________________
८४
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨
શેઠે બીજે દિવસે જોયું કે પુત્રવધૂને એક ઉપવાસથી કંઈ અસર થઈ નથી. એટલે સસરાજી બેલ્યા કે વહુબેટા ઘણાં સમયથી આરાધના છુટી ગઈ હતી. કાલે ઉપવાસ સારો થયે. આજે પણ બારસ અને તીર્થંકર પરમાત્માનું કલ્યાણક છે તે હું ઉપવાસ કરીશ. વહુ બેલી તે હું પણ આજે ઉપવાસ કરીશ. શેઠે કઈ વાહ વાહ ! તારા જેવી કુલિન સ્ત્રીઓને તે આ જ ધર્મ છે. ત્રીજે દિવસે પણ ઉપવાસ કરી દીધો. ચોથે દિવસે તો ચૌદશ જ હતી. એટલે ઉપવાસ કરવાને જ હતો. પુત્રવધૂત ચાર ઉપવાસમાં લાંબી થઈ ગઈ. બોલવાની શક્તિ પણ ગુમાવી બેઠી કબીરજીએ કહ્યું છે કે
न कुछ देखा ज्ञान ध्यान मे, न कुछ देखा पाथीमें
कहे कबीर सुनो भाइ साधो, जो कुछ देखा रोटीमें આવું જ એક સજઝાયમાં પણ કહ્યું છેસર્વ દેવ દેવમાં પ્રત્યક્ષ દેવ રેટી
તાનમાન એહ વિના સર્વ વાત બેટી છતાં સસરાજીએ તે પુનમે પણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું અને પાંચમો ઉપવાસ ખેંચી કાઢ. વહુને કહ્યું પુનમે તે પારણું ન થાય. તું તારે આજ પારણું કરી લે.
વહુ બેલી કઈ વાત નહીં. આજ દિવસ તે હું પણ ખેંચી કાઢીશ. તે બેલી જરૂર ઉપવાસ કરવાનું પણ તેના રસ-રૂધીર–માંસમજજા બધું જ સુકાઈ જતાં તેનું મન પણ શાંત થઈ ગયું. મનમાં શુભ ભાવ ઉત્પન્ન થયો કે અરેરે ! મારે માટે પિતાજીએ પાંચ-પાંચ ઉપવાસ ખેંચા. સવારે ઉઠી ત્યાં સુધી તે પુત્રવધૂનું શરીર સાવ સુકાઈ ગયું હતું. તેણે સસરાજીની માફી માંગી. પોતાની જ જાતે રાઈ બનાવવાની શરૂ કરી દીધી.
તે દિવસથી જ વહુએ શરીર-મન-ઈન્દ્રિયને તપથી સાધવાની શરૂ કરી. પર્વતિથિએ ઉપવાસ. આયંબિલ વગેરે શરૂ કર્યા મનને ધીમે ધીમે નિર્મલ બનાવ્યું. આ રીતે તપ થકી મન પર સંયમ મેળવ્યું. છતાં એક વાત ફરી યાદ કરજો આજનું પરિશીલન શું છે?