________________
જૈન ચિત્ર-ક૯પલતા
૩૭
ચિત્ર ૪૨ : ભરત અને બાહુ બલિ વચે નું ઠં યુદ્ધ (વિ.સં. ૧૫૨૨) નામનિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગની હોવાથી ચિત્રને ઉઠાવે બહુ જ મનોહર લાગે છે.
- આ ચિત્રપ્રસંગ જિનમંદિરોનાં લાકડાનાં કોતરકામ તથા સ્થાપત્યકામમાં પણ ઘણે ઠેકાણે કાતરેલે નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડાર સમા વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કાતરેલા છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊર્મિકાવ્યા પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલ્લેખ, પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા ‘ઉપન મહાપુરુષે ચરિ’ માં કરેલું જોવામાં આવે છે. ચિત્ર ૪૨ હંસવિ૦ ૧ ના પાના ૬૦ ઉપરથી ભરત અને બાહુબલિ વચ્ચેના કંઠયુદ્ધનો પ્રસંગ–આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ પ્રતમાં હોવાનું મારી જાણુમાં નથી.
ભરત અને બાલિ અને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાહ્યું"પરંતુ ધણા માણસનો કચ્ચરઘાણ નીકળી જતો હોવાથી શકે તે બનેને ઠંદ યુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરપર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિને વિજય થયા, ભરતની