________________
198
આગમસાર–પૂર્વાર્ધ (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા પૃષ્ટ ૩૮૩માં– રાત્રિભોજન ત્યાગને ૬ મહિનાના ઉપવાસ તુલ્ય બતાવવામાં આવેલ છે.(વર્ષનો અડધો સમય તપમાં પસાર થાય એ હિસાબથી.) (૨) મહાભારતના શાન્તિપર્વમાં– નરકમાં જવાના ચાર બોલ કહેલ છે, જેમાં પ્રથમ બોલથી રાત્રિભોજનને નરકમાં જવાનું કારણ કહેલ છે બાકીના ત્રણ કારણો નરક ગમનના આ પ્રકારે છે– ૧. પર સ્ત્રી ગમન ૨. મદિરા,દારુ આદી ૩. કંદમૂળ ભક્ષણ. (આગમમાં ચાર કારણ જુદા છે.) (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અ-૩માં કહેવામાં આવેલ છે કે રાત્રે ખાનાર મનુષ્ય ઘુવડ, કાગડો, ગીધ, સૂકર, સર્પ અને વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહેવામાં આવેલ છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રે શ્રાદ્ધ કરવું જોઈએ નહિ. (૫) યોગશાસ્ત્ર અ-૩માં કહેવામાં આવેલ છે કે– નિત્ય રાત્રિભોજન ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થ યાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, દેવતા પૂજન, દાન, શ્રાદ્ધ તેમજ ભોજન રાત્રિએ કરવામાં આવતા નથી. કીટ, પતંગ આદિ અનેક સત્ત્વોનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિદિત છે. (૬) માર્કડેય મુનિએ તો રાત્રે પાણી પીવું લોહી સમાન અને ખાવું માંસ સમાન કહી દીધેલ છે. (૭) બૌદ્ધ મતના “મજમનિકાય' તેમજ “લકુટિકોપમ સુત્ત'માં રાત્રિ ભોજનનો નિષેધ ક્યો છે. (૮) હેમચન્દ્રાચાર્ય એ દિવસે અને રાત્રે કોઈ રોકટોક વિના ખાનારને 'શિંગડા અને પૂંછડા વગરના જાનવર' હોવાનું સૂચિત્ત કરેલ છે જીવન શિક્ષાઓ - (૧) રાત્રે ઘણા નાના-નાના જીવો દેખાતા નથી, તે ખાવામાં આવી જાય તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. (૨) અનેક પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી, કહ્યું પણ છે કે
- ચિડી, કમેડી, કાગલા, રાત ચગણ નહી જાય!– નરદેહધારી જીવ તું, રાત પડ્યે ક્યાં ખાય? (૩) રાત્રે અંધકાર હોય છે, અંધકારમાં જો ભોજન સાથે કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. માખી જો આવી જાય તો તરત જ ઉલ્ટી થઈ જાય છે. જો ભોજનમાં આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ પેદા થઈ જાય છે. ગરોળી આવી જાય તો કુષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. તે સિવાય ઉચ્ચ રક્તપાત (હાઈ બ્લડપ્રેશર), દમ, હૃદયરોગ, પાચનશક્તિની ખરાબી આદિ બીમારીઓની સંભાવના રહે છે. (૪) સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરવું પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સુવાના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું આરોગ્યદાયક છે. એવું કરવાથી પાણી બરાબર પી શકાય છે તથા ભોજનને પચવા માટે સમય મળી જાય છે. રાત્રે ૯-૧૦ વાગ્યે ભોજન કરી સૂઈ જવાથી ભોજનનું પાચન પણ બરાબર થતું નથી. (૫) સૂર્યના પ્રકાશની પોતાની અલગ જ વિશેષતા છે. સૂર્યના પ્રકાશમાં હીરા- જવેરાત આદિનું જે પરીક્ષણ કરવામાં આવે છે તેવું વિદ્યુત પ્રકાશમાં ન થઈ શકે. સૂર્યની રોશનીમાં કમળ ખીલે છે. સૂર્યોદય થતાં જ પ્રાણવાયુની માત્રા વધી જતી હોય છે. રાત્રે પાચન સંસ્થાન પણ બરાબર કામ કરતું નથી. તે સિવાય કોઈ સૂક્ષ્મ જીવ સૂર્યની રોશનીમાં જ જોઈ શકાય છે, વિદ્યુત પ્રકાશમાં નહીં.
