________________
આગમસાર–પૂર્વાર્ધ
‘પોરસી પ્રત્યાખ્યાન’ કહે છે. પોરસી આદિ ૯ પ્રત્યાખ્યાનોમાં હીનાધિક વિવિધ આગાર છે.
પૂવાá(પુરિમટ્ટ) :– બે પોરસી. તેમાં સૂર્યોદયથી અડધા દિવસ સુધી ચારેય આહારનો ત્યાગ હોય છે.
એકાસણું :
:– તેમાં એક સ્થાને બેસી એક વખત ભોજન કરવામાં આવે છે, તે સિવાયના સમયમાં ત્રણેય આહારનો ત્યાગ હોય છે. માત્ર અચેત પાણી લઈ શકાય છે.
એક સ્થાન(એકલ ઠાણા) :- તેમાં એક વાર એક સ્થાને ભોજન કરવા સિવાય બાકીના સમયે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, અર્થાત્ આહાર–પાણી એક સાથે જ લેવામાં આવે છે.
નીવી ઃ તેમાં એકવાર રૂક્ષ(વિગય રહિત) આહાર કરવામાં આવે છે, પાંચેય વિગયોનો અને મહાવિગયનો ત્યાગ હોય છે. એકવારના ભોજન સિવાય ત્રણેય આહારનો ત્યાગ હોય છે. અચેત પાણી દિવસે પી શકાય છે. ખાદિમ–સ્વાદિમનો આ તપમાં સર્વથા ત્યાગ હોય છે.(નીવી અને આયંબીલમાં આહારનાં સમય સુધી પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે.)
168
આયંબિલ :તેમાં એક વાર ભોજન કરવામાં આવે છે, જેમાં એક જ રૂક્ષ પદાર્થને અચેત પાણીમાં ડુબાડી—ભીંજાવી નીરસ બનાવી ખાઈ તથા પી શકાય છે. અન્ય કાંઈપણ ખાઈ શકાતું નથી. એક વારના ભોજન સિવાય દિવસમાં જરૂરિયાત અનુસાર અચેત પાણી લઈ શકાય છે.
(નોંધ : વર્તમાનમાં આયંબીલ ઓળીનાં પ્રચારથી જે ૧૦–૨૦ દ્રવ્યોથી મીઠા મસાલાના ઉપયોગ વાળું આયંબીલ કરાય છે તે પરંપરાથી આયંબીલ કહેવાય છે. તેને આગમ શુધ્ધ આયંબીલ નહિં પણ નીવી કહી શકાય. આગમમાં આયંબીલનાં ઉલ્લેખ સાથે લુખા રુક્ષ પદાર્થને અચિત પાણીમાં પલાડીને નિરસ કરી આહાર કરવાનું વર્ણન આવે છે. વર્તમાન સમયમાં મીઠું[નીમક] solt નું પ્રમાણ શરીરમાં ઓછું થઇ જવાથી કેટલાક વડીલ,સીનીયર સીટીઝનને સારવારની જરુર પડે છે તેથી તેટલા ફેરફારને સમય અનુસાર ગણી શકાય. )
પરંપરાઓ
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે આગમનો જ્ઞાન અને વિવેક પૂર્વક અર્થ કરવો યોગ્ય ગણાય. તેમાં ધર્મનાં મૂળભૂત સિધ્ધાંતોનો સમનવય પણ હોવો જ જોઇએ.તે સિવાય જે ફકત પૂર્વજોના કરવાથી ચાલી આવતી રીતીઓ હોય, તેને ફકત પરંપરા જ કહી શકાય. આવી પરંપરાઓનાં કારણે અને મુખ્ય તો વ્યકતિગત માનકષાયના કારણે અલગ અલગ સંપ્રદાયો થતા હોય છે. આગમ પ્રમાણના અભાવમાં તથા તે રીતીઓ માટેનાં જ્ઞાન કે વિવેકના અભાવમાં તે સંપ્રદાયો નહિં પણ ફકત ચાલી આવી રહેલી અલગ અલગ પરંપરાઓ અને વ્યકતિગત માનકષાયના કારણે ઉદભવેલા સંગઠનો જ સિધ્ધ થાય છે.
ઉપવાસ : તેમાં સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે. પરંપરાથી દિવસમાં અચેત પાણી પીવાય છે. તેમાં આગલા દિવસે સૂર્યાસ્તથી ચોવિહાર કરવું જોઇએ. આના ત્રેવીહાર(પાણી આગાર ) તથા ચોવિહાર ઉપવાસ એમ બે પ્રકાર છે.
દિવસ ચરિમ :– ભોજનપછી ચોથા પ્રહરમાં જ્યારે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેને દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે. આ પ્રત્યાખ્યાન હંમેશા કરી શકાય છે અર્થાત્ આહારના દિવસે તથા આયંબિલ, નીવી તેમજ તિવિહાર ઉપવાસમાં પણ આ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કરી શકાય છે.(રાત્રીભોજન ત્યાગ વાળાનેજ આ પ્રત્યાખ્યાન હોય છે.)
તેમાં સૂર્યાસ્ત સુધીનો અવશેષ સમય તેમજ પૂર્ણ રાત્રિનો કાળ નિશ્ચિત હોય છે, તેથી આ પણ અદ્મા પ્રત્યાખ્યાન છે. તેથી આ પ્રત્યાખ્યાન પાઠમાં ‘સર્વ સમાધિ પ્રત્યયિક' આગાર કહેવામાં આવે છે.
અભિગ્રહ :– આગમ નિર્દિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી વિશિષ્ટ નિયમ અભિગ્રહ કરવા અને અભિગ્રહ સફળ ન થતાં તપસ્યા કરવી. આવા અભિગ્રહ મનમાં ધારણ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવતા નથી. સમય પૂર્ણ થયા પછી આવશ્યક હોય તો જ કહેવામાં આવે છે. અભિગ્રહમાં સ્વયં મળવા પર જ લેવાય છે. તેમાં કાંઇ માંગી શકાતું નથી. ગૃહસ્થને કાંઇ કહયા વગર તે સ્વતઃ તેવો આહાર લેવા કહે તો જ લઇ શકાય છે.
આ દશ પ્રત્યાખ્યાનોમાંથી કોઈપણ પ્રત્યાખ્યાન કરવાથી આ છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક પૂર્ણ થાય છે.
દસ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોના અર્થ :
આગાર.
(૧) અણાભોગ :– પ્રત્યાખ્યાનની વિસ્મૃતિથી અર્થાત્ ભૂલથી અશનાદિ ચાખવા અથવા ખાવા–પીવાનું થઈ જાય (૨) સહસાકાર :– વૃષ્ટિ થવાથી, દહીં આદિ મંથન કરતા, ગાય આદિ દોહતા, મોઢામાં ટીપાં–છાંટા પડી જાય તો આગાર. (૩) પ્રચ્છન્નકાળ :– સઘન વાદળ આદિના કારણે પોરસિ આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તેનો આગાર. (૪) દિશા મોહ • દિશા ભ્રમના કારણે પોરસી આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો તેનો આગાર.
--