SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્ર-કલ્પલતા | ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગધ્યાને ઉભા છે. આ ચિત્રમાં આભૂષણ વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે. સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે ડરાણુ જેવાં પ્રાણીઓ છે, પણ વર્ણનમાં હરણને ઉલ્લેખ માત્ર પણ નથી. કાન પાસે બંને બાજુથી બને હાથથી પવનને આમંત્રિત કરતી બે પુરષ વ્યક્તિઓ ઉભેલી છે. જમણી બાજુ વીંછી, વાઘ તથા છાવણીને લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતે ઉભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નેળિયો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મૂકેલું તીર્ણ ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે. ચિત્ર ૪૧ શ્રી નેમિનાથનો વરઘડે-કાંતિવિર ૧ ના પાના ૬૩ ઉપરથી મૂળ રંગમાં સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજુ કર્યું છે. લગ્નના દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ પર તેમને બેસાડવા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેમની પાછળના અને હણહણાટથી દિશાઓ ગર્જી રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમારો અશ્વ ઉપર સવાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહી. કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યું. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસિની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી. એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછયું: “મંગલના સમૂહથી શોભતે આ વેત મહેલ કે હશે?” સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી! કૈલાસના શિખર સમો એ આલિશાન મહેલ બીજા કોઇને નહિ, પણ આપણા સસરા ઉગ્રસે રાજાને જ છે. અને આ સામે જે બે સ્ત્રીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપની સ્ત્રી રાજમતિની ચન્દ્રાના તથા મૃગલોચન નામની બે સુખીએ છે.' ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, બે હાથ માં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણથી સુસજિત થએલા છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે પણ લઇને બેઠેલી, વસ્ત્રાભૂષણથી સુસજિજત રામતિ નેમિકુમારના સન્મ જોતી બેઠેલી છે. તેની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનાના અને મૃગલોચના ઊભી છે. પાછળ ઉભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઇન છે. સમુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીફળ જેવી કાંઈક મંગલસુચક વસ્તુ છે, હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળ વગાડનારા ભગળો વગાડે છે. વચ્ચે એક સ્ત્રી જમણા હાથમાં ફૂલ પકડીને નાચતી જણાય છે તથા તેની નજીક એક ઢોલી ઢોલ વગાડતો દેખાય છે. ઢેલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસવાર રાજકુમાર તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘોડા જોડેલા છે જે ચિત્રકારના સમયના રિવાજનો ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬ ૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પંદરમા સૈકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂવો, વાજીંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજરચનાનો ઘણે જ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy