SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકલ્પલતા હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ કોધમાં આવી બાહુબલિને નાશ કરવા ચક છેડયું, પરંતુ બાહુબલિ સમાનગેત્રના હોવાથી તે ચક્ર કોઈ પણ ન કરી શકયું. બાહુબલિએ વિચાર કર્યો કે “અત્યાર સુધી કેવળ ભ્રાતૃભાવને લીધે જ ભરતની સામે મેં આકરે ઈલાજ લીધે નથી. માટે હવે તે તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુકકા ઉડાડી દઉં એમ છું. તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી દોટ તો મૂકી, પણ થોડે દૂર જતાં જ બહસ્પતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યા. તે પુનઃ વિચારવા લાગ્યા કે “અરેરે ! આ હું કોને મારવા દોડી જાઉં છું? મોટા ભાઈ તો પિતા તુલ્ય ગણાય ! તેમને મારાથી શી રીતે હણી શકાય? પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિવડે પિતાના મસ્તક પરના વાળનો લોચ કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ તજી દઈ કાઉસગ્ગધ્યાન ધર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિ ચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાગયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધ ને દંડયુદ્ધ છે. ત્રીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બાહુબલિને મુકુટ દૂર પડતા તથા તેમને મુષ્ટિથી વાળ ઉખેડતા ચિત્રકારે રજૂ કરેલા છે. ચેથા વિભાગમાં કાઉસગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ, છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગના જંતુ-ઘણું કરીને જંગલી સ તથા બે ખભા ઉપર બે પક્ષીઓ અને પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાળી બહેને હાથ જોડીને વિનતિ કરતી, ભાનરૂપી હાથીથી હેઠા ઊતરવા માટે સમજાવતાં કહે છે કે વીરા મારા ગજ થી હેઠા ઊતરે, ગજે તે કેવલ ન હોય!” સાધ્વીઓની પાછળ પણ બીજા ત્રણ ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે. ચિત્ર ૪૩ હરિગમેપિન આ ચિત્ર સહન પાના ૧૧ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રમાં હરિગમેપિન બે હાથમાં આકાશમાર્ગે ગર્ભ લઇને જતો દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતા હેવાને બતાવવા માટે હંસપીની ડીઝાઈનવાળા તેના ઉત્તરાસિંગના છેડાને ઊડતો ચિત્રમાં બતાવેલ છે. ચિત્રકારને આશય ગર્ભ બદલતી વખતનું દસ્ય બતાવવાનો છે. ચિત્ર ૪૪ ત્રિશલા સિદ્ધાર્થને સ્વમનો વૃત્તાંત કહે છે-આ ચિત્ર સેહનવ્રત ઉપરથી લેવામાં આવ્યું છે. સિદ્ધાર્થરાજ સ્નાનગૃહમાંથી નીકળી, બહાર ક્યાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વદિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યાર બાદ પોતાનાથી બહુ નજીક નહિ તેમ બહુ દૂર નહિ એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો બંધાવ્યો. આ પડદાને વિવિધ પ્રકારનાં ભણિ અને રત્નો જડેલાં હતાં. પડદાની અંદર રાણીને બેસવાનું એક વિકાસ ગોઠવવામાં આવ્યું છે. ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં કુલ લઈને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણથી સુસજિત થઈ બેઠેલા છે. મસ્તક ઉપર છત્ર લટકી રહેલું છે. વચ્ચે પડદો છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ લઈને વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈને બેઠાં છે. તેમના માથે ચંદરવો બાંધે છે, ચિત્રના ઉપરના ભાગમાં બે મોર ચીતરેલા છે.
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy