________________
છે
જેન ચિત્રકલ્પલતા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટમાંની જિનમૂર્તિના કપાળમાં પણ આવા ધ પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ કે પંદરમી સોળમી સદી સુધી તે ગુજરાતનાં પુરુષપાત્રો, પછી તે જે હો કે વૈષ્ણવ, પિતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતાં હોવાં જોઈએ. તે પ્રથા ક્યારે નાબૂદ થઈ તેનું ખરેખરું મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તે ચેકકસ છે કે મિ. મહેતા કહે છે તેમ, પ્રાચીન ચિત્રમાં મળી આવતાં આવા ધ પ્રકારનાં તિલકો
ઈ સંપ્રદાયનાં ઘાતક નહોતાં. તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલકે મળી આવે છે. સાધુ અગર સાધ્વીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓને એક ખભે અને માથાનો ભાગ તદ્દન ખુલ્લો –વસ્ત્ર વગરને હોય છે; જ્યારે સાધ્વીઓને પણ માથાને ભાગ ખુલ્લો હોવા છતાં તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થએલું હોય છે. પ્રાચીન ચિત્રામાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજાઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.'
| મોગલ સમય પહેલાંના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાને ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મેગલ રાજય પછીથી શરૂ થએલે હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુરુષે દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પણ પહેરતા. સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાને રિવાજ મોગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે.
૧ “એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામંતો, ૩૬ રાજ કુળો અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરોહિત, રાજગુરુ, મંત્રી વગેરે પશ્વિન રસહિંત રાજસભામાં સુવર્ણના પુષપ્રમાણ આસન ઉપર બેઠેલો હતો, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. . . .--કુમારપાલ પ્રબંધ ભાષાંતર, પૃષ્ઠ ૧૦૯, ૨ “આ પુરુષને મારું તો છે નહિ અને આ બધી એનાં કેશાદિ લક્ષણ કહે છે એ મોટું આશ્ચર્ય છે, એમ વિચારી કુમારપાળે તેમને પૂછ્યું, એટલે તેમણે તેમને કહ્યું કે હે નરોત્તમ સાંભળો , પૃષ્ઠ ઘસારે છે તેથી વેણુનું અનુમાન થાય છે, કંધે ઘસારા છે તેથી ભરણની લક્ષ્મી પ્રકટ થાય છે, છાતી બધી ગેર છે, તે ઉપરથી લાંબી દાઢી હશે એમ જણાય છે.”
–ચારિજસુંદરગતિ કુમારપાળ ચરિત્ર ભાષાંતર પા. ૪૧ (સંદરમી સદી)