SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ જૈન ચિત્ર-ક૯પલતા ઉપર પુસ્તક મૂકેલું છે. જે ઘણું કરીને “સિદ્ધહેમ વ્યાકરણની પ્રત હશે એમ લાગે છે. પતિની સામી બાજુએ ચારે વિદ્યાર્થીઓ બંને હાથમાં “સિદ્ધહેમ'નું પહેલું સૂત્ર ધર્મ નમ: અક્ષરો લખેલું પત્ર લઈને અભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રતને બીન પત્ર ઉપરથી લીધેલું છે. ચિત્ર ર૨ સિદ્ધહૈમ વ્યાકરણની હસ્તિ ઉપર સ્થાપના–ઉપર્યુક્ત પ્રતને પત્ર ૨ ઉપર ચિત્રપ્રસંગ. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપર ના જિનમંદિરના ચિત્રથી થાય છે. ડાબી બાજુએ સિદ્ધરાજ જયસિહદેવ પતે બંધાવેલા રાયવિહાર ૧૧ નામના ચૈત્યમાં શ્રી જિનેશ્વરદેવની બે હાથની અંજલિ જોડીને રસ્તુતિ કરતા દેખાય છે. જમણી બાજુએ રાજસ્તિ ઉપર મહારાજાધિરાજ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જસિહદેવી સવારી હોય એમ લાગે છે. તેના ડાબા હાથમાં ખુલી તલવાર છે. અને જમણા હાથમાં ‘સિદ્ધ હેમ’ પ્રતનું એક પત્ર પકડયું હોય એમ લાગે છે. હાથીના કુંભસ્થળ ઉપર માવત જમણા હાથમાં અંકુશ લઇને બેઠેલો છે. માવતના મસ્તકની ઉપરના ભાગમાં વેત છત્રના દંડને ભાગ દેખાય છે. હાથીની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી જમણા હાથથી ચાર વીંઝતી મેલી છે. હાથીની જમણી બાજુએ એક પુરજ ઢોલ વગાડતા દેખાય છે. આ પ્રસંગને લગતા ઉલ્લેખ “પ્રબંધ ચિંતામણિમાં થમેરૂતુંગરએ કરેલો છે? શ્રી હેમચંદ્રસૂરિએ એમના વ્યાકરણને અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ લોકપ્રમાણ એવું પંચાંગ પૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પિતાની સ્મૃતિ-યાદગીરી-માં તેનું નામ “સિદ્ધહેમ' રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી ઉપર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. હાથી પર છે ચામર ધરનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગંથ પર કેત છત્ર ધર્યું હતું ત્યાર પછી તેનું પફન રાજસભાના વિદ્વાન પાસે કરવામાં આવ્યું અને રાજાએ સમૂચિત પૃષચાર કર્યા પછી તેને રાજકીય સરસ્વતી કોષમાં સ્થાપિત કરવામાં આવ્યું....૧૨ આ પછી ચિત્રના અનુસંધાને, તેને પ્રચારને અંગે તેના વિદ્યાર્થીઓને પારિતોપિકાદ આપવાનો નીચેના ભાગમાં વર્ણવેલો પ્રસંગ જેવાને છે. ડાબી બાજુએ છીથી કુમાર નામને રાજ્યાધિકારી સિહારાન ઉપર વસ્ત્રાભૂષણોથી સુમતાજ થઈને બેઠો છે. તેણે જમણા ખભા ઉપર ઉઘાડી તલવાર જમણા હાથે મૂઠમાંથી પકડીને રાખેલી છે અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને હાથની મૂડીમાં કાંઇક –ઘણું કરીને સામે બે હાથની અંજલિ જોડીને બેઠેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાની વસ્તુ રાખીને બે લતા દેખાય છે. વિદ્યાર્થીની પાછળ, ગળામાં જનાઈ સહિત, ડાબા ખભા ઉપર સેટી રાખીને જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાને ભેગા રાખીને ઉભેલો કાકલ કાયસ્થ પંડિત આ વિદ્યાર્થી ઘણું જ સારું ભણ્યો છે એમ એપ બતાવતો અને વીર કુમારને પારિતોફિક આપવાનું કહેતા હોય એમ લાગે છે. વિદ્યાર્થીની યુવાન વય બતાવવા ચિત્રકારે દાટી અગર મૂછના વાળની રજુઆત કરી નથી. મારી માન્યતા પ્રમાણે જેવી રીતે કાકલ કાયસ્થને પંડિત તરીકે આ વ્યાકરણને અધ્યાપક નીમવામાં આવ્યો હતો તેવી જ રીતે ચિત્રમાં વર્ણવેલા શ્રી વીરકુમારને તેના પ્રચારના અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પારિતોધિકાદિ આપવાના અધિકારપદે નીમવામાં આવ્યો હશે. આ ચિત્રમાં આપણને તેને પ્રચાર કરનાર અધિકારીનું નામ મળી આવે છે ? ગુજરાતના ઇતિહાસને માટે મહત્ત્વનું છે. ૧૧ છીમાર્નાવિદ્યાલાવાચચાવુન્નતે | तियञ्च पदं प्रणिजगाद सः ।। २२६ ।। -श्रीप्रभावकचरिते श्रीहेमचन्द्रसुरिप्रबन्धे ૧૨ જાઓ છાત્રા નામ તૃતીગઇજા: પૃg ૬૦-૬ ૨. સંપાદક : જિનવિજયજી
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy