________________
jainology
187
આગમસાર
- થેંક વગર આહાર પણ કરી શકાતો નથી, અને એજ ઘૂંક વાળા આહારથી શરીરમાં જીવન ટકી રહે છે. – ૮૫ વર્ષની ઉંમરે પણ ચશમા વગર સારું દેખાવાનું કારણ એક વડીલ રોજ સવારે આંખમાં ચૂંક આંજવાનું બતાવે છે. - આંખમાં પડેલી રજ થંક આંજવાથી કાઢી શકાય છે. – શરીર પર પડેલી તરતની નાની ખરોચ થૂક લગાડતાં ઠંડક સાથે મટી જાય છે. - માં નાના બાળકને પોતાના મોઢામાં ચાવીને પછી ખવડાવે છે.
– જંગલમાં ગીધ જેવા પક્ષી અને જાનવરો બેકટેરીયા વાળું ખાય છે, પરંતુ ઘૂંકના કારણે તેમને બેકટેરીયાની અસર થતી નથી. ભીખારીઓને પણ વાસી ખોરાક મળે છે
– કરોળીયો પોતાની લાળ–ઘૂંકમાંથી જાળ બનાવે છે, ઇયળો ઉપરથી પડતી વખતે થેંકની લાળ બનાવી નીચે પટકાતાં બચે છે. રેશમના કીડાઓને ગરમ પાણીમાં ડુબાડી મારી, ક્રૂરતા પૂર્વક બનતું રેશમ સર્વને ત્યાજય જ છે. આ રેશમ પણ વિકલેન્દ્રીયની લાળ એટલે કે ઘૂંકજ છે. તો મંદિરોમાં રેશમી વસ્ત્ર પર પ્રતિબંધ કેમ નથી? અશુચિ ને અશુચિ જ કહી શકાય, ચાહે તે વિકલેન્દ્રીની કેમ ન હોય. તેથી એજ નિષકર્ષ નીકળે છે કે ઘૂંક એ કોઈ અશુચિ નથી પણ શરીરને માટે અમૃત સમાન છે. તથા સ્વચ્છતાનો વિવેક તો સર્વત્ર આવકાર્ય છે જ, જે અન્ય વસ્ત્રોની જેમ મુખવાસ્ત્રીકાને પણ લાગુ પડે છે.
કેમ છો
દશવૈકાલિક
પ્રાક્કથન –સાહિત્ય એ સમાજનું દર્પણ છે, સંસ્કૃતિની રજૂઆત કરનાર છે, માર્ગદર્શક પણ છે, ભૂત અને ભવિષ્યકાળના વક્તા પણ સાહિત્ય જ છે, વર્તમાનનો ચિરાગ છે. સસાહિત્ય, સદ્ગણોનો અક્ષયકોષ છે, મોક્ષ માર્ગનો દીવો છે. તેથી જ આગમ જેને સાહિત્યની અમૂલ્ય નિધિ છે. આગમ અક્ષરદેહથી જેટલા વિશાળ છે, એથી પણ વધુ અર્થ ગરિમાની દષ્ટિથી ગહન તેમજ વ્યાપક છે સૂત્ર સ્થાન – દશવૈકાલિક સૂત્ર અંગ બાહ્ય સૂત્ર છે, તેને વર્તમાનમાં મૂળ સૂત્રમાં ગણવામાં આવે છે અને તેનું અધ્યયન સાધુઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે. જૈન આગમોમાં સાધુઓના આચાર સંબંધી મૂળ ગુણો, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનું નિરૂપણ છે, જે સાધુની જીવનચર્યામાં મૂળભૂત સહાયક બને છે, તે બધાનું અધ્યયન સુચારુરૂપે જેમાં મળે છે, તે મૂળસૂત્ર છે. તેથી દશવૈકાલિક સૂત્રને પણ મૂળ સૂત્રના રૂપમાં સ્વીકાર કરેલ છે. આ ઉત્કાલિક સૂત્ર છે, તેને ૩ર અસ્વાધ્યાય સમય છોડી દરેક સમયે વાંચી શકાય છે. નામકરણ :- દશવૈકાલિકનો શાબ્દિક અર્થ દસ + વૈકાલિક અથવા ઉત્કાલિક છે. તેમાં ઉત્કાલમાં પણ વાંચી શકાય