________________
આગમસાર–પૂર્વાર્ધ
20
શંખનાદ કરી યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. પદ્મનાભના પંજામાંથી દ્રોપદીને છોડાવી પ્રસ્થાન ક્યું. શ્રી કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ તે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવે સાંભળ્યો. તે વખતે ત્યાંના બાવીસમાં તીર્થકરનું સમવસરણ રચાયું હતું તેમાં કપિલ વાસુદેવે દેશના સાંભળતાં શંખનો અવાજ સાંભળ્યો. પ્રશ્ન પૂછતાં ભગવાને બધોજ વૃત્તાંત કહ્યો. તે વાસુદેવ કૃષ્ણને મળવા આવ્યા તેટલામાં કૃષ્ણ બહુજ દૂર સમુદ્રમાં પહોંચી ગયા હતા. બને વાસુદેવોનું શંખથી મિલન થયું એવું વાર્તાલાપ થયો. કપિલ વાસુદેવે પદ્મનાભને દેશનિકાલ ક્યો અને તેના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો. સમદ્ર પાર કરી શ્રી કષ્ણ પાંડવોને આગળ મોકલી દીધા અને પોતે સુસ્થિત દેવને મળવા ગયા. પાંચે પાંડવો નાવ દ્વારા ગંગાનદીને પાર કરી કિનારે પહોંચ્યા અને તે નાવને ત્યાં જ રોકી લીધી અને વિચાર્યું કે શ્રી કૃષ્ણ આટલી મોટી નદીને તરીને પાર કરી શકે છે કે નહિ તે જોઇએ. શ્રીકૃષ્ણ નદી કિનારે આવ્યા. કોઈ સાધન ન દેખાતાં ભુજાએ તરીને કિનારે જવા વિચાર્યું. મધ્ય ભાગમાં આવતાં થાકી જવાથી દેવીએ વિશ્રાન્તિ માટે પાણીમાં બેટ બનાવ્યો. થોડો સમય આરામ કરી બાકી રહેલ જલપ્રવાહને તરી કિનારે પહોંચ્યા. પાંડવોને પૂછ્યું તમે નદી કેવી રીતે પાર કરી? સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. ત્યારે પાંડવોએ સત્ય વાત જણાવી, 'અમે તમારી શક્તિને જોવા માંગતા
હતા.'
આ સાંભળી કૃષ્ણનો ક્રોધ આસમાને પહોંચ્યો. પાંચેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને દેશનિકાલની સજા ફટકારી. પાંડવો હસ્તિનાપુર માતા-પિતાને મળવા આવ્યા. પાંડુ રાજાએ ખૂબ ઉપાલંભ આપ્યો. કુંતીજી કૃષ્ણ પાસે ગયા. ત્રણ ખંડના અધિપતિ! પાંડવો આપના રાજ્યથી બહાર ક્યાં જાય? દરેક ઠેકાણે તમારું આધિપત્ય છે. અંતે સમાધાન કરાયું કે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ નવી પાંડુ મથુરા નગરી વસાવી રહેવું. (નોંધઃ અમરકંકાથી પાછા ફર્યા પછી પાંડવોને કષ્ણ દ્વારા દેશનીકાલ કરવામાં આવ્યા, ત્યારે માતાપિતાએ પણ પાંડવોને સાથ ન આપ્યો.એટલે કે ત્યારે પાંડુરાજા હયાત હતા અને રાજય સંભાડી રહયા હતા. તેથી પાંડુરાજાની હયાતીમાંજ પાંડવોએ, પાંડુમથુરા વસાવી અને અંતે દિક્ષા લીધી ત્યાં સુધી પાંડુમથુરામાં જ રહયા.) દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના દલ–બલ સહિત સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને સુખ રૂપ રહેવા લાગ્યા. કાલાંતરે દ્રૌપદીએ પુત્રરત્નને જન્મ આપ્યો તેનું નામ પાંડુસેન રાખવામાં આવ્યું. ધર્મઘોષ આચાર્યનું નગરીમાં પદાર્પણ થયું. પાંચ પાંડવો અને દ્રૌપદીએ પુત્રને રાજગાદી સોપી સંયમ અંગીકાર ક્ય. દ્રોપદીએ અગિયાર અંગોનું અધ્યયન ક્યું. તપ સંયમની આરાધના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા.મહાવિદેહે જન્મ લઈ મોક્ષ જશે. પાંચ પાંડવોએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. અનેક વર્ષો સુધી તપ–સંયમની આરાધના કરી. એક વખત અરિહંત અરિષ્ટનેમિના દર્શનના હેતુએ માસ–માસખમણ તપનો અભિગ્રહ કરી ગુરુ આજ્ઞા મેળવી પાંચ મુનિઓએ વિહાર ર્યો. કોઈ નગરમાં પારણાના દિવસે આહાર લેવા જતાં સાંભળવા મળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન મોક્ષે પધાર્યા. ત્યારે તેઓએ આહારને વોસિરાવી સંથારાના પચ્ચખાણ લીધા. કુલ્લે ૬૦ દિવસનું અનશન કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ–બુદ્ધ-મુક્ત થયા. પ્રેરણા - શિક્ષા :(૧) ધર્મ અને ધર્માત્માઓ સાથે કરેલો અલ્પતમ દુર્વ્યવહાર વ્યક્તિને ભવોભવ દુઃખદાઈ નીવડે છે. દા.ત. નાગેશ્રી. (૨) પાપ છિપાયાના છિએ. આ ઉક્તિને સદાય યાદ રાખવી. પાપ અનેક ગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી. (૩) કર્મોનો વિપાક ભયંકર હોય છે. નાગશ્રી બ્રાહ્મણી તે ભવમાં ભિખારી બની અને અંતે સોળ મહારોગ ભોગવતાં
નરકમાં ગઈ. જિનશાસનમાં સાધનાના વિવિધ પ્રકાર બતાવ્યા છે. ગચ્છ અને ગુરુની સાથે રહેતા થકા પણ મુનિ ઉગ્ર તપશ્ચર્યાના પારણે પરઠવા જાતે જ જાય. પરઠવાની ગર આજ્ઞા થતાં ધર્મરચિએ તે ઝેર જાતે પી લીધું. નિરવધ મારો કોઠો તે વિવેક સમજવો.
વિવેકનું મહત્વ વિનય અને આજ્ઞાથી પણ અધિક છે. (૫) સાધુએ કોઈના ગુપ્ત અવગુણો પ્રગટ કરવા નહિ. સાધુની બદનામી ન થાય તેથી નાગશ્રીનું નામ પ્રગટ કરવું અનિવાર્ય બન્યું.
(કારણ કે તેમના શરીરમાં ઝેર હતું તો કોઈ એમ કહે કે સાધુએ જ ઝેર આપ્યું.) ધર્મઘોષ આચાર્યે વિવેકપૂર્વક વ્યવહાર કર્યો. હતો. તેઓ ચૌદ પૂર્વધારી આગમ વિહારી હતા. પરસ્ત્રીગમનનો ત્યાગ ધાર્મિક તેમજ વ્યાવહારિક જીવનને માટે પણ અત્યંત આવશ્યક સમજવો. પરસ્ત્રી લંપટ પરુષ આ ભવમાં નિંદનીય બને છે. (દા.ત. પારથ) અને પરભવને પણ બગાડે છે.(કામેય પત્થમાણા અકામા જંતિ દુગઈ) અર્થાત્ ઇચ્છિત ભોગો ન મળવા છતાં વિચારોની મલિનતાને કારણે તેઓ દુર્ગતિના ભાગીદાર બને છે. તેથી મર્યાદિત વ્રતધારી જીવન બનાવવું. કથાનકના બધા જ પ્રસંગો ઉપાદેય નથી હોતા. કેટલાક જાણવા યોગ્ય હોય છે તો કેટલાક ધારણ કરવા યોગ્ય હોય છે, જ્યારે
કેટલાક હેય-ત્યાગવા યોગ્ય પણ હોય છે તેથી આવી કથાઓમાંથી ક્ષીર – નીર બુદ્ધિએ આદર્શ ગ્રહણ કરવા જોઇએ. (૮) આદરણીય પુરુષોની ઠઠ્ઠામશ્કરી ન કરવી. અન્યથા અતિ પ્રેમ પણ તૂટી જાય છે. (૯) ઉત્તમ પુરુષો પાછલી જીંદગી પણ સુધારી લે છે. અને તીર્થકરની હાજરીમાં પણ સ્થવિરોની પાસે દીક્ષા લઈ શકાય છે. (નોંધઃ કેટલાંક સમીક્ષકોનું માનવું છે કે મહાભારતનાં નામે ઓળખાતો યુધ્ધ એ એક કાલ્પનિક કથા છે. ત્રણ ખંડના સર્વ રાજાઓ વાસુદેવને આધિન અને તેમની આજ્ઞા માનનારા હોય છે. પાંડવોને પાંચ ગામ જેટલી જમીન આપવાની કૃષ્ણની સમજાવટનો અનાદર કરનાર દુર્યોધન પ્રથમ તો વાસુદેવનો ગુનેગાર થાય,અને યુધ્ધનાં સમીકરણો કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉભા થાય.
(૪)