________________
આગમસાર–પૂર્વાર્ધ
186
વાયુકાયની દયા પાળવા માટે કોઈ અડચણ નથી . કેટલાક શ્રાવકોની પાસે તો મુખવસ્ત્રિકા હોતી પણ નથી . મુખવસ્તિકાને સ્થાનકવાસીનું ચિહ્ન સમજવાને બદલે જૈનોનું ચિહ્ન સમજવું જોઇએ, અને જતના તત્વનાં પારખુ બનવું જોઇએ.
(૧૯) મુખ વસ્ત્રીકા બાંધી વહોરાવવાથી, કયારેય દૂધ વગેરે પર ફૂંક મારવાની ક્રિયા, આદત ટેવ હોય તોય થતી નથી. અને હાથ વ્યસ્ત હોય તોય ઉઘાડે મોઢે વાત થતી નથી. આમ વહોરાવતી વખતે પણ મુખવસ્ત્રીકા બાંધવી શ્રાવકોને માટે વિવેકપૂર્ણ સિધ્ધ થાય છે. અન્ય મતાવલંબીઓ મૌન સાધના વખતે કાષ્ઠનાં ચોખઠાથી મોઢુ બાધી દેતાં, તેવા વર્ણનો આગમમાં છે. તેની સરખામણીમાં જ્ઞાન અને વિવેક પૂર્વક મુખવસ્ત્રીકા બાંધવી સુલભ અને ઉતમ જ છે.
સાર ઃ (૧) મુખવસ્ત્રિકા જૈનનું ચિહ્ન છે (૨) સૂત્ર પર, પુસ્તક પર, પાસેની વ્યકતિ પર થૂંક ઉડવાથી રક્ષા કરે છે. (૩) વાયુકાય તથા ત્રસ–સંપાતિમ જીવોની રક્ષા કરવાવાળી છે.(૪) મુખના ઉચ્છ્વાસથી તેનાથી, પાસેની વ્યકિતને તકલીફ થતી નથી.
આ સિવાય શ્રાવકાચારમાં મુનિ દર્શન કરવાના પાંચ નિયમ(અભિગમ) શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે, તેમાં પણ મુનિઓની સેવામાં ઉપસ્થિત રહેતી વખતે શ્રાવકે ઉઘાડા મુખે રહેવાની મનાઈ કરી છે. અર્થાત્ મોઢા પર કપડું લગાડીને જ મુનિની સીમામાં પ્રવેશ કરવાનું જણાવ્યું છે. ગુરુજનો ઉઘાડા મુખે બોલનારને ઉતર આપવાની મનાઈ ફરમાવે તોજ શ્રાવકો શીખશે.
મોટા—મોટા શેઠ, સેનાપતિ, રાજા વગેરે જે કોઈ પણ શ્રાવક હોય તેઓ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરતા તથા વસ્ત્ર લગાડીને જ મુનિની સેવામાં પ્રવેશ કરતા હતા.
તેથી એક ગુણ તો સ્પષ્ટ થાય છે જ કે મુહપત્તિ બાંધવાથી, પાસે ઉભેલા શ્રમણોની સાથે વાતચીત કરતી વખતે પોતાનું થૂંક તેમના પર ઉડે નહીં. ઉઘાડા મોંએ બોલવાથી જિનાજ્ઞાની મર્યાદાનો લોપ થાય છે અને મુખમાંથી થૂંક ઉછળીને કેટલીકવાર બીજા પર ઉડે છે ! જેથી આશાતના થાય છે. મંદિરમાર્ગી મૂર્તિની આશાતનાથી બચવા મોઢા પર વસ્ત્ર બાંધી મૌનપૂર્વક જ પૂજા કરે છે પરંતુ શાસ્ત્રાજ્ઞા ભંગ કરીને પણ ગુરુઓની સામે આવે ત્યારે મોંએ વસ્ત્ર બાંધતા શરમનો અનુભવ કરે છે અને કેટલાક સ્થાનકવાસી લોકો પણ આળસને કારણે મુહપત્તિ બાંધતા નથી તે પણ ઠીક નથી. પોતાના નિયમો અને વિધિ વિધાનોનું દરેક ક્ષેત્રમાં ધ્યાન રાખવું જ જોઇએ. વળી કોઇને એ અગવડ ભર્યું લાગતું હોય તો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક નાની ચારેક વર્ષની બાળકી પોતાથી અડધી વયનાં બાળકને ઉંચકી ઉભી હતી, આ જોઇને કોઇએ તેને પુછયું કે તને આનો ભાર નથી લાગતો ? તો તેણે જવાબ આપ્યો કે ' એ તો મારો ભાઇ છે ' . એ નાનકડી બાળકીને એ નથી સમજાતું કે ભાઇને અને વજનને શું સંબંધ હોય ? (જયાં પ્રેમ છે ત્યાં ભારનો વિચાર પણ નથી આવતો )
તો પછી સંયમભાવથી અને વાયુકાયની જયણા માટે અનુકંપા ભાવથી ધારણ કરેલી મુહપતીથી અડચણ કેમ થાય ? એ તો પછી શરીર સાથે આત્મસાત થઇ જાય છે. સંયમીને તો એ પહેરેલી ન હોય—તો અગવડ થાય છે. ઉત્કૃષ્ટ અનુકંપાભાવ સાધકને પાછા સંસારમાં કે સંસારભાવમાં જતાં અટકાવે છે.
