________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
निव सिट्ठि इत्थि पुरिसे, परपवियारे सपवियारे
अप्पुसरे दरिद्दे सड्ढे हुज्जा नव नियाणा - રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પર પ્રવિચાર, સ્વ પ્રવિચાર, અલ્પવિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણ છે. મેક્ષની ઇચ્છાપૂર્વક તપ કરનારાએ આ નવે નિયાણું ત્યાગવા જોઈએ.
(૧) રાજા થવું – દેવલેક સાક્ષાત્ જે નથી પણ રાજા જ બળદેવ છે. માટે તપના બળે હું રાજા થાઉં. તેવું નિયાણ કરનાર રાજાપણું પામે ખરો પણ તેને બોધિ બીજ દુર્લભ થાય.
બ્રહ્મદત્ત ચકવતાનો જીવ પૂર્વભવે ભૂતદત્ત ચાંડાલને પુત્ર હતો. તેનું નામ સંભૂતિ હતું. તેને એક ચિત્ર નામે ભાઈ પણ હતો. અને ભાઈ એ અતિ મધુર ગીત ગાન કરતાં નગરમાં વિચારી રહ્યા હતા. મૃગલાની જેમ આકર્ષાઈને નગરજને તેની પાછળ ભમતા હતા. આ જોઈને ત્યાંના રાજાએ બંનેને નગર બહાર જવાને આદેશ આપ્યો. નગરજનાના તિરસ્કારથી બન્ને ભાઈઓ આત્મહત્યા કરવા ચાલ્યા, પણ ત્યાં કઈ મુનિના ઉપદેશથી તેમણે દીક્ષા લીધી.
અનેક વિધ તપશ્ચર્યા દ્વારા શરીરને તેઓએ સુકવી નાખ્યું હતું. માસક્ષમણને પારણે હસ્તિનાપુરમાં ભીક્ષા લેવા ગયા. ત્યાં પારણું બાદ ચકવર્તી રાજા સપરિવાર તેમને વાંદવા આવેલા હતા. વંદન કરતી વેળાએ ચક્રવતીના સ્ત્રી રતન સુનંદાના કેશ-કલાપમાંથી એક લટ છુટી પડીને સંભૂતિ મુનિને સ્પર્શી ગઈ. રાજરમણની વાળની લટની સેવાબપથી મુનિ અત્યંત રોમાંચિત થઈ ગયા. કામરાગથી પરાભવ પામેલા સંભૂતિ મુનિએ નિયાણ કર્યું કે જે મારા દુષ્કર તપનું કઈ ફળ હોય તો આવી સ્ત્રીને હું પતિ બનું.
ચિત્ર મુનિએ ઘણું સમજાવ્યું કે તમે આ નિયાણીનું પ્રાયશ્ચિત કરો. મુર્નિજીવન આ રીતે વેડફી દેવા માટે નથી. પણ સંભૂતિ મુનિનું મન હવે કાબુ ગુમાવી બેઠું હતું. જે સ્ત્રીના વાળને સ્પર્શ આટલે રોમાંચક હોય તે સ્ત્રીને સર્વાગીણ પણે પામવામાં તો કેવાં અનેરો આહલાદ આવે.
સ્પશેન્દ્રિયના વિષયમાં મુનિ લુબ્ધ બન્યા. કેમકે આ એક જ ઈન્દ્રિય એવી છે જે પ્રત્યેક જીવને પ્રથમથી જ પ્રાપ્ત થયેલી છે. નિર્ગ