________________
18
આગમચાર-પૂર્વાર્ધ અમે બ્રહ્મચારીણી છીએ. અમને આ વાતો સાંભળવી પણ કલ્પતી નથી તમે ઇચ્છો તો તમને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સંભળાવીએ." પોટીલાએ ધર્મોપદેશ સાંભળી શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. તેનાથી તેને નૂતન જીવન મળ્યું. તેનો સંતાપ શમ્યો. ધર્મ પ્રત્યે રુચિ થઈ. ત્યારબાદ સંયમ લેવાનો સંકલ્પ ર્યો. તેટલીપુત્ર પાસે અભિલાષા વ્યક્ત કરી. ત્યારે તેટલીપુત્રે કહ્યું – “તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને પ્રતિબોધવા આવજો. આ વચન સ્વીકારો તો અવશ્ય અનુમતિ આપીશ." પોટ્ટીલાએ શરતનો સ્વીકાર ક્યો. તે દીક્ષિત થઈ ગઈ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઈ. પૂર્વકથા : તેત
1. તેનો દીકરો યુવાન થતાં તેને રાજ્ય ઝટવી ન લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ ક્રૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઈ. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગુપ્ત રીતે તેટલીપુત્રને અંતઃપુરમાં બોલાવી, ભવિષ્યમાં થવાવાળા સંતાનની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કરવામાં આવ્યું કે જો પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેતલીપુત્રના ઘરે જ પાલન પોષણ કરવામાં આવશે. સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે તેટલીપુત્રની પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વકૃત નિશ્ચય અનુસાર તેટલીપુત્રે સંતાનની અદલાબદલી કરી. પત્નીને બધી વાતથી વાકેફ કરી. રાજકુમાર મોટો થવા લાગ્યો. કાલાંતરે કનકરથ રાજાનું મૃત્યુ થતાં ઉત્તરાધિકારી માટે ચર્ચા થવા લાગી. તેતલીપુત્રે રહસ્ય પ્રગટ ક્યું અને રાજકુમાર કનકધ્વજને રાજ્યાસીન કરવામાં આવ્યા. રાણી પદ્માવતીનો મનોરથ સફળ થયો. તેણે કનકધ્વજ રાજાને આદેશ કર્યો કે તેટલીપુત્ર પ્રત્યે સદેવ વિનમ્ર રહેવું. તેનો સત્કાર કરવો, રાજસિંહાસન, વૈભવ ત્યાં સુધી કે તમારું જીવન પણ તેમની કૃપાથી છે. કનકધ્વજે માતાનો આદેશ સ્વીકાર્યો. અમાત્ય પ્રત્યે આદર કરવા લાગ્યા. આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞા અનુસાર તેટલીપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો ક્યે પરંતુ રાજા દ્વારા અત્યંત સન્માન મળતાં તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે અંતિમ ઉપાય ક્યું. રાજા આદિને તેનાથી વિરુદ્ધ ક્ય. એક દિવસ જ્યારે રાજસભામાં ગયા ત્યારે રાજાએ તેની સાથે વાત તો ન કરી પણ તેની સામે પણ જોયું નહિ. તેટલીપુત્ર આવો વિરુદ્ધ વ્યવહાર જોઈ ભયભીત થઈ ગયા. ઘરે આવ્યા. માર્ગમાં અને ઘરે આવતાં પરિવાર જનોએ કિંચિત્ આદર ન
ર્યો. પરિસ્થિતિ બદલાયેલી જોતાં તેટલીપુત્રને આપઘાત કરવાનો વિચાર સ્ફર્યો. આપઘાતના બધા ઉપાયો અજમાવી લીધા, પણ દૈવી માયાના યોગે સફળતા ન સાંપડી.
જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં અસફળ થતાં નિરાશ થયો ત્યારે પોટ્ટીલદેવ પ્રગટ થયા. સારભૂત શબ્દોમાં ઉપદેશ આપ્યો. તે સમયે તેટલીપુત્રના શુભ અધ્યવસાયે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે જાણ્યું કે પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મહાપા નામનો રાજા હતો. સંયમ અંગીકારકરી,યથાસમયે અનશન કરી મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાર પછી અહીં જન્મ લીધો માનો કે તેટલીપુત્રને નૂતન જીવનની પ્રાપ્તિ થઈ. થોડો વખત પહેલા જેની ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો હવે અલૌકિક પ્રકાશ છવાઈ ગયો. ભાવોની શ્રેણી ક્રમશઃ વિશુદ્ધ થતાં કેવળાજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદુંદુભી વાગી. કનકધ્વજ રાજા આવ્યો. ક્ષમા માગી. ઉપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર ક્ય. તેટલીપુત્ર અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિદ્ધ થયા.
ણા - શિક્ષા :- (૧) પ્રતિજ્ઞાબદ્ધ દેવ ધર્મક્રિયામાં સહાયક બને છે. (૨) અનુકૂળ વાતાવરણ કરતાં પ્રતિકૂળતામાં શીધ્ર બોધ થાય છે. (૩) પતિ-પત્નીનો પ્રેમ ક્ષણિક હોય છે. તે કર્મોના ઉદયથી બદલાઈ પણ જાય છે. (૪) વિપકાળમાં પણ સુખી અને પ્રસન્ન રહેવાનો ઉપાય કરવો. (૫) દુઃખથી ગભરાઈ આત્મઘાત કરવો મહા કાયરતા છે, અજ્ઞાન દશા છે. એવા સમયમાં ધર્મનું સ્મરણ કરી સંયમ–તપ સ્વીકારવા જોઇએ. અર્થાત્ દુઃખમાં તો ધર્મ અવશ્ય કરવો.
અધ્યયન – ૧૫."નન્દીફળ" (રૂપક). ચંપાનગરીમાં ધન્ય સાર્થવાહ શક્તિ સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ધન્ય સાર્થવાહે સેવકો દ્વારા ચંપાનગરીમાં ઘોષણા કરાવી – ધન્ય સાર્થવાહ અહિચ્છત્રા નગરી જઈ રહ્યા છે. જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે પણ પ્રકારના સાધનનો અભાવ હશે તેની પૂર્તિ કરવામાં આવશે. દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ધન્ય શ્રેષ્ઠીએ સૌની સાથે ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત્ત સ્થાને વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી. માણસોની અવર જવર ન હતી. બરાબર મધ્ય ભાગમાં એક વિષયુક્ત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો. સ્પર્શ કરતાં, સૂંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતાં પણ તે બધા તો ઠીક, પણ તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્ય સાર્થવાહ તે નન્દીફળના વૃક્ષોથી પરિચિત્ત હતો. તેથી સમયસર ચેતવણી આપી દીધી કે – 'સાર્થની કોઈ વ્યક્તિએ નન્દીફળની છાયાની નજીક પણ ન જવું.' ધન્ય સાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ ક્ય તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શક્યા. જે તેનાથી બચ્યા તે સકુશળ યથેષ્ટ સ્થાને પહોંચી સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઈ પોતાના મન ઉપર નિયંત્રણ ન રાખી શક્યા તેઓ મૃત્યુના શિકાર બન્યા. તાત્પર્ય એ છે કે આ સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નન્દીફળ સમાન છે. ઇન્દ્રિયના વિષય ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે છે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય હોય છે. દીર્ઘકાળ સુધી વિવિધ વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી, સાધકે વિષયોથી બચવું જોઈએ. પ્રેરણા – શિક્ષા :– (૧) બુઝુર્ગ અનુભવી વ્યક્તિઓની ચેતવણી, હિતસલાહની ક્યારેય ઉપેક્ષા ન કરવી. (૨) અજાણ્યું ફળ ખાવું નહિ. (૩) ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરવો. (૪) ખાવા-પીવાની આસક્તિ મનુષ્યના શરીર, સંયમ અને જીવનનો ખાત્મો બોલાવી દે છે. તેથી ખાવા-પીવામાં વિવેકનું જ્ઞાન હોવું આવશ્યક છે.