________________
-લકા
-
- -
-
-
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ (૩) નિઘરકમ – ભીની દિવાલ પર માટીને લેપ કરી દે તે દિવાલ સાથે એક રૂપ થઈ જાય પછી ઘણું લાંબા સમયે તે છુટી પડે. તેમ રાગ-દ્વેષ કષાય કે વારનાથી ભીંજાયેલ આત્મરૂપી દિવાલ પર અતી ચીકણું કર્મ રજ ચાંટે તે નિત્તક. વારંવાર દીર્ધ તપ કે ધ્યાનથી જ આ કર્મની નિર્જરા થાય.
(૪) નિકાચીત - દિવાલ પર ગોળ, સરસ, સીમેન્ટ, બિલ્વાફળ વગેરે ચકણા પદાર્થ ભેગા કરી વ્યવસ્થિત લપ કરી દે તો એક રસ થઈ જતાં દિવાલ ટુટે તે પણ આ પદાર્થ છુટા ન પડે તેમ તીવ્ર વિષય-કષાય કે રાગ દ્વેષથી ગાઢ થયેલી કર્મરાજ ભગવ્યા વિના છુટકે ન થાય તેને નિકાચીત કર્મ બન્ધ કહેવાય છે.
ઢંઢણ કુમાર પૂર્વભવે ૫૦૦ ખેડૂતને અધિકારી હતા. મધ્યાહ્ન બધાં માટે ભાત આવે ત્યારે પોતાના ખેતરમાં થોડું કામ કરાવે. એ રીતે રંજ ૫૦૦ ખેડુત અને ૧૦૦૦ બળદને ભોજનમાં અંતરાય કરતા ગાઢ કર્મ બાંધ્યું. ઘણું ભવ બાદ કૃષ્ણ મહારાજને પુત્ર થયેનમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી. પૂર્વકૃત અંતરાય કર્મને લીધે શુદ્ધ ભીક્ષા મળતી નથી. અશુદ્ધ ગ્રહણ કરતાં નથી.
હરિ પૂછે શ્રી નેમને હું વારિ, મુનિવર સહસ અઢાર રે હું વારિલાલ ઉત્કૃષ્ટ કુણ એહમાં હું વારિ,
મુજને કહે કૃપાલ રે હું વારિલાલ ત્યારે નેમિનાથ પ્રભુએ કહ્યું અઢાર હજારમાં ઉત્કૃષ્ટા અણગાર આ ઢંઢણ મુનિ છે. કૃષ્ણ રસ્તા વચ્ચે વંદન કર્યું તે જોઈ ૧૬૦૦૦ રાજા ચરણે પડયા એક વણિકે તે જોઈ માદક વહોરાવ્યા. પણ સ્વ લધિએ નથી મળ્યા જાણે મોદકનો ચુરો કરતાં કર્મોને પણ ચુરો થયો ઢઢણમુનિ કેવળી બન્યા.
એ રીતે કેવળ કમ નિર્જરાનું અમેધ સાધન માની તપ કરો. તેના વડે પૃછ–બદ્ધ-નિધત્ત કર્મ નાશ પામે છે. નિકાચિત કર્મ શિથિલ બને છે. માટે ચિત્તના ઉત્સાહ પૂર્વક અને સારી બુદ્ધિથી તપ કરી કર્મ નિર્જરા કરનારા બનો.