________________
165
jainology
આગમસાર ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રનો પ્રથમ શબ્દ ઇચ્છાકારેણં હોવાથી તેને ઇચ્છાકારેણંનો પાઠ કહેવામાં આવે છે. માર્ગમાં ચાલવાથી કે બીજી અન્ય શારીરિક ક્રિયાઓ કરવામાં નાના-નાના જીવોની જાણતા-અજાણતા વિરાધના થતી રહે છે, તેનું પ્રતિક્રમણ-શુદ્ધિકરણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૨) તે જીવોના આ પ્રકાર છે– ૧. પ્રાણી કીડી, મકોડી, કંથવા આદિ ૨. અનેક પ્રકારના બીજ ૩. લીલું ઘાસ, ફૂગ અન્ય વનસ્પતિ, અંકુરા આદિ ૪. પાણી, જાકળ બિંદુ આદિ ૫. સચિત્ત માટી, નમક આદિ અથવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય. (૩) જીવ વિરાધનાના પ્રકાર– ૧. તેમની ગતિમાં અવરોધ કરવો ૨. ધૂળ, વસ્ત્ર આદિથી ઢંકાઈ જવું, ઢાંકી દેવા ૩. મસળવા, રગદોળવા ૪. એક જ જગ્યાએ અનેક જીવોને સરકાવીને એકઠા કરવા ૫. ચોટ લગાડવી ૬. પરિતાપ-કષ્ટ આપવું ૭. કિલામના – અધિક કષ્ટ આપવું ૮.ઉપદ્રવિત – ભય પમાડવો ૯. એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા, સ્થાન ભ્રષ્ટ કરવા ૧૦. જીવન રહિત, પ્રાણ રહિત કરવા, મારી નાખવા. આ પ્રકારે આ ક્રમમાં વિશેષવિશેષ જીવ વિરાધનાના બોલ સમજવા જોઇએ. નિદ્રા પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં સાધુઓની શયનવિધિમાં થતાં અતિક્રમણોનો નિર્દેશ છે તથા સ્વપ્નાવસ્થા દરમ્યાન સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થવાનો નિર્દેશ પણ છે. (૨) શયન દોષ- ૧. વધુ સમય સુધી સૂવું ૨. વારંવાર સૂવું કે દિવસે સૂવું ૩. પથારી પર બેસતાં-સૂતાં, હાથ-પગ આદિ અંગોપાંગોને ફેલાવવા–સંકોચવા આદિ ક્રિયા કરતી વખતે પોજવાનો વિવેક ન રાખવો. ૪. જૂ આદિનો સંઘો થવો ૫. છીંક, બગાસા સંબંધી અયતના થવી ૬. ઉઘમાં બોલવું, દાંત પીસવા ૭. આકુળ- વ્યાકુળ થવું એટલે ઉતાવળથી સૂઈ જવું, શયનવિધિરૂપ કાયોત્સર્ગ આદિ ન કરવા. (૩) સ્વપ્નાવસ્થાના દોષ- ૧. અનેક સંકલ્પ-વિકલ્પોની જંજાળરૂપ સ્વપ્ન જોવું ૨. સ્ત્રી આદિના સંયોગ સંબંધી -સંયમ વિપરીત સ્વપ્ન જોવું અથવા સ્ત્રી વિકાર, દષ્ટિ વિકાર કે મનો વિકાર સંબંધી સ્વપ્ન જોવું ૩. આહાર–પાણી, ખાવા-પીવા સંબંધી સંયમ મર્યાદા વિરુદ્ધ સ્વપ્ન જોવું, જેમ કે રાત્રિએ ખાવું, અકલ્પનીય વસ્તુ લાવવી, ખાવીકે ગૃહસ્થના ઘેર ખાવું, અદત્ત વસ્તુ લાવવી, ખાવી.
