SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જાય. આવા સક થવા માટેનને દાન અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ભાગ ભેગવું તે ઠીક છે. માટે હું તેવા પ્રકારને દેવ બનું એવું તે નિયાણું કરે તેને સ્વ પ્રવિચાર નિયાણું કહેવાય. (૭) અલ્પ વિકારીપણું :- કામગથી વૈરાગ્ય પામી કે એવું વિચારે કે તપના પ્રભાવે હું અલ્પ વિકારી દેવ બનું તો આવું નિયાણું કરનાર કદાચ તે દેવપણાને પામે ખરો પણ ચવીને પછી દેશવિરતિ પણે પામે નહીં, (૮) દરિદ્રીપણું :- દ્રવ્યવાન પુરૂષને રાજા, ચેર, અગ્નિ વગેરેને મહાભય રહે છે. તેમ સમજી એવું નિયાણું કરે કે હું અપ આરંભવાળે દરિદ્રી થાઉં તે આઠમું નિયાણું. * (૯) શ્રાવક પણું – મુનિને દાન આપવામાં પ્રીતિવંત હોય અને વ્રતધારી શ્રાવક થવા માટેની ઉપચારણા કરે તેને નવમું નિયાણું કહેવાય. આવા પ્રકારના નિયાણાવાળે સર્વવિરતિ પણાને પામતે નથી. આ પ્રમાણે નવે નિયાણુનું સ્વરૂપ જાણી તપ કરનારે કઈ પણ પ્રકારના નિયાણું રહિત અને કેવળ કર્મ નિજાનું અમેધ સાધન માની તપ કર. પણ સમક્તિ રહિત હોવા છતાં જેમ તામલી તાપસે નિયાણું અંગીકાર ન કર્યું તેમ શ્રાવકે એ પણ નિરાના તપ ક . તામલિતી નગરીમાં તામીલ નામે શ્રેષ્ઠી રહેતો. રાત્રિ જાગરિકા દરમ્યાન લૌકિક વૈરાગ્ય ઉત્પન થતાં તાપસી દીક્ષા ગ્રહણ કરી. ચાર ખાનાવાળું એક કાષ્ઠનું પાત્ર તૈયાર કરાવ્યું. જેથી તેના ત્રણ ભાગો દાન કરીને એક ભાગમાંથી ઉદરનિર્વાહ થઈ શકે. તે નિત્ય હાથ ઊંચા રાખી સૂર્ય સન્મુખ દષ્ટિ કરી ઉભો રહેતો. યાજજીવ છઠ્ઠ ને પારણે છઠ્ઠ કરતે. પારણે કાષ્ઠપાત્ર લઈ ઉચ્ચમધ્યમ-નીમ્ન સર્વકળામાં ભિક્ષા માટે જાય, દાળ શાક હિત માત્ર ભાત જેવું હવિષ્ય અન્ન લઈ એક ભાગ જળચરને, એક ભાગ સ્થળચર અને એક ભાગે ખેચર પક્ષીને આપી ચેથા ભાગનું અને એકવીસ વખત પાણી વડે ધોઈ સંતોષથી ઉદરપૂતિ કરે છે. આ રીતે સાઈઠ હજાર વર્ષ તપ કર્યું. તેને દેહ તદ્દન શુષ્ક અને અસ્થિ પણ ન દેખાય તે થઈ ગયે. એકદા શરીરને સિરાવીને ઈશાન ખૂણામાં દેહ પ્રમાણ મંડળ બનાવી અનશન કરી આમધ્યાનમાં
SR No.009106
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy