________________
jainology
181
આગમસાર (૫) નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન, પ્રતિક્રમણ પાઠ (નમો ચઉવીસાએ) – હું ઋષભદેવથી લઈને મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરું છું. આ નિગ્રંથ પ્રવચન જ સત્ય, અનુત્તર, અદ્વિતીય (અજોડ), પ્રતિપૂર્ણ, મોક્ષમાં લઈ જનારું સર્વતઃ શુદ્ધ છે. માયા, નિયાણું અને મિથ્યાદર્શન; આ ત્રણ શલ્યને છેદનારું(નાશ કરવાવાળું) છે. આ સિદ્ધિ, મુક્તિ, નિર્માણ-મોક્ષ, નિર્વાણ-શાંતિનો માર્ગ છે. આ સત્ય, અવિચ્છિન્ન અને સર્વ દુઃખોનો નાશ કરવાનો માર્ગ છે.
આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત મનુષ્ય, સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થાય છે તથા સર્વ દુઃખોનો અંત કરે છે. હું આ નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા. પ્રતીતિ અને રુચિ કરું છે. એનું આચરણ અને અનપાલન કરું છું. અને રુચિ કરતાં, એનું પાલન અને અનુપાલન કરતાં, આ નિગ્રંથ ધર્મની આરાધનાને માટે હું તત્પર થાઉં છું, વિરાધનાથી વિરમું છું.
હું અસંયમ, અબ્રહ્મચર્ય, અકલ્પ, અજ્ઞાન, અક્રિયા, મિથ્યાત્વ, અબોધિ અને અમાર્ગનો ત્યાગ કરું છું તથા સંયમ, બ્રહ્મચર્ય, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યકત્વ બોધિ અને સન્માર્ગનો સ્વીકાર કરું છું. જે અતિચારોની સ્મૃતિ રહિ, જેની વિસ્મૃતિ થઈ, જેનું પ્રતિક્રમણ ર્ક્યુ, જેનું પ્રતિક્રમણ ન ક્યું, તે સંબંધી સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું..
હું શ્રમણ છું, સંયત અને વિરત છું. મેં ગયા કાળના પાપોની આલોચના કરી છે અને ભવિષ્યમાં પાપકર્મો ન કરવાના પ્રત્યાખ્યાન ર્યા છે. હું નિયાણાથી મુક્ત, દષ્ટિ સંપન્ન અને કપટ તથા જુકનો ત્યાગ કરનારો છું. અઢીદ્વીપ, બે સમુદ્ર અને પંદર કર્મભૂમિઓમાં હું મુહપત્તિ, રજોહરણ, ગુચ્છો અને પાત્રને ધારણ કરનારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગ (શીલ)ગુણોને ધારણ કરનારા, અક્ષત આચાર અને ચારિત્ર ધારણ કરનારા જે સાધુ છે, તે બધાને મનની એકાગ્રતાપૂર્વક મસ્તક નમાવીને(હાથ જોડીને)વંદન કરું છું.
સામાયિક સૂત્ર ભાષાનુવાદ નમસ્કાર મંત્ર – અરિહંતોને મારા નમસ્કાર હોજો. સિદ્ધોને મારા નમસ્કાર હોજો. આચાર્યોને મારા નમસ્કાર હોજો. ઉપાધ્યાયોને મારા નમસ્કાર હોજો. લોકમાનાં બધા સાધુઓને મારા નમસ્કાર હોજો. આ પંચ પરમેષ્ટિને કરાયેલા નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે અને તે બધા મંગલોમાં પ્રથમ મંગલ છે. ગુરુવંદનાનો પાઠ (
તિબ્બત્તો):- હે ભગવાન! હું આપની જમણી બાજુથી ત્રણ વાર પ્રદક્ષિણા કરું છું, વંદના કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર કરું છું, સન્માન આપું છું, ભગવાન આપ કલ્યાણ રૂપ છો, આપ મંગલરૂપ છો, આપ દેવરૂપ છો, આપ જ્ઞાનવંત છો, હે ભગવાન હું આપની સેવામાં બેસું છું અને મસ્તક નમાવીને વંદન કરું છું. વિધિઃ- ગુરુ મહારાજની તરફ મોઢું રાખીને સીધા ઊભા રહેવું અથવા પૂર્વ તથા ઉત્તર દિશામાં અરિહંત અથવા સિદ્ધ ભગવાનની સ્મૃતિ કરી તેમની તરફ મુખ કરી ઊભા રહેવું. પછી તેમની સામે હાથ જોડીને મસ્તકની જમણીથી ડાબી તરફ હાથોને ફેરવતાં ત્રણવાર આવર્તન કરવું, પછી વિનયયુક્ત ઘૂંટણો અને પંજાના બળે બેસીને (સક્કારેમિ થી પજુવાસામી સુધી બોલીને) ગુણકીર્તન કરવું. પછી “મર્થીએણે વંદામિ' બોલતી વખતે કમર વાળીને પંચાંગથી નમસ્કાર કરવા. અર્થાત્ બે ઘૂંટણ બે હાથ અને મસ્તક ભૂમિ પર લગાવીને પૂર્ણ વંદના કરવી. ગમનાગમન અતિચાર શુદ્ધિનો પાઠ (ઈરિયાવહી):- હે ભગવાન હું ઈર્યાપથિકી વિરાધનાનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. માર્ગમાં ગમનાગમન કરતાં કોઈ પ્રાણીને કચર્યા હોય, કોઈ બીજને કચર્યા હોય, કોઈ લીલી વનસ્પતિને કચડી હોય, જાકળ ઓસ, કીડીના દર, ફુગ, પાણી, માટી (સચિત્ત) અને મકડીના જાળાને કચડ્યા હોય અને જે મેં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પ્રાણીઓની વિરાધના કરી હોય. જેમ કે ૧. સન્મુખ આવતા હણ્યા હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં ક્ય હોય છે. સ્પર્શયા હોય ૬. કષ્ટ પહોંચાડ્યું હોય ૭. વધારે કષ્ટ પહોંચાડ્યું હોય ૮. ભયભીત ક્ય હોય ૯. એક સ્થાનેથી બીજા સ્થાને રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય, તો તેનું પાપ મારા માટે નિષ્ફળ હોજો. (તે કાર્યને માટે હું ખેદ અનુભવું છું. તેવા કાર્યની નિંદા કરું છું.) કાઉસ્સગ્ન કરવાનો પાઠ (તસ્સ ઉત્તરી) :
હે ભગવાન! તે પાપ યુક્ત આત્માને શ્રેષ્ઠ બનાવવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, વિશુદ્ધ કરવા માટે, શલ્યોથી રહિત કરવા માટે અને પાપોનો નાશ કરવા માટે હું કાઉસ્સગ્ન કરું છું. કાઉસ્સગ્નમાં શ્વાસ લેવો, છોડવો, ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું આવવું, ઓડકાર આવવો, વાયુ છૂટવો, ચક્કર આવવા, મૂછ આવવી, થોડા અંગોનું હલવું, થોડો કફ ચાલવો, થોડી આંખ હલવી. આદિનો મારે આગાર છે. એવું થવાથી મારો કાઉસ્સગ્ગ ખંડિત અથવા વિરાધિત થશે નહીં. એના સિવાય જ્યાં સુધી હું "નમો અરિહંતાણં" એમ બોલીને કાઉસ્સગ્ન ન પાળું ત્યાં સુધી મારું શરીર સ્થિર કરીને વચનથી મૌન રહીને અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરી પોતાના આ શરીરને વોસિરાવું છું. અર્થાત્ એનું મમત્વ ત્યાગીને કાઉસ્સગ્ન કરું છું. ૨૪ જિન સ્તુતિનો પાઠ (લોગસ્સ):
લોકમાં ઉદ્યોત કરનારા, ધર્મ તીર્થની સ્થાપના કરનારા, રાગદ્વેષને જીતનારા, ૪ ઘાતી કર્મોનો નાશ કરનારા, ચોવીસ કેવળજ્ઞાની તીર્થકરોની હું સ્તુતિ કરીશ.
શષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ જિનેશ્વરને હું વંદન કરું છું. સુવિધિ(પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ જિનેશ્વરને હું વંદન કરું છું. કંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પારસ, વર્ધમાન જિનેશ્વરને હું વંદન કરું છું.
આ પ્રકારે મારા દ્વારા સ્તુતિ કરાયેલ, કર્મ રૂપી રમેલ રહિત તથા જન્મ મરણથી મુક્ત ચોવીસ જિનેશ્વર તીર્થકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ.