________________
૭૫
જીવન જીવવાની કલા
પ્રશ્ન – સદાચારની વાત કરતા પરગૃહ પ્રવેશ વર્જનને બદલે બધાં શ્રાવકોની સુધારણની વાત કેમ ન રાખી?
ઘણું કાંટાવાળે એક રસ્તે હતું ત્યાં કાંકરા પણ હતા. જે તેના પર ચાલ તેના પગ લેહલુહાણ થઈ જાય. એક પરગજુ માણસે તે કાંટા-કાંકરા વીણવા શરૂ કર્યા, રસ્તો ઘણો લાંબોને પાછા બીજા બીજા કાંટા કાંકરા ઉડી ઉડીને આવ્યા કરે. હવે તે સાફ થાય કયારે?
સમજદાર માણસે કહ્યું કે ભલાઆદમી તું આ વ્યર્થ શ્રમ કરી રહ્યો છે, આ રીતે કદાપી તારું ધ્યેય સફળ નહી બને. તેના કરતા આ રસ્તે ચાલનાર ચામડાના જુત્તા પહેરી તે કામ સરળ બનશે.
એ રીતે આ વિશાળ સંસારમાં બધાં જ ગૃહસ્થને સુધારવા તે શક્ય જ નથી. એવી અપેક્ષા પણ અસ્થાને છે. તેથી શીલવાન શ્રાવક માટે બીજુ ચરણ મુક્યું પરગૃહ પ્રવેશ વર્જન, બીજાને ઘેર એ રીતે જતાં પ્રતીષ્ઠા પણ ઘટે છે. માનહાનિને પણ સંભવ છે. તેથી જ સુંદર જીવન જીવવાની કલા એ જ છે કે વિના કારણ પર ઘરે જવું નહીં,
ધનમિત્ર નામે ગૃહસ્થ હતો. પૂર્વકૃત દુષ્કર્મોને લીધે અપુણ્યક એવા તેને પળે પળે દુઃખ પડે. માબાપ પણ તેના બાળપણમાં જ મૃત્યુ પામ્યા હતા. તેણે ગુણસાગર કેવળીના ઉપદેશથી ધર્મારાધના કરતા દેવાલયમાં પ્રતીમાની પૂજા કરવાનું શરૂ કર્યું. ધર્મમાં સ્થિર થતાં થતાં ધન પણ પ્રાપ્ત થવા લાગ્યું.
આ નગરમાં જ સુમિત્ર નામને એક મેટે શેઠ રહેતે હતો. તેણે એક કરોડના મૂલ્યવાળી એક રત્નાવલી બનાવી હતી. ઘનમિત્ર થોડી વાર વાતચીત બાદ સુમિત્ર ઘરમાં જઈને પાછો આવ્યો તે નાવલી ન મળે.
તેને શંકા ગઈ કે ઘનમિત્ર સિવાય બીજું કઈ આવ્યું નથી તે આ રત્નાવલી ગઈ કયાં? વાસ્તવમાં પૂર્વભવના છેષી એવા વ્યન્તરે તે
નાવલી લઈ લીધી હતી. છતાં ધનમિત્ર ચેર ઠ– તમારા જીવનમાં પણ આવા પ્રસંગે બની શકે છે. જેમાં તમને ચોર, બદચલન આદિ આક્ષેપો સાંભળવાને પ્રસંગ આવી શકે છે માટે વિના કારણે પારકા ઘેર જવું નહીં. વળી શીલવાન માણસની તેમાં શભા પણ નથી.