________________
આગમસાર–પૂર્વાર્ધ
(૬) સત્ય—સંયમ થી સંપન્ન વ્યક્તિ બધાં પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખે છે.
(૭) પ્રાણીઓ સાથે વેર–વિરોધભાવ ન કરવો એ તીર્થંકર ભાષિત ધર્મ છે.
124
(૮) તીર્થંકર ભાષિત ધર્મ દ્વારા જગતના સ્વરૂપને જાણીને સંયમ જીવન માટે સમાધિકારક ભાવના ભાવે. (૯) ભાવના યોગ થી વિશુદ્ધ આત્મા, જે રીતે જળમાં નૌકા પાર થઈ જાય છે તે પ્રમાણે દુઃખો થી છૂટી જાય છે. (૧૦) પાપ કર્મોથી છૂટી જવાથી જીવ નવા કર્મ બાંધતો નથી.
(૧૧) નવા કર્મના અભાવથી જન્મ-મરણ થતાં નથી. આ પ્રકારે સંબંધ જોડતાં ગાથા ઉચ્ચારણ પૂર્વક અન્ય ઘણા વર્ણનો છે. (૧૨) જે સ્ત્રીઓનું સેવન નથી કરતા તે જલદીથી મોક્ષગામી બને છે.
(૧૩) આ મનુષ્ય જીવનરૂપી અવસર મળવો દુર્લભ છે અને તેમાં જ ધર્મની(સંયમ ધર્મની) આરાધના કરી શકાય છે. આ અવસર ગુમાવ્યા પછી ફરી જન્મ-જન્માંતર સુધી બોધિ એટલે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થવું પણ દુર્લભ છે.
(૧૪) પંડિત પુરુષ ઉત્તમ અવસર તેમજ સંયમ પ્રાપ્ત કરી કર્મોને ધોઈ નાખે છે અને અંતમાં સંસાર સાગર તરી જાય છે.
સોળમો અધ્યયન– ગાથા.
(૧) અઢાર પાપોથી નિવૃત્ત, સમિતિ યુક્ત, જ્ઞાન–સંપન્ન, હંમેશાં યતના રાખનાર તેમજ ગુસ્સો—ઘમંડ નહિ કરનાર બ્રાહ્મણ કહેવાય છે. (૨) કોઈને આશ્રિત ન રહેનાર, નિદાન ન કરનાર, ઇન્દ્રિય વિષયોથી તેમજ બધાં આશ્રવ સ્થાનોથી પૂર્ણ પણે નિવૃત્ત, દમિતાત્મા, જ્ઞાની તેમજ શરીર મમત્વના ત્યાગી શ્રમણ કહેવાય છે.
(૩) આત્મ ઉત્કર્ષ(ઘમંડ) તેમજ અપકર્ષ(દીનતા)ન કરનાર, નમ્ર, દમિતાત્મા, જ્ઞાની, પરીષહ–ઉપસર્ગ વિજેતા, શુદ્ધ આધ્યાત્મ યોગમાં ઉપસ્થિત, સ્થિરાત્મા, વિચારશીલ, પરદત્ત ભિક્ષાજીવી ભિક્ષુ કહેવાય છે.
(૪) જે દ્રવ્ય અને ભાવથી એકલા, એકત્વ સમાધિને જાણનાર, બોધ(સમસ્ત ધર્મ સમજણ) પ્રાપ્ત, આશ્રવને રોકનાર, સુસંગત, સુસમિત, સમભાવ સંપન્ન, આત્માનો અનુભવી, શાસ્ત્રવેત્તા, રાગદ્વેષ વિજેતા, પૂજા–સત્કાર લાભની ઇચ્છાઓથી ૫૨, ધર્માર્થી, ધર્મજ્ઞ, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ સમ્યક આચરણ કરનાર, દમિતાત્મા, જ્ઞાની છે તે નિઘ્ર કહેવાય છે.
અપેક્ષાએ ઉપરોક્ત ચારેય પર્યાયવાચી શબ્દો છે. તેથી ચારેયના લક્ષણોમાં કહેવામાં આવેલ ગુણો સંયમી સાધુ સાથે સંબંધિત છે. ૫ પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ
બીજો શ્રુતસ્કન્ધ પ્રથમ અધ્યયન-પુષ્કરણી(વાવ) અને કમલ.
