્ય પણ આઠની સંખ્યાને સંબંધિત અનેક વિષયો આ અધ્યયનમાં છે. જેમ કે ગતિ—આગતિ, કર્મ, આલોચના, સંવર–અસંવર, સ્પર્શ, લોક—સંસ્થિતિ, ગણિ–સંપદા, મહાનિધિ, પ્રાયશ્ચિત્ત, મદ, વાદી, મહાનિમિત્ત, વિભક્તિઓનું સ્વરૂપ, આયુર્વેદ, મહાગ્રહ, અગ્રમહિષી, સૂક્ષ્મ, દર્શન, કાળ, આહાર, કૃષ્ણરાજી, પૂર્વશ્રુત, ગતિ, દ્વીપ, સમુદ્ર, દ્વાર, લૂંટ, કાકણિ રત્ન, જગતી, દિશાકુમારીઓ, દેવલોક, પ્રતિમા, સંયમ, પૃથ્વી, વિમાન, અણુત્તરોપપાતિક, જ્યોતિષ, બંધ–સ્થિતિ, કુલ કોડી, પાપકર્મ વગે૨ે.
નવમા સ્થાનનો સારાંશ
(૧) આચાર્ય આદિ સાથે પ્રતિકૂળ પ્રવર્તન કરનાર તેમજ જ્ઞાન-દર્શન–ચારિત્રનું વિપરીતપણે આચરણ કે પ્રરૂપણા કરનાર શ્રમણને સંઘમાંથી અલગ કરી શકાય છે.(અહિં શ્રમણીનો શબ્દ નથી, શ્રમણીને તેના કુટુંબીજનોને સોંપી શકાય.) (૨) સંયમ સાધનામાં બ્રહ્મચર્ય પાલન જરૂરી છે અને બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ વાડ છે,એટલે કે આ નવ સ્થાન ત્યાજય છે. ૧. સ્ત્રીઓની અવર–જવર વાળું સ્થાન ૨. સ્ત્રી સંબંધી કથા વાર્તા ૩. સ્ત્રીઓના રૂપ સૌંદર્ય તેમજ અંગોપાંગનું અવલોકન ૪. તેમના હાસ્ય ગીત વગેરેનું શ્રવણ ૫. મધુર તેમજ ગરિષ્ટ ભોજન ૬. અતિભોજન ૭. શરીર, વસ્ત્રો આદિને સૌંદર્ય વૃદ્ધિ રૂપ સજાવટ કરવી, ન્હાવું–ધોવું, વગેરે પ્રવૃત્તિઓ ત્યાગવા યોગ્ય છે. ૮. સુખશીલતા તેમજ ઇન્દ્રિયોનું પોતાના વિષયમાં યથેચ્છ પ્રવર્તન ઇત્યાદિનો પરિત્યાગ કરવો શ્રમણને નિતાંત આવશ્યક છે. ૯. પૂર્વ ગૃહસ્થ જીવનના સુખ તેમજ ભોગોનું સ્મરણ પણ ન કરવું જોઇએ.