અમી.(અમૃત જેવી)
મુખવસ્ત્રીકા મોઢે ન બાંધતા, હાથમાં રાખવા માટેનું એક કારણ એ બતાવવામાં આવે છે કે મોઢાની થૂંકથી સમુચ્છીમ જીવોની ઉત્પતિની સંભાવના રહે છે. પરંતું આનું કોઇ આગમ પ્રમાણ નથી.
ચૌદ પ્રકારનાં સમુચ્છીમ મનુષ્યોનાં ઉતપતિ સ્થાન શાસ્ત્રોમાં નામ સાથે બતાવેલ છે. આમાં પરસેવાનું અને થૂંકનું નામ નથી. મેલ,પરસેવાથી ભીના થયેલા કપડામાં પણ શરીરની ગરમીનાં કારણે જીવઉતપતિ થતી નથી. જે ચૌદ નામ આપેલા છે તેમાં કેટલાંકનું પ્રયોજન દિવસમાં એક–બે કે કોઇનું ચાર-પાંચ વખત પડે છે. લોહીપરુ તો કયારેક હોય અને ન પણ હોય, પણ થૂંક અને પરસેવા સાથે તો સતત દિવસ દરમીયાન સંપર્ક થતો રહે છે. આમ મહત્વના નામ છોડી દઇ, ઓછા મહત્વના નામ સૂત્રપાઠમાં ગણાવવા માટે કોઇ કારણ નથી. તેથી થૂંક,પરસેવાની ગણતરી ચૌદમાં સ્થાનમાં કરવી ભૂલભરેલું છે.
છેલ્લે ચૌદમું નામ સર્વપ્રકારનાં મનુષ્ય સંબંધી અશુચિ સ્થાનનું છે. પરંતુ મુખ એ કોઇ અશુચિ સ્થાન નથી. અને થૂંકનું નામ શાસ્ત્રોમાં જયાં પણ આવે છે ત્યાં તેના ગુણો દર્શાવેલા છે.
– સનત ચક્રીને દીક્ષા લીધા પછી થૂંકમાં લબ્ધી ઉત્પન થઇ હતી. ઇન્દ્ર જયારે તેમને રોગના ઉપચારની તૈયારી બતાવે છે ત્યારે પોતાનું થૂંક તેમણે શરીર પર લગાડયું અને રોગવાળા તેમના શરીરનો તેટલો ભાગ સુવર્ણ જેવો થઇ ગયો.તેટલા ભાગમાં તે રોગ મટી ગયો. લબ્ધીઓ જયાં આત્મપ્રદેશ હોય ત્યાં ઉતપન્ન થાય, તેથી થૂંક એ કોઇ અશુચિ પદાર્થ નહિં પણ શરીરનો ભાગ છે. અશુચિઓ શરીરમાંથી બહાર ફેંકાય છે, થૂંક શરીરમાં અંદર ઉતરે છે.
=
- એક કથા અનુસાર કરગુડુ નામનાં શિષ્યથી ભૂખ સહન ન થતી. તેથી તે ચોમાસાની મોટી પાંખીના દિવસે પણ આહાર વહોરી લાવે છે. ગુરુને બતાવતાં, ગુરુ તેને અધન્ય કહી તેના આહારમાં થૂંકે છે. અહિં એ થૂંક વાળા આહારને પણ પરઠવાની કોઇ કોશીષ નથી કરવામાં આવી. પણ તેને પસ્તાવા સાથે ખાવાની કોશીષ કરી રહેલા શિષ્યને કેવળજ્ઞાન થાય છે.
– જાનવરો પણ પોતાના ઘાવને ચાટીને મટાડે છે. જયાં ચાટી નથી શકતાં ત્યાં ઘાવ થાય તો જલ્દી ભરાતો નથી . આમ ટૂંક એન્ટીબાયોટીક અને એન્ટીસેપ્ટીક પણ છે.
– મોઢામાંનો ઘાવ થૂંકથી પાકી જતો નથી પણ સારી રીતે સાજો થઇ જાય છે.
– ડોકટરો પણ રોગની તપાસણી માટે શરીરના બધા પદાર્થોના નમુના લે છે, પણ જે રોગના જંતુઓ લોહીમાંના સફેદ કણો સાથે પણ લડીને જીવીત રહે છે તેઓ ફુંકમાં ટકી શકતા નથી. તેથી થૂંકની તપાસ જવલેજ કરવામાં આવે છે. (જીવ–જંતુ–વિષાણું) (વિષાણુંઓ એટલે વિષના અણુઓ, શરીરમાનાં તત્વોનું વિઘટન કે ઘટન કરી શકે તેવા, શરીરને હાનીકારક અજીવ પુદગલો.)
– થૂંકથી નાના જીવોને ઉપાડી શકાય છે, થૂંકમાં તે મરતાં નથી.