SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જેન ચિત્ર-કપલતા આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ) બોલ્યા કે “એ ભોજ વ્યાકરણ શદશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે, વેદાનોમાં શિરોમણિ એવા ભાલવાધિપતિએ શબ્દશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃદ્ધ, વાસ્તુ- ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વમ તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે. ઉપરાંત નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યા અને પ્રચૂડામણ ગ્રંથો છે. વળી મેઘમાળા અર્થશાસ્ત્ર પણ છે અને એ બધા ગ્રંથ તે રાજાએ બનાવેલા છે.” આ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ એલી ઉઠવ્યો કે “આપણું ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઈ. વિદ્રાને નથી ?” ત્યારે બધા વિદ્વાનો મળીને શ્રી હેમચંદ્રસૂરને જોવા લાગ્યા, એટલે મહાભિક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક વિનતિ કરી કે “હે ભગવન્! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને અમારા મનોરથ પૂરા કરો.” ચિત્ર નં. ૨૫ માં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં ચિત્ર પરિચયની શરૂઆત પહેલા ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભદ્રાસન ઉપર શ્રી હેમચંદ્રસૂર બેઠા છે. તેઓને જમણા હાથમાં મુહપત્તિ છે તથા ડાબે હાથ તેઓશ્રીએ વરદ મુદ્રાએ રાખેલો છે. તેઓની સન્મુખ સ્થાપનાચાર્ય છે. જમણા ખભા ઉઘાડે છે. બગલમાં એ (જન સાધુઓનું જીવરક્ષા ઉપડ્યોગમાં આવતું એક ગરમ ઉનનું ઉપકરણ) છે. સામે એક શિષ્ય બે હાથે તાડપત્રનું એક પત્ર ઝાલીને બેઠા છે, જેના ઉપર “સિદ્ધહેમ' નું પહેલું સુત્ર કે કાળુ નમ: અષ્ટ લખેલું છે. શિષ્યની પાછળ બે હાથની અંજલિ ઘડી નમ્ર વદને ગુરુશ્રીના વચનામૃતનું પાન કરતા રાજવંશી પુષ્પાબેલા છે. જેમાં એક વ્યક્તિના ચિત્ર ઉપર નચત્તવ અને બીજી વ્યક્તિ ચિત્ર ઉપર શ્રીકુમારપાવ આ પ્રમાણેના અદયરોધી નામે લખેલાં છે. ચિત્રની ઉપરના ભાગમાં થોમવન્દ્રમૂરિ શ્રીરસિવરાજ્ઞવ્યથા સિકવન્દ્રચાવાનમfપત્ત આ પ્રમાણેના સ્પષ્ટ અદાર લખેલા છે. જે સમયે સિદ્ધરાજ જયસિહદેવ તથા કુમારપાલદેવ બે મહાન ગૂર્જરેશ્વર જૈન ધર્મનું તથા જૈનાચાર્યોનું આ પ્રમાણે બહુમાન કરતા હશે તે સમયે ગુજરાતની પુણ્યભૂમિ ઉપર અંહસાનું કેટલું બધું પ્રાબલ્ય પ્રવર્તતું હશે તેને ખ્યાલ સુદ્ધાં આજના પરતંત્ર વાતાવરણમાં આ મુશ્કેલ છે. ચિત્રમાં સિદ્ધરાજ જયસિહદેવ તથા કુમારપાલદેવની એકી સાથે જ રજુઆત કરેલી હોવાથી આ પ્રત બંનેની હયાતી બાદ લખાઈ હશે તેમ સાબિતી આપે છે. જોકે રિત્રમાં વપરાએલા રંગે તથા લપિ પણ એ વાતની સાબિતી આપે છે જ. આ ચિત્રના અનુસંધાને નાના ચિત્રમાં વર્ણવેલી “સિદ્ધહૈ' વ્યાકરણના પ્રચારને લગતી ઘટનાનો પ્રસંગ જોવાનો છે. પિતાને કુળને શોભાવનાર એ કાલ નામે એક કાયરથ હતો જે આઠ વ્યાકરણનો અભ્યાસ અને પ્રજ્ઞાવાન હતા. તેને જોતાં જ આચાર્યશ્રીએ વ્યાકરણશાસ્ત્રના તરવાથે જાણનાર એવા તને તરત જ અધ્યાપક બનાવ્યો. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમી (શુકલ પંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લેતા અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાળ કંકણાદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં નિષ્ણાત થએલા જનેને રાજા રેશમી વસ્ત્રો, કનકાભૂષણો, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો'.૧૦ ચિત્રમાં ઉપરના ભાગમાં વણતરછાત્રાનું વ્યાજ પર્યત એમ રપષ્ટ લખેલું છે. જમણી બાજુએ લાકડાના ઊંચા આસન પર જમણા હાથમાં સોટી લઈ વિદ્યાર્થીઓને શિક્ષા કરવા) અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને પંડિત સામે બેઠેલા વિદ્યાર્થીઓને તર્જના કરતો અને અભ્યાસ કરાવતો બેઠેલે છે. તેના ગળામાં ઉપવીત–જનોઈ-નાખેલી છે. તેનો ચહેરો પ્રૌદ, પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હોવાની ખાત્રી આપે છે. ઉપરના છનના ભાગમાં ચંદરો બોલે છે, એ સ્થાપનાચાર્ય ૯ જીઓ “દમાવતે કૌન વહૂઝિયલે. ૭૪ થી ૮૧ સુધી, ૧૦ ના બ્રીઝમાત્ર તે જમવરપ્રવધે છે. ૧૧૨ થી ૧૧:
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy