________________
આગમસાર–પૂર્વાર્ધ
182
જેનું કીર્તન, વંદન અને ભાવપૂજન ક્યું છે, જે લોકમાં ઉત્તમ છે, તે સિદ્ધ ભગવાન ! મને ભાવ આરોગ્ય, શુદ્ધ સમ્યક્ત્વ લાભ અને શ્રેષ્ઠ સમાધિ ભાવ આપો.(તમારા ગુણોનું આલંબન લેતાં મને એ ભાવોની પ્રાપ્તિ થાય.)
ચંદ્રથી પણ અધિક નિર્મળ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા મહાસમુદ્રની સમાન ગંભીર ભગવાન ! મને મોક્ષની સિદ્ધિ અને મોક્ષમાર્ગ દેખાડનારા છો .
સામાયિક વ્રત લેવાનો પાઠ (કરેમિ ભંતે) :–
ભગવાન ! હું સામાયિક વ્રત ગ્રહણ કરું છું, પાપ કાર્યોનો ત્યાગ કરું છું. બે ઘડી માટે અને તે ઉપરાંત ન પારું ત્યાં સુધી હું આપની સેવામાં બેસું છું. હું પાપકાર્યોને મન, વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ તથા વચન અને કાયાથી અનુમોદના પણ કરીશ નહી.હું પૂર્વકૃત પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાઉં છું. હૃદયથી તે કાર્યોને ખરાબ સમજું છું. તેની ગર્હા કરું છું, આ રીતે મારા આત્માને પાપ ક્રિયાથી અલગ કરું છું.
સિદ્ધ સ્તુતિનો પાઠ (નમોત્થણું) :
અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે ધર્મની આદિ કરનારા છે, ચાર તીર્થની સ્થાપના કરનારા, સ્વયં બોધ પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન છે, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરવાવાળા, લોકમાં દીપક સમાન, લોકમાં ઉદ્યોત કરનારા છે.
જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રને દેનારા, મોક્ષ માર્ગના દાતા, શરણ દેનારા, સંયમ રૂપી જીવનના દેનારા, સમ્યક્ત્વ લાભના દેનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી છે.
ચાર ગતિનો અંત કરનારા શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. દ્વીપ સમાન, રક્ષક રૂપ, શરણભૂતને આધાર ભૂત છે.
બાધા રહિત શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શનને ધારણ કરવાવાળા, છદ્મસ્થ અવસ્થાથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, અન્યને જીતાડનારા, સ્વયં સંસાર તરેલા, બીજાને તારનારા, સ્વયં બોધ પામેલા અને બીજાને બોધ દેનારા, સર્વ કર્મબંધનથી મુક્ત અને બીજાને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી છે.
જે કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગ રહિત, અંત રહિત, ક્ષય રહિત, બાધા રહિત, પુનરાગમન રહિત એવા સિદ્ધ ગતિ નામના સ્થાનને પામી ગયા છે, ભયને જીતી ચૂક્યા છે, તે જિનેશ્વર સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર હોજો.
તથા આ ગુણોથી યુક્ત જે અરિહંત ભગવાન સિદ્ધ ગતિના ઇચ્છુક છે, તેમને પણ મારા નમસ્કાર હોજો. સામાયિક પાળવાનો પાઠ (એયસ્સ નવમસ્સ)
આ નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે. તેની આલોચના કરું છું.
(૧) સામાયિકના સમયે મનમાં અશુભ ચિંતન ર્ક્યુ હોય.
(૨) અયોગ્ય વચન બોલ્યા હોય.
-:
(૩) કાયાથી અયોગ્ય કાર્ય ર્યું હોય
(૪) સામાયિકને અથવા સામાયિક લેવાના સમયને ભૂલાઈ જવાયું હોય.
(૫) સામાયિકને અનવસ્થિત રૂપથી કરી હોય. નિયમોનું બરાબર પાલન ન ક્યું હોય તો તે મારું પાપ નિષ્ફળ થાઓ. સામાયિકને (મન,વચન,કાયાથી,ભાવથી)સમ્યક્ સ્પર્શ ક્યોં ન હોય, પાલન ન ક્યું હોય, શુદ્ધતાપૂર્વક ન કરી હોય, તેને પૂર્ણ ન ર્ક્યુ હોય, કીર્તન ક્યું ન હોય, આરાધના કરી ન હોય, આજ્ઞા અનુસાર પાલન ન ક્યું હોય તો તેનાથી થનારું મારું પાપ નિષ્ફળ થાઓ.
ન
સામાયિકના ૩૨ દોષ
મનના ૧૦ દોષ :
(૧) અવિવેક :– સામાયિકમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહનો સંકલ્પ કરવો, વિવેક (ઉપયોગ) રાખ્યા વિના સામાયિક કરવી. (૨) યશકિર્તી :– યશને માટે સામાયિક કરવી. (૩) લાભાર્થે :– ધન, પુત્ર આદિ લાભ માટે સામાયિક કરવી.
(૪) ગર્વ :– ઘમંડમાં આવીને સામાયિક કરવી. સામાયિકમાં ગર્વ કરવો.
(૫) ભય :– કોઈના ડરથી અથવા દબાણથી સામાયિક કરવી.
(૬) નિદાન :– સામાયિકના ફળથી પરભવમાં ભૌતિક સુખ પ્રાપ્તિનો સંકલ્પ કરવો.
(૭) સંશય :– સામાયિકના ફળમાં સંદેહ રાખવો. (૮) રોષ :– સામાયિકમાં ગુસ્સો કરવો, કષાય કરવો.
=
(૯) અવિનય :– સામાયિકમાં દેવ ગુરુનો બરાબર વિનય ન કરવો.
(૧૦) અબહુમાન :– સામાયિક પ્રત્યે હૃદયમાં આદરભાવ ન રાખવો.
વચનના ૧૦ દોષ ઃ- -
(૧) કુવચન :– ખરાબ શબ્દો બોલવા, કર્કશ—કલેશકારી ભાષા બોલવી . (૨) સહસાકાર :–(ઓચિંતું .)વગર વિચાર્યું બોલવું. (૩) સ્વછંદ :– સાંસારિક ગીત અથવા અશ્લીલ શબ્દ, સિનેમાનાં ગીત આદિ બોલવા.
(૪) સંક્ષેપ :– સામાયિકના પાઠ આદિને સંક્ષેપ કરી બોલવા. (૫) કલહ :– ક્લેશકારી વચન બોલવા, કલહ કરવો.