(૧) આ અધ્યયનમાં એક રૂપકની કલ્પના કરવામાં આવેલ છે. જેમકે એક પુષ્કરણી(વાવ) છે, તેમાં અનેક કમળ છે અને તે બધાં કમળોની વચ્ચે એક મોટું સફેદ કમળ છે. ત્યાં ચારેય દિશાઓમાંથી ક્રમશઃ એક એક પુરુષ આવે છે અને તે કમળને બહાર લાવવા માટે પુષ્કરણીની અંદર ઉતરે છે, પરંતુ કીચડમાં ફસાઈ જાય છે, તેને નથી કમળ મળતું કે નથી કિનારો, વચ્ચે જ ફસાઈ જાય છે. (૨) પાંચમો પુરુષ કિનારા પર જ બેસે છે અને પોતાના વચન બળની સિદ્ધિથી તે કમળને બહાર કાઢે છે.
(૩) દૃષ્ટાંતના ચાર પુરુષો સમાન જુદીજુદી માન્યતાવાળા લોકો કામ ભોગ કે આરંભ–પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતા પરંતુ તેમાં વધુને વધુ ફસાતા જાય છે.
(૪) પાંચમા પુરુષ સમાન ભિક્ષુ છે, જે સંપૂર્ણ સાવધ કાર્યોના, આશ્રવોના, કામભોગોના તેમજ ધન પરિગ્રહના ત્યાગી હોય છે. તેઓ સંસારના પ્રવાહ રૂપી કોઈ પણ પ્રકારના કીચડમાં ઉતરતાં નથી પરંતુ સંસારના કિનારે જ રહી(સંસારથી પર રહી) આત્મશક્તિનો વિકાસ કરી સ્વયં સંસારથી મુક્ત થાય છે તેમજ ભવ્ય જનોને નિઃસ્પૃહ ભાવથી સંસાર રૂપી કીચડમાંથી બહાર નીકળવાનો બોધ આપે છે. એને નીકાળવા માટે પોતે સંસારમાં જાય નહીં, સંસારના કૃત્યો આદરે નહીં.
(૫) આ વર્ણનની સાથે અન્ય મત-મતાંતરવાળાના સિદ્ધાંતોની વિસ્તૃત ચર્ચા પણ કરી છે. અંતમાં વિરક્ત આત્માના વિવિધ પ્રકારના ધર્મબોધનું, સંયમના નિયમો અને ઉપનિયમોનું, દયાભાવ તેમજ સમભાવનું, ધર્માચરણમાં પરાક્રમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
(૬) અંતમાં કહ્યું છે કે તે ભિક્ષુ પોતાની પાસે આવેલ જ્ઞાની, અજ્ઞાની, જિજ્ઞાસુઓને તત્ત્વ સ્વરૂપ, વિરતિ(પાપ ત્યાગ), કષાયોની ઉપશાન્તિ, આત્મ શાન્તિ, ભાવોની નિર્મળતા તેમજ પવિત્રતા, સરળતા, નમ્રતા અને સમસ્ત નાના મોટા ચર–અચર પ્રાણીઓની રક્ષા રૂપી અહિંસાનો ઉપદેશ આપે. (૭) તે ઉપદેશ પણ નિઃસ્વાર્થ ભાવથી રુચિપૂર્વક આપે છે.
(૮) તેવા ભિક્ષુના અનેક નામ છે– ૧. શ્રમણ ૨. બ્રાહ્મણ ૩. ક્ષમાશીલ ૪. દમિતાત્મા ૫. ગુપ્ત ૬. મુક્ત ૭. મહર્ષિ ૮. મુનિ ૯. સુકૃતિ(યતિ) ૧૦. વિદ્વાન ૧૧. ભિક્ષુ ૧૨. રૂક્ષ(સંસારથી ઉદાસીન) ૧૩. મોક્ષાર્થી ૧૪. ચરણ કરણ ના પારગામી.
તે જ પૂર્વોક્ત પુરુષોમાં યોગ્ય અને સર્વશ્રેષ્ઠ પંચમ પુરુષ છે.
બીજો અધ્યયન– તેર ક્રિયાઓ
આ અધ્યયનમાં કર્મ બંધના કારણોની સમસ્ત ક્રિયાઓને તેર સ્થાનમાં સંકલિત કરવામાં આવેલ છે. (૧) સ્વ-અર્થાદંડ : કોઈ પણ પ્રયોજનથી કરવામાં આવેલ હિંસા આદિની પ્રવૃત્તિ. (૨)અનર્થાદંડ : ઇચ્છા માત્રથી કે મનોરંજન માટે નિરર્થક, કોઈ પણ જાતના કારણ વગર જ પ્રાણિઓનો વધ કરવો, આગ લગાડવી વગેરે.
(૩)હિંસાદંડ : વેર અથવા બદલાથી કોઈની સંકલ્પ પૂર્વક હિંસા કરવી. (૪)અકસ્માત દંડ : સંકલ્પ વગર અકસ્માતે વચ્ચે જ કોઈનું મરી જવું.