________________
કર્મ નિર્જરાનું અમેઘ સાધન
૮૩
-
-
- -
-
-
- -
-
આ વિધવા કન્યાની કંઈ ઉંમર તે હતી નહીં. થોડી ઉંમર વધતા ઉમાદ પણ વધવા લાગે. મનમાં ને મનમાં વિચારે છે કે એવો કોઈ રસ્તો કાઢું જેથી બંને કુળને કલંક ન લાગે અને મારી વાસના પણ સંતોષાય જાય. બિચારીને કાય કલેશ કે સંલીનતા જેવા બાહ્ય તપની પણ તાલીમ મળી ન હતી. ધીરે ધીરે કામ વાસના પ્રબળ બનવા લાગી.
એક વખત સસરાજી પ્રસન્ન વદને બેઠા હતા. પૂછ્યું પુત્રવધૂને, બેટા કશી તકલીફ તો નથી ને? વહુ પણ કે શોધતી હતી એટલે તરત બેલી ગઇ, બાપુજી આપણે સે થે બુદ્ધી થઈ ગયેલ છે. આંખ કાનની તકલીફ પણ વધવા લાગી છે, તો તેને રજા દઈ દઈએ તેને બદલે કેઈ યુવાન હસે શોધી લઈ એ તે સારું. સસરાજી તે જમાને જોઈ ચુકેલા માણસ હતા. સમજી ગયા જલદી કે વહુ ને શું ઇચ્છા છે. પણ કઈ જાતની ગરમી ન પકડતા ઠંડા દિમાગથી વિચાર્યું કે આ સ્ત્રીને કેઈ જાતની તપની તાલીમ મળી નથી. તેથી જ આ દિવસ જોવાનો વખત આવ્યે. માટે હવે તેને કંઈ કહેવાને બદલે તપની તાલીમ દઉં. તપનું પણ એક લક્ષણ કર્યું છે કે –
रस रुधिर मांस मेदोऽस्थि मज्जा शुकाण्यनेन तप्यन्ते
कर्माण्यशुभानीत्य - तस्तपोनाम तैरक्तम् જેના વડે રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક તેમજ અશુભ કર્મો તપાવાય તે તપ.
જેમ માખણમાંથી ઘી બનાવવું હોય તે તે વાસણને અગ્ની પરે રાખી તપાવવું પડે તેમ જીવનરૂપી માખણમાંથી શુદ્ધ આત્મરૂપી ઘી મેળવવા માટે કર્મોને તપાવવા જરૂરી છે તે માટે ઉપવાસ-આદિક તપ કરે પડે.
શેઠે વણિક બુદ્ધિ કામે લગાડી. પુત્રવધૂને નેહયુક્ત વાણીથી કહ્યું, “બેટા ! આજ તે અગીયારસને દિવસ છે મારે ઉપવાસ કરવાને છે. આજે તો તું રસેઈ કરીલે. કાલે આપણે બીજે રસોઈ શોધીશું. વહુએ પણ જરા પોતાની પ્રતિષ્ઠા જમાવવા કહી દીધું પીતાજી આપના વિના હું એકલી ભેજન કઈ રીતે કરી શકું. આજ તે હું પણ ઉપવાસ કરીશ.