________________
આગમસાર–પૂર્વાર્ધ
(પ) પરિગ્રહ ખૂબ જ ભયાનક છે; કર્મબંધન કરાવનાર છે; એવુ જાણીને સાધક હંમેશા પોતાના ભાવોને પરિગ્રહ અને આરંભ–સમારંભથી મુક્ત રાખે.
(૬) બંધ અને મોક્ષ, ભાવોની પ્રમુખતાથી જ થાય છે. તેથી સાધક જીવન પર્યંત અપ્રમાદી બનીને સંયમની આરાધના કરે. તૃતીય ઉદ્દેશક :–
(૧) અનુપમ અવસર પ્રાપ્ત થતાં, સાધના કાળમાં ક્યારેય પણ પોતાની શક્તિને ગોપવવી ન જોઇએ. સંયમ તપમાં વૃદ્ધિ જ કરવી જોઇએ પરંતુ હાનિ ક્યારેય ન કરવી જોઇએ.
(૨) જિનાજ્ઞાનું પાલન કરનાર સાધક આ સંસારમાં ક્યાંય પણ મોહ કે રાગ ન રાખે અને યુદ્ધ કરે તોપણ કર્મોથી આંતરિક યુદ્ધ કરે, કર્મોથી યુદ્ધ કરવાનો આ જ સુંદર અવસર છે. અન્ય ભવમાં નહીં...!
(૩) કેટલાયે સાધકો શબ્દાદિ વિષયોમાં ફસાઈ જાય છે પરંતુ તે બધા વિષયોની ઉપેક્ષા કરનાર જ સાચો શાતા મુનિ છે. કાયર, કપટી અને ઇન્દ્રિય—વિષયોમાં આસક્ત વ્યક્તિઓ માટે સંયમ આરાધના શક્ય નથી. માટે સંયમ લઈને જે મુનિ રૂક્ષ અને સામાન્ય આહારનું સેવન કરે છે, તે કર્મોને પરાસ્ત કરીને મુક્ત અને તીર્ણ થાય છે.
108
(૪) જે રુપ આદિ વિષયોમાં આસકત થાય છે તે (પ્રથમ કે પછી અવશ્ય) હિંસામાં પ્રવર્તે છે.
(૫) ત્યાગ અને વસ્તુના ઉપયોગના વિવેક વિનાની ફકત નિષ્પરિગ્રહ વૃતિ શકય નથી. તે અનાસિકત ભાવ નહીં પણ વાણીવિલાસ વાળો દંભ છે.
ચતુર્થ ઉદ્દેશક ઃ
:
(૧) અયોગ્ય ભિક્ષુઓનો એકલવિહાર અસફળ બને છે કારણકે એમનામાંથી કેટલાય સાધકો વારંવાર ક્રોધ અને અભિમાનને વશ થઈ જાય છે અને તે અનેક અડચણોને પાર કરવામાં અક્ષમ બનીને ખૂબ જ દુઃખી થાય છે.
(૨) આવા અપરિપકવ સાધકોએ હંમેશા ગુરુ સાનિધ્યમાં રહી સંયમગુણોનો અને આત્મશક્તિનો વિકાસ કરવો જોઇએ.
(૩) શુદ્ધ સંયમ ભાવનાની સાથે-સાથે વિવેક પૂર્વક પ્રવૃત્તિ કરતાં જો ક્યારેય હિંસાદિ પ્રવૃત્તિ થઈ જાય તો અલ્પ કર્મનો સંગ્રહ થાય છે, જે જલ્દીથી ક્ષય પામે છે. માટે હંમેશાં અપ્રમાદ ભાવથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ.
(૪) સાધકે સ્ત્રી પરીષહથી હંમેશાં સાવધાન રહેવું જોઇએ અને ક્યારે પણ કોઈ કારણવશાત્ બ્રહ્મચર્ય ઘાતક પરિણામ ઉત્પન્ન થઈ જાય તો આહાર—ત્યાગ અથવા વિહાર આદિ સૂત્રોક્ત ક્રમિક ઉપાયોથી આત્માના એ દુષ્પરિણામોને દૂર કરવા જોઇએ. (૫) આ કામભોગ અશાન્તિ અને ક્લેશના જનક છે.
