________________
125
jainology
આગમસાર (૫)દષ્ટિ વિપર્યાસ દંડઃ દષ્ટિ ભ્રમના કારણે એકના બદલે (૧૦) માયા દંડઃ મનમાં કંઈક બીજું વિચારવું અને બોલવું બીજાની હિંસા કરવી.
કંઈક બીજું જ. કહેવું કંઈક બીજુ અને કરવું કંઈક બીજુ જ. (૬) મૃષા પ્રત્યીક: જૂઠું બોલવું.
અંદર કંઈક અન્ય ભાવ અને બહાર નો દેખાવ કંઈ જુદો (૭) અદતાદાન પ્રત્યીક ચોરી-લૂંટ કરવી.
કરવો, આ પ્રકારે માયા-કપટ, ધૂર્તતા કરવી. (૮) અભ્યસ્થ દંડ : મનમાં જ આર્ત, રૌદ્ર સંકલ્પ-વિકલ્પ (૧૧) દ્વેષ દંડ: ટ્વેષને વશ થઈ અત્યંત ક્રૂર દંડ દેવો. કરવા.
(૧૨) લોભ દંડ: લોભ-લાલસા તેમજ વિષય ભોગોની (૯) માન દંડઃ જાતિ, ધન, પ્રજ્ઞા વગેરેનું અભિમાન કરવું, આસક્તિ રાખવી. બીજાનો તિરસ્કાર કરવો અથવા નિંદા કરવી, મજાક કરવી. (૧૩) ઇરિયાપથિકીઃ વીતરાગીની ગમનાગમન આદિ યોગ
પ્રવૃત્તિ. આ તેર ક્રિયાઓનું વર્ણન ર્યા પછી શાસ્ત્રકારે અધર્મ, ધર્મ અને મિશ્ર પક્ષ, આ ત્રણ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
(૧) પ્રથમ અધર્મ વિકલ્પમાં હિંસક, ક્રૂર, ભોગોમાં આસક્ત, ધર્મ દ્વેષી વ્યક્તિના આચાર વિચાર વ્યવહારોનું કથન છે. (૨) બીજા ધર્મ વિકલ્પમાં શુદ્ધ સંયમી કે ધર્મનું કથન છે. (૩) તૃતીય મિશ્ર વિકલ્પમાં અજ્ઞાની, બાલ–તપસ્વી, કંદમૂળ ભક્ષણ કરનાર વગેરે મિથ્યા સાધનાવાળાનું કથન છે.
ત્યારપછી સૂત્રકારે ફરીથી અધર્મ, ધર્મ અને મિશ્રપક્ષ આ ત્રણેય વિકલ્પોનો વિસ્તાર ક્ય છે. (૧) પહેલા અધર્મ વિકલ્પમાં ઉપર કહેવામાં આવેલ પ્રથમ અને તૃતીય વિકલ્પને સમાવિષ્ટ કરીને કથન કરવામાં આવેલ છે. (૨) બીજા ધર્મ પક્ષમાં સંયમ જીવનનું વર્ણન છે. (૩) ત્રીજા મિશ્રપક્ષમાં શ્રમણોપાસક જીવનનું વર્ણન છે.
અંતમાં, આ બીજા અને ત્રીજા સ્થાનને સમ્યક કહી, તેને મોક્ષ પ્રાપ્ત કરનાર કહેવામાં આવેલ છે.
પુનઃ ઉપરોક્ત આ બંને પ્રકારના ત્રણેય સ્થાનોને ધર્મ અને અધર્મ બે વિકલ્પોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૩૬૩ પાખંડીને અધર્મ પક્ષમાં કહેલ છે. અંતમાં ધર્મ અને અધર્મ પક્ષની અગ્નિ પરીક્ષાનું દષ્ટાંત દઈ અહિંસા પ્રધાન ધર્મની યુક્તિપૂર્વક પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરમત કે સ્વમતમાં જ્યાં ક્યાંય પણ હિંસા છે, ત્ર-સ્થાવર પ્રાણીઓનું પીડન છે, તે અધર્મ છે. સાર એ છે કે –
સર્વ જીવ રક્ષા, એ જ પરીક્ષા, ધર્મ તેને જાણીએ; – જ્યાં હોય હિંસા, નહીં સંશય, અધર્મ તેને પીછાણીએ.
ત્રીજો અધ્યયન-આહાર પરિજ્ઞા. (૧) વનસ્પતિ જીવ પૃથ્વીના આશ્રયથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીના સ્નેહનો આહાર કરે છે. બાદમાં યથા સંયોગ પ્રમાણે છે એ કાયાના જીવોના શરીરને અચિત્ત બનાવી તેનો આહાર કરે છે. (વનસ્પતિનાં જીવ અન્ય છ એ કાયાના જીવોના શરીરને અચિત્ત બનાવીને તેનો આહાર કરે છે અથવા આહાર કરવાથી તે જીવો અચિત થઇ જાય છે. તેથી શેરડીના રસ આદિમાં રહેલા અપકાયના શરીર અચિત હોય છે.) (૨) તે વૃક્ષની નિશ્રામાં ઉત્પન્ન થનાર જીવ પૃથ્વી સ્નેહને બદલે વૃક્ષ સ્નેહનો પ્રથમ આહાર કરે છે. બાદમાં સંયોગ પ્રમાણે છે કાયનો આહાર કરે છે. (૩) તે વૃક્ષમાં કલમ કરવાથી અન્ય વૃક્ષ તેમજ લતાઓ પણ ઉપજે છે, તે પણ આ વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, બાદમાં સંયોગ પ્રમાણે છ કાયાનો આહાર કરે છે. (૪) જલયોનિક વનસ્પતિ જીવ પૃથ્વીની જગ્યાએ જળના સ્નેહનો પ્રથમ આહાર કરે છે બાદમાં સંયોગ પ્રમાણે છે કાયાનો આહાર કરે છે. (૫) આ દરેક વનસ્પતિઓના મૂળ, કંદ આદિ બીજ પર્યન્ત દસ વિભાગ હોય છે. તે વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. પ્રથમ આહાર પછી તે વનસ્પતિ સંયોગ પ્રમાણે છ એ કાયા નો આહાર કરે છે. (૬) મનુષ્ય માતા-પિતાના શુક્ર શોણિત મિશ્રણના સ્નેહનો સર્વ પ્રથમ આહાર કરે છે. ત્યાર પછી માતાના આહારથી ઉત્પન્ન થયેલ રસના ઓજનો આહાર કરે છે. ગર્ભમાંથી બહાર નીકળી સ્તનપાન થી માતાના દૂધ અને સપ્પી એટલે સ્નેહનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને તે વિવિધ પ્રકારનો આહાર તેમજ છ કાયનો આહાર કરે છે. (૭) આ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયના વિષયમાં સમજવું પરંતુ થોડી વિશેષતા છે. જેમ કે
૧. જળચર જીવ ગર્ભની બહાર આવી સ્તનપાન નથી કરતા પરંતુ જળના સ્નેહનો આહાર કરે છે; અનુક્રમે વૃદ્ધિ પામતાં છ કાયનો આહાર કરે છે. અંડજ અને પોતજ રૂપે ત્રણે ય વેદવાળા જન્મે છે. ૨. સ્થલચર જીવનું મનુષ્યની સમાન સમજવું. ૩. પક્ષી, સ્તનપાન નથી કરતા પરંતુ પ્રારંભમાં તે માતાના શરીરના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. ૪. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ પ્રારંભમાં વાયુકાયના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. (૮) વિકસેન્દ્રિય જીવ ત્રણ સ્થાવર પ્રાણીઓના સચેત કે અચેત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તે શરીરના સ્નેહનો પ્રથમ આહાર કરે છે અર્થાત જે જીવ જ્યાં જન્મે છે તેના જ સ્નેહનો પ્રથમ આહાર કરે છે, એવું સર્વત્ર સમજવું અને પછી અનુક્રમે વૃદ્ધિ પામતા છે કાયનો આહાર કરે છે. (૯) સંમૂર્છાિમ મનુષ્ય અશુચિ સ્થાનોમાં અને કલેવરમાં અસંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પણે ઉત્પન્ન થાય છે. (૧૦) અષ્કાયના જીવો જ્યાં પોલાણ, વાયુ હોય ત્યાં ઉત્પન્ન થાય છે તથા ત્રસ સ્થાવર પ્રાણીઓના સચિત્ત અચિત્ત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. ત્યાર બાદ તેમાં અન્ય અપ્લાયના જીવ અને ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. તે અપ્લાયના સ્નેહનો પ્રથમ આહાર કરે વગેરે પૂર્વવત્ જાણવું.