________________
jainology
197
આગમસાર
સપ્તાહમાં એક ઉપવાસ કરી લેવાથી દાંતોની અત્યાધિક સફાઈ સ્વતઃ થઈ જાય છે. ભોજન બાદ પાત્ર ધોઈને પાણી પીવાનો આચાર પણ વૈજ્ઞાનિક છે, એવું કરવાથી દાંત સ્વતઃ પાણીથી ધોવાઈ જાય છે અને ઘૂંકવા-ફેંકવાની પ્રવૃતિ સાધુ જીવનમાં વધતી નથી.
દંત રોગની આશંકાથી શંકાશીલ ભિક્ષુઓએ મંજન કરવાની અપેક્ષાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. (૧) ઓછું ખાવું, ઓછી વાર ખાવું અને ઓછી વસ્તુ ખાવી. મન કહે તે ન ખાવું, શરીર માંગે તે ખાવું. (૨) ખાધા પછી તરત કે થોડા સમય પછી દાંતોમાં પાણીને હલાવતા રહી એક-બે ઘૂંટ પાણી ગળવું જોઈએ. જ્યારે પણ પાણી પીવામાં આવે ત્યારે અંતમાં પાણીને દાંતોમાં હલાવીને ગળવું જોઇએ. (૩) મહિનામાં ૨ અથવા ૪ ઉપવાસ આદિ અવશ્ય કરવા જોઈએ. આહારની અરુચિ હોય કે વાયુનિસર્ગ દુર્ગધયુક્ત હોય તો ભોજન છોડી દેવું જોઇએ. ઝાડા-ઉલ્ટી હોય તો ભોજન છોડી દેવું જોઇએ.
આ પ્રકારે શ્રદ્ધા અને વિવેક રાખવામાં આવે તો અદંત ઘાવન(મંજન નહીં કરવાના) નિયમનું પાલન કરતા હોવા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. આવું કરવાથી જ સર્વજ્ઞોની આજ્ઞાની શ્રદ્ધા તેમજ આરાધના શુદ્ધ થઈ શકે છે.
સ્નાન નહિ કરવા આદિ નિયમોમાં પણ અહિંસા, બ્રહ્મચર્ય, ઈન્દ્રિયનિગ્રહ, આત્મલક્ષ્ય અને શરીર અલક્ષ્ય આદિ હેતુ છે. સાથે જ અલ્પવસ્ત્ર, ઢીલા વસ્ત્ર પહેરવાનો પણ તેની સાથે સંબંધ છે. વિહાર યાત્રા, પરિશ્રમી તેમજ સ્વાવલંબી જીવન, અપ્રમત્ત ચર્યા વગેરે પણ તેમાં સંબંધિત છે. સંયમના અન્ય આવશ્યક નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો અસ્નાન તેમજ અદંત ઘાવન નિયમ શરીરના સ્વસ્થ રહેવામાં જરા પણ બાધક બની શકે નહીં.
તાત્પર્ય એ જ છે કે શરીર પરિચર્યાના નિષેધ કરનારા આગમના નિયમોનું પાલન કરવું હોય તો ખાન-પાન તેમજ જીવનવ્યવહારના આગમ વિધાનોનું અને વ્યવહારિક વિવેકોનું પાલન કરવું પણ અતિ આવશ્યક સમજવું જોઈએ. ત્યારે જ શરીર–સ્વાથ્ય તેમજ સંયમ–શુદ્ધિ તથા ચિત્ત-સમાધિ કાયમ રહી શકે છે. સાથે જ પોતાની ક્ષમતાનો ખ્યાલ રાખવાથી સુંદર આરાધના થઈ શકે છે.
પરિશિષ્ટ-૩: અધ્યયન-૪ અને ૬:-રાત્રિ ભોજન રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ છે, તેનો ભંગ થાય છે. રાત્રે કુંથુવા આદિ સૂક્ષ્મ પ્રાણી તથા ફૂલણ(ફૂગ) આદિનું દેખાવું અશક્ય હોય છે. રાત્રે આહારની ગવેષણા કરવામાં એષણા સમિતિનું પાલન પણ નથી થતું. ચૂર્ણિકારે કહ્યું છે- “જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે, તે આહારાદિને વિશુદ્ધ જાણવા છતાં પણ રાત્રે નથી ખાતા, કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થકર, ગણધર અને આચાર્યો દ્વારા આ રાત્રિભોજન અનાસેવિત છે, તેનાથી છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે, અતઃ રાત્રિભોજન ન કરવું જોઇએ.” (૧) દશવૈકાલિકસૂત્ર અધ્યયન-૩માં રાત્રિ ભોજનને અનાચરણીય કહેલ છે. (૨) દશવૈકાલિક અધ્યયન-માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ અવસ્થામાંથી ભ્રષ્ટ થવાનું કહેલ છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૩) દશવૈકાલિક અધ્યયન-૪માં પાંચ મહાવ્રત સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહેલ છે. (૪) દશવૈકાલિક અધ્યયન-૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાતુ રાત્રે આહારની મનથી પણ ઇચ્છા કરવાનો નિષેધ છે. (૫) ઉત્તરાધ્યયન અધ્યયન–૧૯, ગાથા-૩૧માં – સંયમની દુષ્કરતાના વર્ણનમાં ચારેય પ્રકારના આહારનું રાત્રિએ વર્જન કરવું અતિ દુષ્કર કહેલ છે. (૬) બૃહત્કલ્પ ઉદ્દેશક–૧માં રાત્રે કે વિકાલ(સંધ્યા)ના સમયે ચારેય પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૭) બૃહત્કલ્પ ઉદ્દેશક–પમાં કહેવામાં આવેલ છે કે આહાર કરતી વખતે ખ્યાલ આવી જાય કે સૂર્યોદય થયો નથી કે સૂર્યાસ્ત થઈ ગયેલ છે તો મોઢામાં રહેલ આહાર પણ કાઢીને પરઠી દેવો જોઇએ અને ત્યાં તેને ખાવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે તથા રાત્રે આહાર–પાણી યુક્ત ઓડકાર' આવી જાય તો પણ તેને ગળી જવાનું (ગળામાં ઉતારી જવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. (૮)દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–૨ તથા સમવાયાંગ સૂત્ર સમવાય-૨૧માં – રાત્રિભોજન કરવાને સબળ દોષ કહેલ છે. (૯) બૃહત્કલ્પ ઉદ્દેશક-૪માં રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૦) ઠાણાંગ અધ્યયન-૩ તથા પમાં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૧) સૂયગડાંગ સૂત્ર શ્ર.–૧, અ-૨, ઉ.-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રત પરમ રત્ન કહેવામાં આવેલ છે, જેને સાધુ ધારણ કરે છે. આ પ્રકારે અહીં મહાવ્રત તુલ્ય રાત્રિભોજન વિરમણનું મહત્વ કહેવામાં આવ્યું છે. (૧૨) સૂયગડાંગ સૂત્ર અધ્ય.-૬ માં કહેવામાં આવેલ છે કે ભગવાન મહાવીર સ્વામીએ તપ માટે અને દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ ર્યો હતો. (૧૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩રમાં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવો તેમજ અનાશ્રવ થવો કહેલ છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૧માં– રાત્રિભોજન કરવાનું તેમજ તેની પ્રશંસા કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહેલ છે. (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા-૬માં શ્રાવકને પાંચમી પડિમા ધારણ કરવામાં રાત્રિ ભોજનનો પૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. તેની પૂર્વ અવસ્થાઓમાં પણ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ પરંતુ ત્યાં સુધી ઐચ્છિક છે અને છઠ્ઠી પ્રતિમાથી લઈ અગ્યારમી પ્રતિમા સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. અન્ય ગ્રંથોમાં -