________________
આગમસાર–પૂર્વાર્ધ
150
અચરમસમયવર્તી નિગ્રંથ : ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વીની અપેક્ષાએ છે અને ચરમ—અચરમનું કથન પશ્ચાનુપૂર્વીની અપેક્ષાએ છે.
યથાસૂક્ષ્મ નિગ્રંથ :- પ્રથમ–અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂક્ષ્મનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે.
બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા– (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂક્ષ્મ નિગ્રંથ કહે છે.
નિગ્રંથના બે પ્રકાર છે– ઉપશાંતકષાય નિગ્રંથ અને ક્ષીણકષાય નિગ્રંથ, અગિયારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ક્ષીણ કષાય નિગ્રંથ છે.
(૬) સ્નાતક :– પૂર્ણત: શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતીકર્મના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો—જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન ક્યું છે. સૂત્ર કથિત સ્નાતકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે.
૧. અચ્છવી– યોગ નિરોધ અવસ્થામાં છવી અર્થાત્ શરીરભાવ ન હોય તે અચ્છવી. અક્ષપી– ઘાતીકર્મનો ક્ષય ર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ ક્ષપણ શેષ નથી, તે અક્ષપી છે.
૨. અસબલે– સંપૂર્ણ દોષ રહિત અવસ્થા.
૩. અકમઁસે– ઘાતીકર્મના અંશથી રહિત હોય તે અકર્માંશ.
૪. સંસુદ્ધ ણાણ- દંસણ ધરે—– વિશુદ્ધ જ્ઞાન—દર્શનના ધારક.
૫. અપરિસ્સાવી– કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ ‘શક્ર–પુરંદર' આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા.
=
[નોંધ :- (૧) પાંચ પ્રકારના સંયમ(સંજયા)ની પરિભાષા સ્વરૂપ ભગવતી સૂત્રના સારાંશમાં કરેલ છે (૨) પ્રસ્તુતમાં નિગ્રંથોનું સ્વરૂપ ગુરુપ્રાણ આગમનાં આધારે આપેલ છે જે બુદ્ધિ ગમ્ય છે. ટીકાઓમાં અને અન્ય સંસ્કરણોમાં કંઈક ભિન્નતા જોવા મળશે, તેનું વિદ્વાન પાઠક સ્વયં ચિંતન કરશે.]
॥નિગ્રંથ સ્વરૂપ સંપૂર્ણ ૫
નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિશા [પાસસ્થાદિ સ્વરૂપ વિચારણા] સાધુ-સાધ્વીઓની ગતિવિધિનું ચિત્રણ :
(૧) સંયમ સ્વીકાર ર્યા પછી નિગ્રંથ બે દિશાઓમાં પ્રગતિ કરે છે. કેટલાક સાધક સંયમ આરાધનામાં પ્રગતિશીલ હોય છે, જ્યારે અનેક સાધક સંયમ વિરાધનામાં ગતિશીલ હોય છે.
(૨) સંયમ આરાધનામાં પ્રગતિશીલ કેટલાય ભિક્ષુ પોતાની અથવા પોતાના ગચ્છની પ્રશંસા અને ઉત્કર્ષ કરતાં થકા તથા અન્ય જિન વચનમાં અનુરક્ત સામાન્ય સંયમ સાધકોના અપકર્ષનિંદા કરવા અને સાંભળવામાં રસ લઈને માન કષાયના સૂક્ષ્મ શલ્યથી આત્મ સંયમની અન્ય પ્રકારે વિરાધના કરતા રહે છે.
(૩) એથી વિપરીત આરાધનામાં પ્રગતિશીલ કેટલાક સાધક સ્વયં ઊઁચાને ઊંચા સંયમ તપનું પાલન કરતાં થકા પરીષહ–ઉપસર્ગ સહન કરે છે, સાથો સાથ અલ્પસત્વ સંયમ સાધકો પ્રત્યે હીણી દષ્ટિ રાખતા નથી, તેમજ તેઓની નિંદા– અપકર્ષ પણ કરતા નથી. પરંતુ તેના પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આદિથી સહૃદયતા અને ઉચ્ચ માનવતા પૂર્વકનો અંતર્બાહ્ય વ્યવહાર રાખે છે. તે ઉત્તમ આરાધના કરવાવાળા મહાન આદર્શ સાધક હોય છે.
(૪) સંયમ વિરાધનામાં ગતિશીલ સાધક આપમેળે અથવા ગાડરિયા પ્રવાહના સ્વભાવથી આગમ સમ્મત સંયમ સમાચારીથી ભિન્ન અથવા વિપરીત આચરણોને એક–એક કરીને સ્વીકારતા જાય છે. એમ કરતાં કરતાં સંયમ અંગીકાર કરવાના મુખ્ય લક્ષ્યથી ક્રમશઃ ચ્યુત થતા જાય છે.
(૫) વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સાધક અન્ય આરાધક સાધકો પ્રત્યે આદરભાવ રાખે છે અને તેઓની આરાધનાઓની અનુમોદના કરતા રહે છે તેમજ પોતાની અલ્પતમ અને દોષયુક્ત સાધના માટે ખેદ ભાવ રાખે છે અને આગમોક્ત આચારની શુદ્ધ પ્રરુપણા કરે છે.
(૬) એ સિવાય વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સંયમ સાધક ક્ષેત્ર કાળની આડ લઈને આગમોક્ત મર્યાદાઓનું ખંડન કરે છે, અન્ય સંયમ આરાધક સાધકો પ્રત્યે આદરભાવ ન રાખતા મત્સરભાવ(ઈર્ષા) રાખે છે તેમજ પોતાના બુદ્ધિ બળ અથવા ઋદ્ધિ બળથી તેઓ પ્રત્યે નિંદા આદિ પ્રકારોથી અસદ્ભાવ પ્રગટ કરે છે, અર્થાત્ શુદ્ધ આરાધના કરવાવાળા પ્રત્યે ગુણગ્રાહી ન બનતાં છિદ્રાન્વેષી બની રહે છે.
એ બધા આરાધક અને વિરાધક સાધકોએ પ્રસ્તુત નિબંધ રુપ દર્પણમાં આત્મ નિરીક્ષણ કરવું જોઇએ.