ઇત્યાદિ શયન, નિદ્રા અને સ્વપ્ન સંબંધી દોષો અતિચારોનું આ સૂત્રથી ચિંતન-સ્મરણ કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. ગોચરી પ્રતિક્રમણ સૂત્ર:(૧) ગાયના ચરવાની ક્રિયા સમાન એક ઘરેથી અલ્પમાત્રામાં આહારાદિ લેવાની પ્રક્રિયાના કારણે તેનું નામ “ગોચરી – ગોચર ચરિયા છે. અનેક ઘરોથી ફરીને આહારાદિ પ્રાપ્ત કરવાના કારણથી તેને ભિક્ષા ચરિયા' કહેવામાં આવે છે. (૨) અહિંસા મહાવ્રત આદિની રક્ષા હેતુ આ ચરિયામાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમોને ગવેષણા, એષણા આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ નિયમોમાં જાણતાં-અજાણતાં કોઈ અતિચરણ થયું હોય, ઉલ્લંઘન થયું હોય તેનું પ્રતિક્રમણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૩) એમ તો એષણાના ૪૨ દોષ કહેવામાં આવે છે તેમજ સૂત્રમાં તે સિવાય પણ અનેક દોષોનું કથન છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સંખ્યા નિર્દેશ ક્ય વગર અનેક દોષોનું સંકલન કરવામાં આવેલ છે. (૪) પ્રતિક્રમણ યોગ્ય કથિત અતિચાર આ મુજબ છે– ૧. ઘરના દ્વારને ખોલવું કે આજ્ઞા વગર ખોલવું ૨. કૂતરા, વાછરડા, બાળકો આદિનું સંઘટ્ટન થઈ જવું કે સ્ત્રી આદિનો સ્પર્શ થઈ જવો ૩. ઈંતેજારીયુક્ત વ્યવસ્થિત જુદા રાખેલ આહારાદિમાંથી લેવું ૪. બલિ કર્મ યોગ્ય યા પૂજાનો આહાર લેવો ૫. ભિક્ષાચર યાચક અથવા શ્રમણો માટેના સ્થાપિત અર્થાત્ તેઓને દેવા માટે જ નક્કી કરેલ આહારમાંથી વહોરવો ૬. નિદોષતામાં શંકા હોય તેવી વસ્તુ લેવી ૭. ભૂલથી સદોષ આહારાદિ લેવા ૮. અયોગ્ય, અનેષણીય આહાર, પાણી, બીજ, લીલોતરી આદિ ખાવા ૯. પશ્ચાત્કર્મ અને પૂર્વ કર્મ દાન દેવાની પહેલા કે પછી હાથ આદિ ધોવાનો દોષ ૧૦. અભિહત– સામે ન દેખાય તેવી જગ્યાએથી લાવીને આપવામાં આવેલ વસ્તુ લેવી ૧૧. પૃથ્વી, પાણી આદિથી લિપ્ત કે સ્પર્શિત વસ્તુ લેવી ૧૨. ઢોળતાં થકા કે ફેંકતા થકા અર્થાત્ ભિક્ષા દેતી વખતે જળ, કણ, બુદ આદિ ઢોળતા થકા ભિક્ષા દેતા હોય તેવી ભિક્ષા લેવી ૧૩. ભિક્ષા દેતી વખતે વચ્ચે-વચ્ચે કંઈક ફેંકવા યોગ્ય વસ્તુને, પદાર્થને ફેંકી દે અને એવું કરતા થકા ભિક્ષા દે તે લેવી અથવા પરઠવા યોગ્ય પદાર્થને ભિક્ષામાં લેવા ૧૪. વિશિષ્ટ ખાદ્ય પદાર્થોને માંગીને કે દીનતા કરીને લેવા અથવા જે પદાર્થ સ્વાભાવિક રીતે
જ્યાં સુલભ ન હોય તેવા પદાર્થની યાચના કરવી ૧૫. એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષથી યુક્ત આહારાદિ લેવાં. (૫) આ દોષો જો અજાણતા લાગે, તો તેની પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે. કોઈ વિશિષ્ટ દોષ(આધાકમી સચેત આદિ)થી યુક્ત આહાર ભૂલથી આવી જાય તો ખબર પડવા છતાં ખાવો એ પણ સ્વતંત્ર દોષ છે. તેથી તેવા આહાર આદિને યોગ્ય સ્થાનમાં પરઠવામાં આવે છે પરંતુ ખાવામાં આવતા નથી. (૨) જાણીને લગાડેલ દોષોનું સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત(તપ આદિ) પણ હોય છે. (૭) પ્રતિક્રમણના સમય સિવાય અર્થાતુ ગોચરીએથી આવ્યા પછી પણ આ પાઠનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. સ્વાધ્યાય પ્રતિલેખન–પ્રતિક્રમણ સૂત્ર:(૧) સ્વાધ્યાય સમાપ્તિ તથા પ્રતિલેખન સમાપ્તિ બાદ કાયોત્સર્ગ કરી આ સૂત્ર પર ચિંતન કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૨) દિવસરાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહર, એમ ચારેય પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. તેમાં યથાસમયે સ્વાધ્યાય ન કરવો તેને પણ અહીં અતિચાર દર્શાવેલ છે. આ ચારેય સમયે સાધુ-સાધ્વીજીએ સૂત્રોનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ.