________________
17
jainology
આગમસાર તેનો ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં જન્મનો પરિચય આપ્યો, તે નીચે પ્રમાણે છે – રાજગૃહી નગરીમાં નંદ નામનો મણિયાર હતો. ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાદષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો, છતાં તપશ્ચર્યાદિ બાહ્ય ક્રિયાઓ પૂર્વવત્ કરતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં અષ્ટમભક્તની તપશ્ચર્યા કરી, પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ અને તરસ લાગતાં પૌષધ અવસ્થામાં જ વાવડી–બગીચા આદિનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુક્ત થયા બાદ રાજા પાસે પહોંચ્યો. રાજાની આજ્ઞા મેળવીને સુંદર વાવડી બનાવાઈ તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. બહુધા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યે તેની આસક્તિ અધિકાધિક વધવા લાગી. આગળ જતાં નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુક્ત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી. અનેક ચિકિત્સકો આવ્યા, અનેકાનેક ઉપચારો ર્યા છતાં સફળતા ન મળી. અંતે નંદ મણિયાર આર્તધ્યાનવશ થઈ મૃત્યુ પામી વાવડીની આસક્તિને કારણે ત્યાંજ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ વારંવાર લોકોના મુખેથી નંદની પ્રશંસા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવના મિથ્યાત્વ સંબંધી પાપનો પશ્ચાતાપ કરી આત્મ સાક્ષીએ પુનઃ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. જાવજીવ છઠ છઠના પારણા અને પારણે અચિત આહાર નો તપ કયો. ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમસયો. સમાચાર જાણવા મળતાં તે પણ ભગવાનના દર્શન કરવા ઉત્કંઠિત થયો. રસ્તામાં જ શ્રેણિકરાજાના સૈન્યના એક ઘોડાના પગ નીચે તે. દબાઈ ગયો. જીવનનો અંત નજીક જાણી; અંતિમ સમયની વિશિષ્ટ આરાધના સંથારો કરી મૃત્યુ પામી દેવપર્યાયમાં ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તરત ભગવાનના સમોસરણમાં આવ્યો. દેવગતિનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, ચારિત્ર અંગીકાર કરી મુક્તિપદને મેળવશે. પ્રેરણા – શિક્ષા:- પ્રસ્તુત અધ્યયનમાંથી બે શિક્ષા પ્રાપ્ત થાય છે. (૧) સગુરુના સમાગમથી આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે. તેથી, સંત સમાગમ કરતા રહેવું જોઇએ. (૨) આસક્તિ અધઃપતનનું કારણ છે; તેથી સદાય વિરક્ત ભાવ કેળવવો જોઈએ. વસ્તુ કે વ્યક્તિમાં જ્યારે રાગ-દ્વેષ કે આસક્તિ પરિણામ ન કરવા.(૩) સંજ્ઞિ તિર્યંચને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે તથા તે શ્રા આદરી શકે છે.(૪) ચારિત્રની ઘાત થતાં દર્શનની પણ હાનિ થાય છે. (૫) પ્રીતિ ત્યાં ઉત્પતિનાં ન્યાયે આસકતિમાં ઉતપતિ થાય છે.(૬) તીર્થકરને દૂરથી વંદવાથી પણ સુગતિ થાય છે. સમ્યકત્વની ચાર શ્રદ્ધાનું મહત્વ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. (૧) જિનભાષિત તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી. (૨) તત્વજ્ઞાની સંતોનો સંપર્ક કરવો. (૩) અન્યધર્મીઓની સંગતિનો ત્યાગ કરવો. (૪) સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયેલાનો પરિચય વર્જવો. આ ચાર બોલથી વિપરીત વર્તતા નંદ મણિયાર શ્રાવક ધર્મથી પતિત થઈ ગયા, માટે યથા શક્તિ નિયમિત સંતોની ઉપાસના તથા જિનવાણીનું શ્રવણ કરવું. તિર્યંચ ભવમાં પણ જાતે જ શ્રાવક વ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયે આજીવન અનશન પણ જાતે જ કરી શકાય છે, તે આ અધ્યયન દ્વારા ફલિત થાય છે.(શું કંઠસ્થ જ્ઞાન જરુરી છે? આ પ્રશ્નનો ઉતર અહિં મળે છે. કેવલી ભગવાનનાં જ્ઞાનમાં લોકનાં જે ભાવ દેખાયા તે પરથી જીવ ગતિથી કર્મસંયોગે જો આવી કોઈ પરિસ્થિતિમાં પડી જાય તો ફક્ત કંઠસ્થ જ્ઞાનનું જ અવલંબન રહે છે. આવું જાણી ભવ્ય જીવોનાં હિતને માટે જ્ઞાન કંઠસ્થ કરવાની પ્રભુની હિતાવહ આજ્ઞા છે.અઢીદીપની બહાર અગિયાર અંગ સૂત્ર ધારી તિર્યંચ શ્રાવકો પણ છે અને કરણી કરી એકમવતારી પણ થાય છે.) શ્રાવક વ્રતમાં સ્થૂલ પાપોનો ત્યાગ છે અને સંથારામાં સર્વથા પાપોનો ત્યાગ હોય છે, તો પણ સંથારામાં તે સાધુ નથી કહેવાતો. બાહ્ય વિધિ, વેષ, વ્યવસ્થા એવં ભાવોમાં સાધુ અને શ્રાવકની વચ્ચે અંતર હોય છે. તેથી સંથારામાં પાપોનો સર્વથા ત્યાગ હોવા છતાં શ્રાવક, શ્રાવક જ કહેવાય છે. સાધુ નહિ.
અધ્યયન – ૧૪ તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા તેરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે સરનો સમાગમ પ્રાપ્ત ન થતાં વિદ્યમાન સગુણોનો હ્રાસ થાય છે. જ્યારે આ અધ્યયનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે સદ્ નિમિત્ત મળતાં અવિદ્યમાન સગુણ પણ વિકસિત થાય છે. તેથી ગુણાનુરાગી આત્માએ તેવા નિમિત્તોને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પ્રાપ્ત ગુણોનો વિકાસ અને અવિદ્યમાન ગુણોની પ્રાપ્તિ થતી રહે. તેતલપુર નગરના રાજા કનકરથના પ્રધાનનું નામ તેતલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષિકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ, જોતાંજ તે તેમાં આસક્ત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહૂર્ત બન્નેના લગ્ન થઈ ગયા. ઘણા સમય સુધી બન્ને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડ્યો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન્ન રહેવા લાગી. તેનો નિરંતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું – તું ઉદાસીનતા છોડી દે. આપણી ભોજનશાળામાં પ્રભૂત ભોજન–પાણી, ફળ મેવા મુખવાસ અને સ્વાદિમ તૈયાર કરાવી શ્રમણ, માહણ, અતિથિ અને ભિખારીઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કરો." પોટીલાએ તે પ્રમાણે ક્યું. સંયોગોવશાત્ એક વખત તેટલીપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. ગોચરી અર્થે તેટલીપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ આહારાદિ વહોરાવી સાધ્વીજીઓને વિનંતિ કરી કે – "હું તેટલીપુત્રને પહેલાં ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છે. તમે તો ખૂબ ભ્રમણ કરો છો. તમારો અનુભવ પણ બહોળો હોય છે, તો કોઈ કામણ ચૂર્ણ કે વશીકરણ મંત્ર બતાવો જેથી હું તેટલીપુત્રને પૂર્વવત્ આકૃષ્ટ કરી શકું." સાધ્વીજીઓને આ વાતોથી શો ફાયદો? પોટીલાનું કથન સાંભળતાં જ બન્ને કાનને હાથથી દબાવી દીધા અને કહ્યું કે હે દેવાનુપ્રિયા