________________
૮૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ–૨
કે
સહન પણ નથી કરતા માટે તે સકામ નિર્જર નિષ્પાદક તપ કહેવાત નથી.
તેથી જ તપની વ્યાખ્યા મૂકી રૂ નિરોધ તા: ઈચ્છાઓને બ્રેક મારવી. “ઈરછા રેલ્વે સંવરી” તે તપ. મન તે બહુ ચંચળ છે કયારેક હલવા–પુરીની ઈચ્છા થાય તો ક્યારેક નવા-નવા વસ્ત્રોની ઈચ્છા થાય. કોક દિવસ વિમાનમાં ઉડે તે કેઈક દિવસ મોટા બંગલાની અપેક્ષા રાખે. કેમકે મનની ઈચ્છાઓ અનંત છે.
મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એહ વાત નહીં ખોટી પણ કહે સાથું ઈમ નવી માનું એક હી વાત છે મેટી મનને કાબુ લેવા માટે જરૂરી છે તપ.
એક ધનાઢય શેઠની પત્ની મૃત્યુ પામી, શેઠને એક જ પુત્ર હતો. મેટ થતા ખાનદાન ઘરની કન્યા પરણાવી. પણ વિવાહ થતાં જ છોકરો મૃત્યુ પામ્યું. બિચારી કન્યાના ભાગ્યમાં પતિનું સુખ નહીં. શ્વશુર ધનવાન હવા સાથે વિવેકી અને ધર્મપરાયણ પણ હતા. પોતાની વિધવા પુત્રવધૂની સ્થિતિ સમજી શકતા હતા.
તેણે વિચાર્યું કે જે આને કંઈ કહીશું કે મેણાટોણા મારીશું તે ક્યાંક આત્મહત્યા કરી બેસશે. તેથી વહુને ઘરમાં મન લાગી જાય અને કુળની પરંપરા જળવાય એ રીતે કંઈ રસ્તો કાઢશુ. કેઈગ્ય તક મળતા શેઠે પુત્રવધૂને ચાવી સેંપી દીધી. માત્ર એટલું જ કહ્યું કે આ ઘર તારું જ છે. તેને ઠીક લાગે તેમ ઘનને ઉપગ કરજે પણ એટલે ખ્યાલ રાખજે કે તારા માતાપિતા કે મારા કુટુંબને કલંક ન લાગે તે રીતે જીવન ગુજારજે.
પુત્રવધૂએ સહર્ષ સ્વીકારી લીધું. પૂર્ણ પ્રસન્નતા અને ગંભીરતાથી ઘરને સમગ્ર કારભાર ચલાવા લાગી. પડોશના લોકો પણ પ્રસન્ન થઈ ગયા. ઉત્સાહપૂર્વક કાર્યો કરતા પુત્રવધૂ પિતાના વૈધવ્ય દુઃખને ભૂલી ગઈ
પણ તમે જાણો છો કે વધારે પડતી સુખ–સગવડ, ખાવા-પીવા, પહેરવા-ઓઢવાની આઝાદી, મજશેખ વગેરે સાથે તપ યુક્ત જીવન ન હોય તે મનુષ્ય ક્યારેક ખોટા પગલા ભરી બેસે. તપ એ કમ નિજરનું અમેધ સાધન તે છે જ. તદુપશંત તપ કરવાથી ઉપવાસ વગેરે કારણે શરીર પર અને વિનયથી મન ઉપર કાબુ આવે છે.