(૬) સંયમની સાવધાની માટે સાધકે સંયમી જીવનમાં વિકથાઓ, ચક્ષુ ઇન્દ્રિયના પોષણ, ગૃહસ્થોના પ્રપંચ, વાચાલતા વગેરેથી દૂર રહેવું જોઇએ.
પાંચમો ઉદ્દેશક :
(૧) બધી બાજુથી સુરક્ષિત, નિર્મળ, પરિપૂર્ણ જળવાળા હૃદ(દ્રહ) જેવા લોકમાં મુનિ હોય છે.
(૨) ઉત્પન્ન થયેલી શંકાઓને જિન વચનની શ્રદ્ધા દ્વારા દૂર કરી દેવી જોઇએ.
(૩) ‘જિનેશ્વર કથિતવાણી(તત્ત્વ) હંમેશા સત્ય અને નિઃશંક છે' એવો દૃઢ વિશ્વાસ રાખવો જોઇએ.
(૪) સમ્યક્ અનુપ્રેક્ષા કરનારની બધી ક્રિયાઓ સમ્યક્ બની જાય છે.
(૫) કોઈને દુઃખ આપતી વખતે એ વિચારવું જોઇએ કે, જો કદાચ આ જગ્યાએ હું હોઉં તો મને કેવો અનુભવ થાય ?’ આવું વિચારીને મુનિ ત્રણેય કરણ અને ત્રણ યોગ (મન, વચન, કાયા) થી અહિંસક બને.
(૬) આત્મા જ વિજ્ઞાતા(‘વિ’ વિશેષ પ્રકારનો જાણકાર) છે અને આત્મા જ પરમાત્મા છે. આવું સમજનાર અને સમ્યક આચરણ કરનાર જ સાચા અર્થમાં આત્મવાદી અને સમ્યક સંયમી છે.
છઠ્ઠો ઉદ્દેશક :
(૧) મુનિઓએ જિનાજ્ઞામાં જ સદા લીન રહેવું જોઇએ.
(૨) મોક્ષાર્થી સાધકોએ ઇન્દ્રિયોને ગોપવીને આગમ અનુસાર જ પુરુષાર્થ કરવો જોઇએ.
(૩) સંસારમાં સર્વત્ર કર્મબંધ અને ભવભ્રમણના જ સ્થાનો છે. તેને (સાધકે) પરિભ્રમણરૂપ માનીને, આ જન્મ-મરણના ચક્રાકાર માર્ગને પાર કરી લેવો જોઇએ.
(૪) પરમાત્મ સિદ્ધ અવસ્થા– ભાષા, તર્ક અને મતિથી ગ્રાહ્ય નથી. ત્યાં આકાર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ નથી અને સ્ત્રી કે પુરુષ આદિ અવસ્થાઓ પણ નથી, કર્મબંધન પણ નથી. ફક્ત જ્ઞાતા દષ્ટા અવસ્થા છે. આથી તેની કોઈ ઉપમા પણ નથી. છઠ્ઠો અધ્યયન–ધૂત(કર્મનાશ)
પ્રથમ ઉદ્દેશકઃ
(૧) જેને આ જન્મ–મરણનાં સ્થાનોનું બધું જ જ્ઞાન સમજાઈ જાય તે અનુપમ જ્ઞાની બની શકે છે અને એ જ મુક્તિ માર્ગનો પ્રરૂપક પણ થઈ શકે છે.
(૨) પલાસપત્ર(પર્ણકુટી)થી છવાયેલા પાણીમાંથી કેટલાય અલ્પ સત્વવાળાં પ્રાણીઓ બહાર આવી શક્તા નથી; વૃક્ષો પોતાના સ્થાન પરથી ખસી શક્તા નથી; એવી જ રીતે કેટલાય જીવો સંસારમાં ફસાયેલા રહે છે. કર્મોથી મુક્ત થઈ શકતા નથી.
(૩) સંસારમાં કેટલાય જીવો મોટા—મોટા ભયંકર રોગોથી દુઃખી થાય છે.
(૪) કર્મોના વિપાક વિચિત્ર છે, તેનાથી જ આ લોકના પ્રાણીઓ જુદા–ાદા દુઃખોથી ઘેરાયેલા રહે છે.