તેવા દશ અધ્યયન છે. તેથી દશવૈકાલિક નામકરણ કરવામાં આવેલ છે. આ આગમ ૧૦ અધ્યયન અને ૨ ચૂલિકાઓમાં વિભક્ત છે, તેમાંથી પાંચમા અધ્યયનમાં બે અને નવમામાં ચાર ઉદ્દેશક છે, બાકીમાં ઉદ્દેશક નથી. અધ્યયન ૪ તથા ૯ ગદ્ય-પદ્યાત્મક છે, બાકી પધાત્મક રચના છે. આ સૂત્ર ૭૦૦ શ્લોક પરિમાણ માનવામાં આવેલ છે. વિષય – આ સૂત્રમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેના દશ અધ્યયન અને બે ચૂલિકાઓ છે. પ્રત્યેકના વિષય ક્રમશઃ આ પ્રકારે છે– (૧) ભિક્ષા ભ્રમર વૃત્તિ (૨) સ્ત્રી પરીષહ (૩) અનાચાર (૪) છ કાયા, પાંચ મહાવ્રત (૫) પિડેષણા (૬) અઢાર આચારસ્થાન (૭) ભાષા–વિવેક (૮) આચાર–પ્રણિધિ (૯) વિનય-સમાધિ (૧૦) ભિક્ષુ–સ્વરૂપ (૧૧) પ્રથમ ચૂલિકા–સંયમ રુચિ–વૃદ્ધિ (૧૨) દ્વિતીય ચૂલિકા-એકલ વિહારની પ્રેરણા અને તેના સાવધાનીના સ્થાન.
દશવૈકાલિક સારાંશ પ્રથમ અધ્યયન દ્રુમ પુષ્પીકા (ભમરો) (૧) ધર્મ અહિંસા પ્રધાન હોય છે, સંયમ પ્રધાન તેમજ તપ પ્રધાન પણ હોય છે. એવો ધર્મ જ આત્મા માટે મહાન કલ્યાણકારી થાય છે. (૨) શુદ્ધ ભાવોથી ધર્મની આરાધના કરવાવાળાને દેવો માટે લાલચુ થવું પડતું નથી, પરંતુ દેવ સ્વયં તેને વંદન નમસ્કાર કરવા ઉપસ્થિત થાય છે. (૩) સૂત્રમાં કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે અને રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. (૪) ભિક્ષુની ભિક્ષાચર્યા ભ્રમરવૃત્તિ સમાન છે, અર્થાત્ જે રીતે ભ્રમર ભ્રમણ કરતાં-કરતાં ફૂલોમાંથી રસ ગ્રહણ કરે છે. આ ફૂલો ભ્રમર માટે રસ તૈયાર કરતા નથી. તે પ્રકારે ભિક્ષુ પણ ગૃહસ્થો દ્વારા, પોતાના માટે તૈયાર કરેલ આહારમાંથી અનેક ઘરોમાંથી થોડું–થોડું ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે મુનિ ગૃહસ્થ દ્વારા દેવામાં આવે ત્યારે અને એષણા સમિતિની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આહારાદિ ગ્રહણ કરે છે. (૫) ભ્રમરની ઉપમા ૧. સહજ રીતે ગૃહસ્થો માટે નિષ્પન્ન ૨. અનેક ઘરોમાંથી તેમજ ૩. અતિ અલ્પ પ્રમાણમાં લેવાની અપેક્ષાએ દેવામાં આવેલી છે. (૬) કોઈ એક વ્યક્તિ પર અવલંબિત ન થતાં (સાણા પિંડરયા દંતા)અનેક ઘરોમાંથી થોડું થોડું લઈને સંયમમાં રત રહેવાવાળા સાધુ “મુનિ' કહેવાય છે.
બીજો અધ્યયન-શ્રામધ્ય પૂર્વક (૧) પ્રાપ્ત સુખ-સામગ્રીનો સ્વેચ્છાએ ત્યાગ કરનારને ત્યાગી' કહેવામાં આવે છે. જે શરીરથી સ્વસ્થ, સમર્થ અને સશક્ત હોવા છતાં પ્રાપ્ત ભોગોનો ત્યાગ કરે છે તેને ત્યાગી કહેવામાં આવે છે.