આ બધી વાતોને ધ્યાનમાં રાખતા થકાં વિદ્યુતના પ્રકાશને સૂર્યના પ્રકાશ સમકક્ષ ન સમજવો જોઇએ. બંનેમાં ઘણું અંતર છે, જે સ્વયં સિદ્ધ છે. (૬) તેથી ધર્મી પુરુષો એ તેમજ વિશેષ કરી સાધુ-સાધ્વીજીઓ એ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. પરિસ્થિતિવશ શ્રાવક હીનાધિક રૂપમાં પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં પૂર્ણ ત્યાગનું લક્ષ્ય રાખે છે, અંતે એક સમયે તેના માટે પણ રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક બની જાય છે. સંક્ષેપમાં–મુનિઓએ પૂર્ણ અને ગૃહસ્થીએ યથાશક્તિ રાત્રિ ભોજનનો ત્યાગ કરી સ્વાથ્ય-લાભ તેમજ આત્મોન્નતિનો લાભ પ્રાપ્ત કરવો જોઇએ.
પરિશિષ્ટ-૪: અધ્યયન–૫:–ગોચરીએ જાવાની તેમજ આહાર કરવાની વિધિ (૧) ગોચરી જતાં પહેલાં મુનિએ મુખવસ્ત્રિકાની તેમજ જોળી તથા પાત્રાની પ્રતિલેખના કરવી. (૨) કાયોત્સર્ગ કરી ચિંતનમાં લેવું– ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા ન થવી ૨. ચાલમાં શાન્તિ રાખવી, ઉતાવળ ન કરવી ૩. ગવેષણામાં ઈમાનદારી રાખવી, લાપરવાહી ન કરવી ૪. આહાર સંબંધી વિશેષ ત્યાગ નિયમ અથવા અભિગ્રહ કરવો, પ્રાતઃ કરેલો હોય તો સ્મૃતિમાં લેવો. (૩) ગુરુ આદિની આજ્ઞા લેવી. (૪) આવત્સહિ, આવત્સહિ ઉચ્ચારણ કરી ઉપાશ્રયની બહાર નીકળવું. (૫) ગોચરી લઈ આવતી વખતે નિસ્સહિ, નિસ્સહિ ઉચ્ચારણ કરી વિનયયુક્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૬) ભૂમિ પ્રમાર્જન કરી આહાર રાખવો, ગુરુને દેખાડવો.(૭) જોળીનું પ્રતિલેખન કરવું. (૮) આવશ્યક સામગ્રી અને આસન તેમજ ભાજન (માત્રક) લઈ બેસવું. (૯) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી ઇરિયાવહિનો કાયોત્સર્ગ કરવો તથા ગોચરીના ઘરોને યાદ કરીને ક્રમશઃ અતિચારોનું ચિંતન કરવું. (૧૦) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૧) ગોયરષ્ણચરિયાનો પાઠ ઉચ્ચારણ કરવો. (૧૨) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી (અહો જિર્ણહિં અસાવજજા.) આ ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૩) કાયોત્સર્ગ પૂર્ણ કરી લોગસ્સનો પાઠ પ્રગટપણે બોલવો. (૧૪) સ્વાધ્યાય કરવો.
પ) વિશ્રાંતિ ર્યા પછી ભાવપૂર્વક અન્ય મનિવરોને આહાર નિમંત્રણ કરવું. કોઈ લે તો સહર્ષ દેવે. (૧૬) જ્ઞાતા સૂત્રમાં કહેલા દષ્ટાંતોનું ચિંતન કરી આહાર કરવો. ૧. પિતા-પુત્રોએ અટવીમાં ફસાઈ જવાથી પ્રાણ રક્ષાર્થે ઉદાસીનતાપૂર્વક મૃત પુત્રીના શરીરનો આહાર ક્ય તેવી ગ્લાનિ તેમજ ઉદાસીનતાથી શરીર સંરક્ષણાર્થે આહાર કરવો અર્થાત્