________________
આગમસાર-પૂર્વાર્ધ
166
(૩) સાધુના સંયમ ઉપયોગી જે પણ ઉપકરણ–વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પૂંજણી આદિ તથા પુસ્તક, પાના આદિ સકારણ રાખવામાં આવતાં ઉપકરણોની બંને સમય પ્રતિલેખના કરવામાં આવે છે– ૧. સવારે અને ૨. સાંજે અર્થાત્ પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં (૪) પ્રતિલેખન જતનાપૂર્વક તથા વિધિપૂર્વક કરવામાં આવે છે, આવું વિધિયુક્ત પ્રતિલેખન સર્વથા ન ક્યું હોય કે અવિધિ, અજતનાથી કરેલ હોય તો તેનું પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેમજ સ્વાધ્યાય ન કરવાથી તથા અવિધિએ કે નિષેધ કરેલ સમયે સ્વાધ્યાય કરવાથી પણ પ્રાયશ્ચિત્ત આવે છે. તે જ રીતે પ્રમાર્જન (પૂંજવા સંબંધી) પ્રતિક્રમણ પણ આ સૂત્રથી થાય છે.
તેત્રીસ બોલ પ્રતિક્રમણ સૂત્રઃ(૧) સાધુ આચારના અનેક પ્રકીર્ણક વિષયોને અહિંયા ૧ થી ૩૩ સુધીની સંખ્યાના આધારે સંગ્રહ કરેલ છે. (૨) આ બધા જ બોલોમાં કહેવામાં આવેલ આચારના વિધિ નિષેધરૂપ વિષયોમાં કોઈ પ્રકારની સ્કૂલના થઈ હોય, અતિચાર દોષ લાગ્યા હોયતો તેનું ચિંતન-સ્મરણ કરી આ સૂત્રથી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૩) વિધિરૂપ વિષય- સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની ૯ વાડ, યતિ ધર્મ, પડિમાઓ શ્રમણની તથા શ્રાવકની, પચ્ચીસ ભાવના, સત્તાવીસ અણગાર ગણ, અઠયાવીસ આચાર પ્રકલ્પ તથા બત્રીસ યોગ સંગ્રહ આદિ. (૪) નિષેધરૂપ વિષય- અસંયમ, દંડ, બંધ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામગુણ, ભય, મદ, ક્રિયાસ્થાન, અબ્રહ્મ, સબળ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ બંધ સ્થાન, તેત્રીસ આશાતના. (૫) શેય વિશેય વિવેક રૂપ વિષય- ૬ કાયા, ૬ લેશ્યા, જીવના ચૌદ ભેદ, પરમાધામી, સૂયગડાંગ સૂત્રના અધ્યયનો, જ્ઞાતા સૂત્રના અધ્યયનો, ત્રણ છેદ સૂત્રોના ઉદ્દેશક(અધ્યયન), ૨૨ પરીષહ, ૨૪ દેવતા, ૩૧ ગણ સિદ્ધોના. આ ભેદ તથા અધ્યયન જાણવા યોગ્ય તેમજ વિવેક કરવા યોગ્ય છે. (૬) ઉભય- ચાર ધ્યાનમાં બે ધ્યાન વિધિરૂપ છે, બે ધ્યાન નિષેધરૂપ છે. આ પ્રકારે તેત્રીસ બોલ સુધી સમગ્ર આચારના સંગ્રહિત વિષયોમાં જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આચરણ કરવા યોગ્યનું આચરણ ન ક્યું હોય, ત્યાગવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય, વિવેક કરવા યોગ્યનો વિવેક ન ર્યો હોય, સહન કરવા યોગ્યને સહન ન હોય ઈત્યાદિક આપણી વિવિધ ભૂલોનું અને કર્તવ્યોનું જ્ઞાન કરાવનાર આ તેત્રીસ બોલનું સૂત્ર છે. આ બોલોના વિસ્તાર માટે જુઓ પૃષ્ઠ.૨૪૭.
નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન અને પ્રતિક્રમણ સૂત્ર :(૧) આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચન એટલે વીતરાગ ધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. ૨૪ તીર્થકરોને તથા સમસ્ત શ્રમણ ગુણ યુક્ત મહાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ પોતાની શ્રદ્ધા, સંયમની પ્રતિજ્ઞા તથા પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. (૨) આ વીતરાગ ધર્મ સત્ય, અનુત્તર, શ્રેષ્ઠ, હિતાવહ, મુક્તિદાતા તથા સમસ્ત દુઃખોથી છોડાવનાર છે. આ ધર્મના આચરણ તથા શ્રદ્ધામાં સ્થિત પ્રાણી એક દિવસ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. (૩) તેથી આ ધર્મની અંતરમનથી સમજપૂર્વક શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવી જોઈએ તથા લગનીપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. હું પણ તેવું કરું છું. (૪) સૂત્રમાં પ્રતિજ્ઞા તેમજ પ્રતિક્રમણ યોગ્ય વર્ણિત સ્થાન- ૧. અસંયમ ત્યાગ-સંયમ ધારણ ૨. અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય ધારણ ૩. અકલ્પનીય ત્યાગ- કલ્પનીય આચરણ ૪. અજ્ઞાનત્યાગ-જ્ઞાન ધોરણ–વૃદ્ધિ ૫. અક્રિયા(અનુદ્યમ) ત્યાગ–ક્રિયા (ઉદ્યમ) ધારણ ૬. મિથ્યાત્વ ત્યાગ-સમ્યત્વ ધારણ ૭, અબોધિ ત્યાગ–બોધિ ધારણ ૮. ઉન્માર્ગ ત્યાગ-સન્માર્ગ ગ્રહણ.
જે પણ દોષ યાદ હોય કે યાદ ન હોય તે બધાનું પ્રતિક્રમણ કરું છું, તેમાંથી કોઈ પાપોનું પ્રતિક્રમણ પૂર્વ પાઠોના ઉચ્ચારણ ચિંતનમાં ન થઈ શક્યું હોય, તેનું અહિંયા સમુચ્ચયરૂપે પુનઃ પ્રતિક્રમણ આ પાઠથી કરવામાં આવે છે. (૫) શ્રમણગુણ : જતના કરનાર, પાપોથી દૂર રહેનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, ભાવી ફળની ઈચ્છા-આકાંક્ષા ન કરનાર, સુદષ્ટિથી સંપન્ન, કપટ પ્રપંચથી મુક્ત, આવા ગુણ સંપન્ન સાધુ અઢી દ્વીપના પંદર કર્મ ભૂમિ ક્ષેત્રોમાં હોય છે. આ શ્રમણો મુખ્યરૂપે મુખવસ્ત્રિકા, રજોહરણ, પૂંજણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને રાખનાર હોય છે, મુખ્ય પાંચ મહાવ્રતોને ધારણ કરનાર હોય છે અને વિશાળ દષ્ટિએ જોતાં અઢાર હજાર શીલ-ગુણોને ધારણ કરવાવાળા નિર્દોષ પરિપૂર્ણ સંયમનું પાલન કરવાવાળા હોય છે. આવા ગુણોના ધારક સાધુને આ સૂત્રથી ભાવપૂર્વક વંદન કરવાની સાથે મસ્તક ઝુકાવીને વંદન પણ કરવામાં આવે છે.
સર્વ જીવ ક્ષમાપના પાઠઃ- (ખામેમિ સવ્વ જીવા) (૧) વ્રત શુદ્ધિરૂપ પ્રતિક્રમણની સાથે-સાથે હૃદયની પવિત્રતા, વિશાળતા અને સમભાવોની વૃદ્ધિ હેતુ ક્ષમાપના ભાવની પણ આત્મ ઉન્નતિમાં પરમ આવશ્યકતા છે. તેથી પ્રતિક્રમણ અધ્યાયના સમસ્ત સૂત્રો પછી આ ક્ષમાપના સૂત્ર આપવામાં આવેલ છે. આ સૂત્રનું પાંચમા આવશ્યકના કાયોત્સર્ગ'માં ચિંતન-મનન કરી આત્માને વિશેષ વિશુદ્ધ બનાવી શકાય છે. (૨) આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે પૂર્ણ સરળતા અને શાંતિની સાથે, સમસ્ત પ્રાણીઓના અપરાધોને ઉદાર ચિંતન સાથે માફ કરી પોતાના મન-મસ્તિષ્કને તેમના પ્રત્યે પરમ શાંત અને પવિત્ર બનાવી લેવું જોઇએ. (૩) અહંભાવ દૂર કરી પોતાની નાની મોટી દરેક ભૂલોનું સ્મરણ કરી, સ્વીકાર કરી, તેનાથી સંબંધિત આત્માઓની સાથે લઘુતાપૂર્વક(નમ્રતાપુર્વક) ક્ષમા યાચના કરી, તેમના હૃદયને શાંત કરવાનો પોતાનો ઉપક્રમ(પ્રયત્નો કરી લેવો જોઇએ.