________________
જીવન જીવવાની કલા
૭૭
સજા કસ્તા મુસ્લીમ રાષ્ટ્રને આપણે જૂનવાણી કે અણઘડ કહી વગેવણ કરીએ છીએ અને પૂર્ણ રૂપથી પુરુષોમાં ઉશકેરાટ અને ઉત્તેજના ઉત્પન્ન કરતાં ચુસ્ત વસ્ત્રો, ટૂંકા વ શરીરને પ્રગટ કરવામાં વધુને વધુ સહાયક બનતા ઉદ્ભટ વસ્ત્રોને આધુનિકતામાં ખપાવો છો ત્યારે રામશાસ્ત્રીને પ્રસંગ ભૂતકાળની કબરમાં દટાઈ ગયેલા કોઈ અવશેષ જે લાગે છે.
માત્ર એક તત્વવેત્તાની વાત અત્યારે યાદ આવે છે કે સ્ત્રીઓને વસ્ત્રો પહેરવા એ સામાજિક અને સાંસ્કારિક બંધન જન્ય મનેભાવ છે અને વસ્ત્રોથી અનાવૃત્ત થવું (ખુલલા દેખાવું) એ અન્યને આકર્ષવાના હેતુથી થતે આંતર મનોભાવ છે. વર્તમાન વસ્ત્રોની પસંદગી આ બે મનેભાવ વચ્ચે લાખાતી હોવાથી તે વસ્ત્ર પહેરવા છતાં તેની ગતિ નિર્વસ્ત્રતા તરફની રહે છે.
એટલે શીલવાન શ્રાવકોએ “ત્રીજુ શીલ” પાલન કરવા ઉભટ વેશને ત્યાગ કરી સંસ્કાર-મર્યાદા જળવાય તેવા અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે શરીર સારી રીતે ઢંકાયેલું રહે તે તથા સુઘડ અને સાદે પોષાક પહેરો. '
જીવન જીવવાની કલા ને દર્શાવતા ત્રણ પગથીયાં વર્ણવ્યા. સદાચાર અર્થમાં વર્ણવતા શીલના ચોથા પગથીયાને કહે છે –
(૪) સવિકાર વાક્ય વજન :- બીજાને વિકાર ઉત્પન્ન થાય તેવા પ્રકારના વાક્ય બોલવા નહીં.
શ્રાવક જે ભાષાનો ઉપયોગ કરે તે એવા પ્રકારની હોવી જોઈએ કે જેનાથી સાંભળનારને રાગ-દ્વેષ રૂપ વિકાર ઉત્પન્ન ન થાય. ખાસ કરીને શગારયુક્ત વાણી નિશ્ચયે શગાગ્નિને ઉત્પન્ન કરવામાં કે પ્રજવલીત કરવામાં નિમિત્ત રૂપ બને છે અને કઠોર વાણીને ઉપયોગ કરે તે તે દ્વેષ ઉત્પન્ન કરે છે, માટે આ બંને પ્રકારની વાણીને શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.
આજકાલ વ્યવહારમાં એક પ્રવૃત્તિ વિશેષ જોવા મળી રહી છે. વક્તાઓ પોતાનું વકતૃત્વ સારું દેખાડવા માટે, વાર્તા લેખકે વાર્તાને